મોટા સંકટના એંધાણ ! દુનિયાની ટોપ-40થી વધુ કંપનીઓને કયો ડર પેઠો? ધડાધડ છટણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Global AI Job Cut Wave: વિશ્વવ્યાપી આર્થિક મંદીની અસરો અને બદલાતા તકનીકી યુગ વચ્ચે વૈશ્વિક સ્તરે નોકરીઓ પર મોટો આફતનો પહાડ તૂટી પડ્યો છે. વર્ષ 2026માં ટૅક્નોલૉજી, બૅન્કિંગ, રિટેલ, ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) અને હેલ્થકેર ક્ષેત્રની 40થી વધુ અગ્રણી કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓની છટણી (Layoffs) કરવાની જાહેરાત કરી છે. વિશ્વની અતિ પ્રખ્યાત કંપનીઓ જેવી કે એમેઝોન, મેટા, ઓરેકલ, યુપીએસ, વોલમાર્ટ, સિટી ગ્રૂપ, ડેલ, વિઝા, નાઇકી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પણ આ કડક નિર્ણય લેવામાં સામેલ છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) બની રહ્યું છે છટણીનું મુખ્ય કારણ
એક અહેવાલ મુજબ, વર્તમાન સમયમાં થઈ રહેલી છટણી પાછળનું સૌથી મોટું અને પ્રાથમિક કાર્યાન્વિત પરિબળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) અને ઓટોમેશનનો ઝડપી સ્વીકાર છે.
- AI આધારિત કામગીરી: બ્લોક, કોઈનબેઝ, વિઝા અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ જેવી મલ્ટિનેશનલ કંપનીઓએ જાહેરમાં સ્વીકાર્યું છે કે AI દ્વારા કામગીરી વધુ ઝડપી અને ગુણવત્તાસભર બનતાં પરંપરાગત માનવબળની જરૂરિયાતમાં મોટો ઘટાડો થયો છે.
- પુનઃરચના અને ખર્ચમાં કાપ: AI ઉપરાંત, અનેક કંપનીઓ પોતાના બિઝનેસ મોડેલને રીસ્ટ્રક્ચર કરવા, બિનજરૂરી અમલદારશાહી ઘટાડવા અને મંદીના માહોલમાં ખર્ચ પર કાબૂ મેળવવા માટે આ પગલું ભરી રહી છે.
વર્ષ 2026માં સૌથી મોટી છટણી કરનારી અગ્રણી કંપનીઓ
વિવિધ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અને નોકરીના કાપની વિગતો નીચે મુજબ છે:
- UPS (યુનાઇટેડ પાર્સલ સર્વિસ): નેટવર્ક રીસ્ટ્રક્ચરિંગ અને ખર્ચ બચાવવા માટે સૌથી વધુ 30,000 કર્મચારીઓની છટણી.
- Oracle (ઓરેકલ): AI ટૅક્નોલૉજી અપનાવવા અને ખર્ચ નિયંત્રણ માટે અંદાજે 21,000 કર્મચારીઓ કુલ વર્કફોર્સના 13% બહાર.
- Citi (સિટી ગ્રૂપ): નાણાકીય સ્થિરતા અને પુનઃરચના હેઠળ અંદાજે 20,000 કર્મચારીઓ કુલ વર્કફોર્સના 10% નોકરી ગુમાવશે.
- Amazon (એમેઝોન): કોર્પોરેટ ક્ષેત્રમાં અમલદારશાહી ઘટાડવા અને કામગીરીને સુગ્રથિત કરવા 16,000 કોર્પોરેટ રોલ્સ નાબૂદ.
- Dell (ડેલ): રીસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ 11,000 કર્મચારીઓ કુલ વર્કફોર્સના 10%ની છટણી.
- Estée Lauder (એસ્ટી લોડર): રીટેલ ભૂમિકાઓ ઘટાડવાના ભાગરૂપે 10,000 સુધીની નોકરીઓમાં કાપ.
- British American Tobacco: નવી ટૅક્નોલૉજીનો વ્યાપ વધારવા 9,000 જગ્યાઓ વર્કફોર્સના 20% રદ.
- Heineken: ઉત્પાદકતા વધારવા અને ખર્ચ ઘટાડવા 5,000થી 6,000 કર્મચારીઓની છટણી.
- Visa (વિઝા): AI આધારિત બિઝનેસ ટ્રાન્સફોર્મેશન માટે 2,600 કર્મચારીઓ 7%ની છટણી.
- WiseTech: AI ઉત્પાદકતાના કારણે 2,000 કર્મચારીઓ વર્કફોર્સના 30%ની છટણી.
- Atlassian: AI પ્રોજેક્ટ્સમાં વધુ રોકાણ કરવા 1,600 કર્મચારીઓ 10% બહાર.
- Nike (નાઇકી): ઓટોમેશન વધારવા અને ઓપરેશન્સ સરળ બનાવવા 1,400 નોકરીઓ રદ.
- Cloudflare: AI આધારિત પુનઃરચના હેઠળ 1,100થી વધુ કર્મચારીઓ 20% બહાર.
- Meta (મેટા): AIમાં રોકાણ વધારવા અને ખર્ચ ઘટાડવાના ભાગરૂપે મોટી સંખ્યામાં નોકરીઓ પર કાપ મૂક્યો છે (ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી).
આ સિવાય વોલમાર્ટ, ટાર્ગેટ, લિંક્ડઇન, પિન્ટરેસ્ટ, વર્કડે, eBay, વેરિઝોન અને લુલુલેમન જેવી વૈશ્વિક બ્રાન્ડ્સે પણ તબક્કાવાર કર્મચારીઓ ઘટાડ્યા છે.
આગામી દિવસોમાં પણ છટણીનો ભય યથાવત્
અહેવાલ અનુસાર, હાલ જાહેર થયેલા આંકડા તો માત્ર એક શરૂઆત છે. અમેરિકામાં 100થી વધુ કંપનીઓએ WARN (વર્કર એડજસ્ટમેન્ટ ઍન્ડ રીટ્રેનિંગ નોટિફિકેશન) નોટિસ જાહેર કરી છે, જે મોટા પાયે છટણી કે ફેક્ટરી બંધ કરવા અગાઉ આપવી ફરજિયાત હોય છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)ના એક સર્વે મુજબ, વિશ્વની 41% કંપનીઓ આગામી 5 વર્ષમાં AIના કારણે નોકરીઓ ઘટાડવાની યોજના બનાવી રહી છે. જોકે, તેની સામે AI, બિગ ડેટા અને ફિનટેક જેવા ક્ષેત્રોમાં 2030 સુધીમાં નવી રોજગારીઓનું સર્જન થવાની પણ આશા સેવવામાં આવી રહી છે.




