સોનું 48 કલાકમાં ₹5750 મોંઘું, ચાંદી ₹11000 ઉછળી, અચાનક કેમ કિંમતી ધાતુઓમાં તેજી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold & Silver Price Hike: છેલ્લા 48 કલાક દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. MCX પર બુધવારે મોડી રાત્રે સોનું ₹1,48,650 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જ્યારે ચાંદી ₹2,27,490 પ્રતિ કિલોના સ્તરે બંધ રહી હતી. આ અગાઉ સોમવારે રાત્રે સોનું ₹1,42,900 પર બંધ થયું હતું. આમ, માત્ર 48 કલાકમાં જ સોનાના ભાવમાં ₹5,750નો વધારો નોંધાયો છે. બીજી તરફ, ચાંદી પણ ₹2,16,506 પ્રતિ કિલોથી વધીને ₹2,27,590 પર પહોંચી જતાં તેમાં ₹11,084નો મોટો ઉછાળો આવ્યો છે.
ઓલ ટાઇમ હાઇ કરતાં હજુ પણ સોના-ચાંદી સસ્તા
તાજેતરની તેજી છતાં સોના અને ચાંદી ઓલ ટાઇમ હાઇ કરતાં હજુ સસ્તા મળી રહ્યા છે. MCXના આંકડા અનુસાર, 29 જાન્યુઆરીના રોજ સોનું ₹1,93,096ના ઓલ ટાઇમ હાઇ સ્તરે પહોંચ્યું હતું, જેની સરખામણીએ તે હાલ ₹44,446 જેટલું સસ્તું છે. એવી જ રીતે, MCX ચાંદીનો ઓલ ટાઇમ હાઇ રેકોર્ડ ₹4,20,048 છે અને તે હાલ પોતાના રેકોર્ડ લેવલથી ₹1,92,458 જેટલી નીચા ભાવે મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ભારે તેજી
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 1 ટકાથી વધુનો વધારો થતાં તે $4,300 પ્રતિ ઔંસની સપાટી વટાવી ગયો છે. આ અગાઉના એક જ દિવસમાં તેમાં 4.1 ટકાની મજબૂતી જોવા મળી હતી, જે 3 ફેબ્રુઆરી પછીની સૌથી ઝડપી તેજી છે. સિંગાપોર માર્કેટમાં સવારે સોનું 1 ટકા વધીને $4,287.95 પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું હતું. બીજી તરફ, ચાંદી 0.2 ટકા વધીને $62.19 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી, જેમાં અગાઉના સત્રમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.
ઈરાન-ઓમાન સમજૂતી અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું નિવેદન
સોનાના ભાવમાં છેલ્લા છ મહિનાનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે, જેની પાછળ હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવાની સકારાત્મક શક્યતાઓ મુખ્ય કારણ છે. આ સમાચારથી ઓઇલની વધતી કિંમતોનું દબાણ ઘટ્યું છે, જેનાથી ફેડરલ રિઝર્વ પર વ્યાજદરો વધારવાનું જોખમ પણ ઓછું થયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જણાવ્યું છે કે ઈરાન સાથે વાતચીત ચાલુ છે અને તેઓ યુદ્ધના બદલે સમજૂતી દ્વારા ઉકેલ લાવવાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
વ્યાજદરોની અપેક્ષા અને સોના પર યુદ્ધની અસર
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની શક્યતાઓએ બજારનું ચિત્ર બદલી નાખ્યું છે. હવે રોકાણકારોને આ વર્ષના અંત સુધીમાં માત્ર એક જ વાર વ્યાજદર વધવાની આશા છે. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ સોનાની કિંમતમાં આશરે પાંચમા ભાગનો ઘટાડો આવ્યો હતો, કારણ કે ઊર્જાની કિંમતો વધતાં મોંઘવારી વધી હતી. પરંતુ હવે શાંતિના સંકેતો અને વ્યાજદરમાં ઘટાડાની શક્યતાઓ સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓ માટે સકારાત્મક સાબિત થઈ રહી છે.









