Business

ક્રિપ્ટો માર્કેટની જેમ હવે શેરબજાર પણ 24 કલાક ચાલુ રહેશે, રોકાણકારોને રાત-દિવસ ટ્રેડિંગની તક!

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
લંડન સ્ટોક એક્સચેન્જ (LSE) 2027થી 'LSE 24' પ્લેટફોર્મ શરૂ કરશે. આનાથી રોકાણકારો અઠવાડિયાના 5 દિવસ, લગભગ 24 કલાક ETPs અને પછી ઇક્વિટીમાં ટ્રેડિંગ કરી શકશે. બ્રિટનથી શરૂ થતી આ નવી સિસ્ટમનો હેતુ વૈશ્વિક રોકાણકારોને જુદા જુદા ટાઇમ ઝોનમાં પણ સરળતાથી ખરીદ-વેચાણ કરવાની સુવિધા આપવાનો છે. આ પ્લેટફોર્મ AI આધારિત ટ્રેડિંગને પણ સપોર્ટ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિપ્ટો માર્કેટની જેમ હવે શેરબજાર પણ 24 કલાક ચાલુ રહેશે, રોકાણકારોને રાત-દિવસ ટ્રેડિંગની તક!

London Stock Exchange 24 Hour Trading: બદલાતી દુનિયા અને ડિજિટલ યુગની સાથે હવે શેરબજારમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી નિશ્ચિત સમય માટે ખુલ્લું રહેતું શેરબજાર હવે 24 કલાક કાર્યરત રહેશે, એટલે કે રોકાણકારો દિવસ હોય કે રાત, ગમે ત્યારે ટ્રેડિંગ કરી શકશે. આ નવીનતમ સિસ્ટમની શરૂઆત બ્રિટનથી થવા જઈ રહી છે.

શું છે 'LSE 24' અને તેનો હેતુ?

ડિજિટલ અને AIના આ સમયમાં ટ્રેડિંગને વધુ સરળ બનાવવા માટે લંડન સ્ટોક એક્સચેન્જે (LSE) 'લંડન સ્ટોક એક્સચેન્જ 24'ની જાહેરાત કરી છે. આ નવા પ્લેટફોર્મની મદદથી રોકાણકારો અઠવાડિયાના 5 દિવસ લગભગ 24 કલાક ટ્રેડિંગ કરી શકશે.

આનો મુખ્ય હેતુ વિશ્વભરના રોકાણકારોને માર્કેટની કોઈ પણ મોટી ઘટના પર તરત નિર્ણયો લેવાની, જુદા જુદા ટાઇમ ઝોનમાં પણ સરળતાથી ખરીદ-વેચાણ કરવાની અને પોતાના જોખમ (રિસ્ક)ને વધુ સારી રીતે મેનેજ કરવાની સુવિધા આપવાનો છે.

ટ્રેડિંગનો સમય અને મુખ્ય બજાર

LSE 24ના સમયની વાત કરીએ તો, તે સોમવારથી શુક્રવાર સાંજે 5:00 વાગ્યાથી સવારે 7:50 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દરમિયાન દરરોજ સાંજે 6:30થી 7:00 વાગ્યા વચ્ચે બજાર બંધ કરવાની પ્રક્રિયા માટે 30 મિનિટનો વિરામ રહેશે.

ખાસ વાત એ છે કે લંડન સ્ટોક એક્સચેન્જનું મુખ્ય બજાર તેના નિયમિત સમય (સવારે 8:00 થી સાંજે 4:30) મુજબ જ ચાલશે. LSE 24 તેનાથી સાવ અલગ અને સ્વતંત્ર રીતે કામ કરશે.

ક્યારથી શરૂ થશે આ સેવા?

મળતી માહિતી મુજબ, વર્ષ 2026ના અંત સુધીમાં ગ્રાહકો માટે આ પ્લેટફોર્મનું ટેસ્ટિંગ શરૂ થઈ જશે. ત્યારપછી જરૂરી મંજૂરીઓ મળતાં જ, 2027ના શરૂઆતના 6 મહિનામાં 'એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ્સ' (ETPs) સાથે LSE 24ની સત્તાવાર શરૂઆત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે લંડન પહેલેથી જ ETPs માટે વિશ્વનું એક મુખ્ય કેન્દ્ર ગણાય છે.

AI બેઝ્ડ ટ્રેડિંગ અને ડિજિટલ સિક્યોરિટીઝ પર ફોકસ

ETPs બાદ બીજા તબક્કામાં આ પ્લેટફોર્મ પર ઇક્વિટી ટ્રેડિંગ પણ શરૂ કરવામાં આવશે. LSE 24 આગામી પેઢીની ઓટોમેટિક અને AI-આધારિત ટ્રેડિંગ સિસ્ટમ માટે સુરક્ષિત કનેક્ટિવિટી આપશે. આ પ્લેટફોર્મ ઓર્ડર મેનેજમેન્ટ, માર્કેટ ડેટા અને એક્ઝિક્યુશન પ્રક્રિયાઓને વધુ સરળ બનાવશે. આ ઉપરાંત, તે LSEGના 'ડિજિટલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી' સાથે જોડાઈને ડિજિટલ જામીનગીરીઓના સેટલમેન્ટને સરળ બનાવશે.

LSEના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જુલિયા હોગેટના જણાવ્યા અનુસાર, LSE 24 પરંપરાગત સમયમર્યાદાથી આગળ વધીને રોકાણકારોને વધુ ફ્લેક્સિબિલિટી આપશે, જે લંડનને વૈશ્વિક નાણાકીય બજારના અગ્રણી કેન્દ્ર તરીકે વધુ મજબૂત કરશે.