Business

Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં લાગુ થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

By GS TEAM
30 Nov 20253 mins read
TukuTouch Logo
દેશમાં 1 ડિસેમ્બરથી રસોડાથી લઈને પેન્શનરોના પેન્શન સુધી એમ 6 મોટા ફેરફાર લાગુ થશે. જેમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જારી કરશે, જ્યારે ઉડ્ડયન ઇંધણના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. ચાલો 1 ડિસેમ્બરથી અમલમાં આવનારા 6 મોટા ફેરફારોથી તમારા ખિસ્સા પર શું અસર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં લાગુ થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

6 Major Changes : દેશમાં 1 ડિસેમ્બરથી રસોડાથી લઈને પેન્શનરોના પેન્શન સુધી એમ 6 મોટા ફેરફાર લાગુ થશે. જેમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જારી કરશે, જ્યારે ઉડ્ડયન ઇંધણના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. ચાલો 1 ડિસેમ્બરથી અમલમાં આવનારા 6 મોટા ફેરફારોથી તમારા ખિસ્સા પર શું અસર થશે. 

પહેલો ફેરફાર - LPG સિલિન્ડરના ભાવ

પહેલો ફેરફાર ઘરના રસોડાના બજેટ સાથે સંબંધિત છે. ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવમાં સુધારો કરે છે. તેવામાં 1 ડિસેમ્બરે નવા ભાવ જાહેર થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. 1 નવેમ્બરના રોજ તેની કિંમતમાં રૂ.6.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો. જોકે, 14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર રહી છે. તેથી વર્ષના છેલ્લા મહિનામાં ભાવમાં ફેરફાર થવાની અપેક્ષા છે.

બીજો ફેરફાર - ATFના ભાવ બદલાશે

જ્યારે ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે, ત્યારે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના નવા ભાવ પણ જાહેર કરાશે. આ ફેરફારો 1 ડિસેમ્બર, 2025ના રોજ જોવા મળી શકે છે, જેની સીધી અસર હવાઈ મુસાફરો પર પડશે. વધુમાં, કંપનીઓ CNG અને PNG ના ભાવ (CNG-PNG દર) માં ફેરફારની જાહેરાત કરી શકે છે.

ત્રીજો ફેરફાર - UPS સમયમર્યાદા

1 ડિસેમ્બરથી ત્રીજો મોટો ફેરફાર સરકારી કર્મચારીઓને લગતો છે. યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) પસંદ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 30 નવેમ્બર કરવામાં આવી હતી. કોઈપણ સરકારી કર્મચારી NPS અને UPS વચ્ચે પસંદગી કરી શકે છે. જો સમયમર્યાદા લંબાવવામાં નહીં આવે, તો તેમને 1 ડિસેમ્બર પછી આ તક મળશે નહીં.

ચોથો ફેરફાર - નહીં તો, પેન્શન બંધ થઈ જશે!

ડિસેમ્બર 2025માં થરાના ફેરફારોમાં સિનિયર સિટીઝનના પેન્શન સંબંધિત છે. જેમાં સિનિયર સિટીઝનને પોતાનું પેન્શન ચાલુ રાખવા માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનો આજે (30 નવેમ્બર) છેલ્લી તારીખ છે. જો આ સમયમર્યાદા લંબાવવામાં નહીં આવે, તો પેન્શન ચૂકવણીમાં અવરોધ આવી શકે છે.

પાંચમો ફેરફાર - ટેક્સ સાથે જોડાયેલા નિયમો

આગામી ફેરફાર ટેક્સ સંબંધિત છે. જો ઓક્ટોબરમાં TDS કપાત થઈ હોય હતી, તો કલમ 194-IA, 194-IB, 194M અને 194S હેઠળ સ્ટેટમેન્ટ ફાઇલ કરવાની આ છેલ્લી તક છે. 1 ડિસેમ્બર પછી આ શક્ય બનશે નહીં. કલમ 92E હેઠળ રિપોર્ટ સબમિટ કરવા જરૂરી કરદાતાઓ માટે, આવકવેરા વિભાગે 30 નવેમ્બરની અંતિમ તારીખ નક્કી કરી હતી.

આ પણ વાંચો: લોકોમાં તમારી છબી બદલવાની જરૂર, કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો: PM મોદીની પોલીસને ટકોર

છઠ્ઠો ફેરફાર - બેંકમાં અનેક રજાઓ

જો તમારી પાસે બેંકિંગ સંબંધિત કોઈ કામ હોય, તો જાણી લો કે ડિસેમ્બર એક બમ્પર મહિનો છે. RBIની બેંક હોલિડે લિસ્ટ અનુસાર, મહિનાની શરૂઆત રજાથી થાય છે. બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા સહિત, ડિસેમ્બર દરમિયાન બેંકો કુલ 17 દિવસ બંધ રહેશે. જો કે, આ બેંક રજાઓ રાજ્ય પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. તેથી ઘરેથી નીકળતા પહેલા RBIની બેંક હોલિડે લિસ્ટ તપાસવી ફાયદાકારક બની શકે છે.