Business

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન

By GS TEAM
24 Jun 20263 mins read
TukuTouch Logo
અદાણી એન્ટરપ્રાઇસીસની 34મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આગામી વર્ષો માટે ગ્રૂપની વિકાસ વ્યૂહ રચનાનો રોડમેપ રજૂ કર્યો હતો. પોર્ટ, પાવર, એરપોર્ટ, ગ્રીન એનર્જી, ન્યુક્લિયર પાવર અને ડેટા સેન્ટર જેવા સેક્ટર્સમાં મોટા રોકાણની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટરમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ દરમિયાન ગૌતમ અદાણીએ સંદેશ આપ્યો કે ભારતનું ભવિષ્ય રાહ જોઈ શકે નહીં અને અદાણી ગ્રૂપ દેશના વિકાસની ગતિને બમણી કરવા માટે કટિબદ્ધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન
(IMAGE - IANS)

Adani Enterprises AGM 2026: અદાણી એન્ટરપ્રાઇસીસની 34મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આગામી વર્ષો માટે ગ્રૂપની વિકાસ વ્યૂહ રચનાનો રોડમેપ રજૂ કર્યો હતો. પોર્ટ, પાવર, એરપોર્ટ, ગ્રીન એનર્જી, ન્યુક્લિયર પાવર અને ડેટા સેન્ટર જેવા સેક્ટર્સમાં મોટા રોકાણની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટરમાં નવી ઊંચાઈઓ સર કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ દરમિયાન ગૌતમ અદાણીએ સંદેશ આપ્યો કે ભારતનું ભવિષ્ય રાહ જોઈ શકે નહીં અને અદાણી ગ્રૂપ દેશના વિકાસની ગતિને બમણી કરવા માટે કટિબદ્ધ છે.

દેશનો સૌથી મોટો પ્રાઇવેટ પાવર કેપેક્સ પ્રોગ્રામ

પાવર સેક્ટરને લગતી અદાણી ગ્રૂપની  યોજનાઓ શેર કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપ ભારતના ઇતિહાસનો સૌથી મોટો પ્રાઇવેટ સેક્ટર પાવર કેપેક્સ (મૂડી ખર્ચ) પ્રોગ્રામ અમલમાં મૂકી રહ્યું છે. આ અંતર્ગત, ગ્રૂપ આગામી 5 વર્ષમાં 55 ગીગા વોટ ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્ય સાથે રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત અદાણી એનર્જી સોલ્યુશન્સની ટ્રાન્સમિશન ઓર્ડર બુક પણ વધીને રૂ. 72,000 કરોડ સુધી પહોંચી ગઈ છે.

અદાણી પોર્ટનો ઐતિહાસિક માઈલસ્ટોન

પોર્ટ સેક્ટરમાં અદાણી ગ્રૂપે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં અદાણી પોર્ટે દેશ માટે એક અજોડ બેન્ચમાર્ક સેટ કરતા 500 મિલિયન ટનથી વધુ કાર્ગો હેન્ડલ કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવાની સાથે જ ગ્રૂપે વર્ષ 2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા સુધી પહોંચવાનો એક સ્પષ્ટ અને મજબૂત માર્ગ તૈયાર કરી લીધો છે.

પરમાણુ ઊર્જામાં એન્ટ્રી અને ગેસ નેટવર્કનું વિસ્તરણ

એક મોટા અને નવા પગલાંની જાહેરાત કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું કે, 'અદાણી એટોમિક એનર્જી' દ્વારા અદાણી ગ્રૂપ પરમાણુ ઊર્જા (ન્યુક્લિયર પાવર)ના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું છે. કંપનીએ વર્ષ 2035 સુધીમાં 10 ગીગાવોટ પરમાણુ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેના માટે જમીનની ઓળખ પણ કરી લેવાઈ છે. બીજી તરફ, ગેસ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં પણ અદાણી ટોટલ ગેસે 11 લાખથી વધુ PNG કનેક્શનનો આંકડો પાર કરી લીધો છે અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ઝડપી બનાવ્યું છે.

આ પણ વાંચો: વાયદા બજારમાં ફરી કડાકો: સોનું ₹1700 થી વધુ અને ચાંદી ₹1200 થી વધુ સસ્તી થઈ

ભુતાન સાથે ગ્રીન પાર્ટનરશિપ અને એરપોર્ટના નવા ટર્મિનલ

આંતરરાષ્ટ્રીય સ્તરે, અદાણી ગ્રૂપે ભુતાન સરકારની ગ્રીન પાવર કોર્પોરેશન (DGPC) સાથે એક મોટો કરાર કર્યો છે. આ ભાગીદારી હેઠળ, બંને મળીને ભુતાનમાં 5000 મેગા વોટના હાઇડ્રો પ્રોજેક્ટ્સનો વિકાસ કરશે. એરપોર્ટ સેક્ટરમાં પણ બે મોટા માઈલસ્ટોન હાંસલ કરાયા છે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ગુવાહાટી એરપોર્ટ પર નવું ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ શરૂ કરાયું છે, જે બંનેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરાયું હતું. 

અદાણી ગ્રૂપનું શાનદાર ફાઇનાન્સિયલ પરફોર્મન્સ

નાણાકીય વર્ષ 2025-26માં ગ્રૂપનું નાણાકીય પ્રદર્શન અત્યંત મજબૂત રહ્યું છે. જેમ કે... 

પોર્ટફોલિયો રેવન્યુ: ₹2.92 લાખ કરોડ રહી, જેમાં વાર્ષિક ધોરણે (YoY) 7.4%નો ગ્રોથ નોંધાયો છે.

EBITDA: ₹94,834 કરોડના સ્તરે પહોંચી ગયું છે.

PAT (ટેક્સ પછીનો નફો): 13.9%ના શાનદાર ઉછાળા સાથે ₹46,376 કરોડ થયો છે.

કેશ ફ્લો: કુલ કેશ ફ્લો ₹67,995 કરોડ પર મજબૂતીથી યથાવત્ છે.

આ પણ વાંચો: ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા

હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિફેન્સમાં મોટું યોગદાન

ગૌતમ અદાણીએ ગર્વભેર જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025-26માં અદાણી ગ્રૂપે રોડ, બંદર, એરપોર્ટ, વીજળી, ગેસ નેટવર્ક, સિમેન્ટ અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ₹1.5 લાખ કરોડથી વધુનું રેકોર્ડ મૂડી રોકાણ કર્યું છે. આ રોકાણ તે વર્ષે ભારતના કુલ નવા ખાનગી ક્ષેત્રના કેપેક્સના 30%થી વધુ હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે ડિજિટલ અને ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોરચે ડેટા સેન્ટર બિઝનેસ થકી વર્ષ 2030 સુધીમાં 3GW ક્ષમતાનું પ્લેટફોર્મ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 

સંરક્ષણ ક્ષેત્રનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, 'ઓપરેશન સિંદૂર' દરમિયાન અદાણી ગ્રૂપના ડ્રોન્સ, એન્ટી-ડ્રોન સિસ્ટમ, મિસાઈલ અને દારૂગોળાએ સૌથી મહત્ત્વના સમયે દેશના સશસ્ત્ર દળોને મજબૂત તાકાત પૂરી પાડી હતી.