Business

ચીન ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ

By GS TEAM
5 Oct 20251 min read
ચીન ખાતેથી  આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ

મુંબઈ : ચીન, વિયેતનામ તથા ઈન્ડોનેશિયા ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલ પ્રોડકટની ધ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ (ડીજીટીઆર) દ્વારા એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ કરવામાં આવી છે. 

ઈન્ડિયન સ્ટેનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ એસોસિએશનની ફરિયાદને આધારે આ તપાસ હાથ ધરવામાં આવી છે. 

તપાસ હેઠળના પ્રોડકટમાં નિકલનું  પ્રમાણ ઓછામાં ઓછું છ ટકા હોય છેઅને તે કોઈલ્સ, સ્ટ્રીપ્સ, શીટસ, પ્લેટસ, સર્કલ તથા અન્ય સ્વરૂપમાં મળે છે. 

આ પ્રોડકટની આયાતથી ઘરેલુ ઉદ્યોગને નુકસાન થઈ રહ્યાનું પ્રથમ દર્શિય રીતે જોવા મળી રહ્યું છે. આયાતને કારણે ઘરઆંગણેના આવા પ્રકારના પ્રોડકટસના ભાવ દબાણ હેઠળ આવી ગયા છે અને નાણાં વર્ષ ૨૦૨૨થી  નાણાં વર્ષ ૨૦૨૫ના ગાળામાં બજાર હિસ્સો પણ ઘટી ગયો છે. 

દેશમાં સસ્તા દરે ઠલવાતા માલના ડમ્પિંગની તપાસમાં ઘરેલુ ઉદ્યોગને નુકસાન થતું હોવાનું જણાય તો આવા પ્રકારના પ્રોડકટસ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવામાં આવે છે.