ભારતની એકંદર નિકાસમાં ૪૦ ટકા વેપાર કરાર કરેલા દેશો સાથે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કરારને કારણે વ્યાપક બજાર જોડાણો શકય બન્યા છે અને વેપાર અવરોધો ઘટી ગયા
નવી દિલ્હી : નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની એકંદર નિકાસમાં ૪૦.૫૦ ટકા નિકાસ મુકત વેપાર કરાર કરાયેલા દેશો ખાતે થઈ હતી. આ બજારોમાં ભારતની નિકાસનો આંક ગત નાણાં વર્ષમાં ૧૭૯.૧૦ અબજ ડોલર રહ્યો હતો, એમ વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન પ્રસાદે રાજ્યસભામાં લેખિત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.
ગયા નાણાં વર્ષમાં દેશની માલસામાનની નિકાસનો આંક ૪૪૧.૭૮ અબજ ડોલર રહ્યો હતો જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૩૭.૭૦ અબજ ડોલર જોવા મળ્યો હતો. મુકત વેપાર કરારને કારણે ભારતના વેપાર ભાગીદાર દેશો સાથે વેપારમાં મજબૂતાઈ આવી છે. કરારને કારણે વ્યાપક બજાર જોડાણો શકય બન્યા છે અને વેપાર અવરોધો ઘટી ગયા છે. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતની માલસામાન તથા સેવાની નિકાસ જે ૭૭૬.૪૦ અબજ ડોલર રહી હતી તે નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં વધી ૮૬૩.૧૦ અબજ ડોલર પહોંચી ગઈ હતી.
પૂરવઠા સાંકળમાં ખલેલ તથા ભૌગોલિકરાજકીય અશાંતિ વચ્ચે પણ ગત નાણાં વર્ષમાં ભારતની નિકાસ ઊંચી રહેવા પામી હતી. યુએઈ ખાતે ભારતની નિકાસ જે વેપાર કરાર પહેલા નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૭.૩૦ અબજ ડોલર રહી હતી તે વેપાર કરાર બાદ નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં વધી ૩૭.૪૦ અબજ ડોલર પહોંચી ગઈ હોવાનું કરારના લાભો પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું.









