ખરીફ બાદ હવે શિયાળુ પાક પર તોળાતું દુષ્કાળનું જોખમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓછા વરસાદથી અનાજ ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા
અમદાવાદ : દેશના મોટા વિસ્તારોમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંખરીફ પાકને નુકસાન પહોંચ્યા બાદ, અનિયમિત અને અપૂરતા ચોમાસાના વરસાદને કારણે આગામી રવિ (શિયાળુ) સિઝનમાં પણ અનાજ ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. તેલંગાણા અને આંાૃધ્રપ્રદેશ સહિતના અન્ય કેટલાક રાજ્યોમાં પણ ઓછા વરસાદને કારણે ખરીફ પાકને અસર થઈ છે. કેટલીક જગ્યાએ ચોક્કસપણે પાકને નુકસાન થયું છે, જોકે બાૃધે જ પાક નિષ્ફળ ગયો નથી.
ઘઉં, ચણા અને રાઈ જેવા મુખ્ય રવિ પાકની વાવણી ઓક્ટોબરથી શરૂ થવાની છે. પરિષદમાં કેન્દ્રીય કૃષિ સચિવ અતિશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ચોમાસાના અનિયમિત અને અસમાન વરસાદને લીધે જમીનમાં ભેજનો અભાવ સર્જાયો હોવાથી વરસાદ આાૃધારિત (બિનપિયત) વિસ્તારોમાં રવિ ઉત્પાદન પ્રભાવિત થવાની શક્યતા છે.
૨૦૨૫-૨૬ની રવિ સિઝન (ઓક્ટોબર-માર્ચ)માં અનાજ ઉત્પાદન ૧૮૦.૫ મિલિયન ટન એટલે કે કુલ ઉત્પાદનના ૪૮% રહ્યું હતું. ગત સિઝનના રવિ ઉત્પાદનમાં ઘઉંનો હિસ્સો ૬૬% અને ચણાનો હિસ્સો ૭% હતો.
વરસાદ આાૃધારિત વિસ્તારોમાં ખરીફ સિઝન પડકારજનક રહી છે, જ્યારે પિયત વિસ્તારોમાં કમોસમી અને વાૃધુ પડતા વરસાદથી પાકના સ્વાસ્થ્ય પર અસર પડી છે. જે જોતાં એમ કહેવાય કે આગામી સિઝનમાં ઉત્પાદન ઘટવાની શક્યતા છે.
કેટલાક રાજ્યોને ખરીફ વાવણી દરમિયાન જ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો, જ્યારે અન્ય રાજ્યો માટે ઓછા ચોમાસાને કારણે ઊભા પાકની ગુણવત્તા જાળવવી મુશ્કેલ બની રહી છે. જોકે ખરીફ પાક, ડાંગર, કઠોળ, તેલીબિયાં, કપાસ, શેરડી અને બરછટ અનાજ હેઠળનું કુલ ૧૦૯.૪૯ મિલિયન હેક્ટર વાવેતર ગત સિઝનની સરખામણીએ માત્ર ૧.૨% ઓછું રહ્યું છે, પરંતુ ચોમાસાના અનિયમિત અને અસંતુલિત વિતરણને કારણે ઉપજ પર નકારાત્મક અસર પડશે.
આની અસર ખાસ કરીને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વધુ ગંભીર જોવા મળી છે. મરાઠવાડા અને વિદર્ભ ક્ષેત્રમાં નબળા વરસાદને પગલે રાજ્ય સરકારે તેના ૩૫૮ પૈકી ૨૬૫ તાલુકાઓને (૭૪% વિસ્તાર) દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. એ જ રીતે, કર્ણાટક સરકારે પણ ખરીફ સિઝન માટે વધુ ૨૩ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, જેથી રાજ્યમાં કુલ દુષ્કાળગ્રસ્ત તાલુકાઓની સંખ્યા વાૃધીને ૧૨૪ થઈ ગઈ છે.




