સોનું ફરી મોંઘું, ચાંદી 2.18 લાખને વટાવી ગઈ, ખરીદતા પહેલા જાણી લો આજના લેટેસ્ટ રેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold & Silver Price Today (Aug 3): અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત હુમલા હાલ પૂરતા ટાળી દીધા બાદ અને બંને દેશો વચ્ચે નવી વાટાઘાટો શરૂ થવાની આશા જાગતા સોમવાર, 3 ઓગસ્ટના રોજ ભારતના રિટેલ બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક કૂટનીતિક તણાવ ઓછો થવાના સંકેતો વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકો બોલાયો હતો, પરંતુ તેની સામે સ્થાનિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી છે.
ટ્રમ્પના નિવેદન બાદ બજારની સ્થિતિ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય હુમલા હાલ પૂરતા ટાળી દીધા છે અને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાટાઘાટોનો નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આ જાહેરાતને પગલે એશિયન બજારોમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જેમાં વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI) ક્રૂડ 4.5% ઘટીને પ્રતિ બેરલ 80.89 ડોલર અને બ્રિન્ટ ક્રૂડ 4.4% ઘટીને પ્રતિ બેરલ 84.10 ડોલર પર પહોંચી ગયું હતું.
MCX પર સોના-ચાંદીના લેટેસ્ટ રેટ
આંતરરાષ્ટ્રીય ઘડામણો વચ્ચે વાયદા બજાર (MCX) પર સોમવારે સવારે 9:13 વાગ્યા આસપાસ સોનાનો ભાવ 0.15%ના વધારા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,43,640 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદીનો વાયદો 0.27% વધીને પ્રતિ કિલો રૂ. 2,18,750ના મજબૂત સ્તરે પહોંચી ગયો હતો.
દેશના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ (3 ઓગસ્ટ)
સામાન્ય રીતે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાનો વધુ ઉપયોગ થાય છે કારણ કે તે 24 કેરેટ કરતાં વધુ મજબૂત હોય છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું રૂ. 1,43,150 અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,31,221 અને ચાંદી રૂ. 2,18,150 પ્રતિ કિલો નોંધાયો છે. જ્યારે મુંબઈમાં 24 કેરેટ સોનું રૂ. 1,43,400 અને 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 1,31,450 અને ચાંદીનો ભાવ રૂ. 2,18,530 પ્રતિ કિલો રહ્યો છે.









