ફોર્ચ્યુન ઇન્ડિયાની યાદીમાં નીતા અંબાણી ભારતના સૌથી શક્તિશાળી મહિલા, 10 કરોડ લોકોનું જીવન બદલ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Most Powerful Women 2026: મુંબઈમાં 'ફોર્ચ્યુન ઈન્ડિયા મોસ્ટ પાવરફુલ વિમેન 2026'ની યાદી જાહેર કરાઈ અને બિઝનેસ, ટૅક્નોલૉજી, હેલ્થકેર અને ફાયનાન્સ ક્ષેત્રે અપ્રતિમ યોગદાન આપનારી 100 દિગ્ગજ મહિલાઓનું સન્માન કરાયું, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી ભારતમાં નંબર વન મોસ્ટ પાવરફુલ વિમેન તરીકે પસંદ થયા. તેમના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશને અત્યાર સુધીમાં 2.9 કરોડ બાળકો સહિત 10 કરોડથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે.
સાચી સફળતા એટલે લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન
મોસ્ટ પાવરફુલ વિમેન(MPW) 2026ની પ્રતિષ્ઠિત યાદીમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. તેઓ દૃઢપણે માને છે કે સાચી સફળતા એ લોકોના જીવનમાં લાવેલા હકારાત્મક પરિવર્તનથી માપવામાં આવે છે. તેમના જ વિઝનરી નેતૃત્વ હેઠળ, રિલાયન્સ ફાઉન્ડેશને ભારતભરમાં 2.9 કરોડ બાળકો સહિત 10 કરોડથી વધુ લોકોના જીવનને સ્પર્શ્યું છે.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તવ્ય આપતા નીતા અંબાણીએ નેતૃત્વની એક વિશેષ વ્યાખ્યા પર ભાર મૂકતા કહ્યું હતું કે-
નેતૃત્વ કરુણા, સમાવેશિતા અને તકની ભાવના પર આધારિત હોવું જોઈએ અને કન્યાઓ માટેનું રોકાણ ભારતના ભવિષ્ય માટે પાયાની જરૂરિયાત છે.
મહત્ત્વનું છે કે આ કાર્યક્રમમાં નેતૃત્વનું ભવિષ્ય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI), આર્થિક સશક્તિકરણ, ઉદ્યોગ સાહસિકતા અને રાષ્ટ્ર નિર્માણ જેવા વિષયો પર પણ ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. ચર્ચાઓ દરમિયાન બિઝનેસ લીડર્સે સ્વીકાર્યું હતું કે AI અને તકનીકી પરિવર્તનો ઉદ્યોગોને બદલી રહ્યા છે, છતાં લાંબા ગાળાના નેતૃત્વ માટે જિજ્ઞાસા, સ્થિતિસ્થાપકતા, ગ્રાહક પર ધ્યાન અને માનવીય અભિગમ અનિવાર્ય રહેશે.









