વિશ્વની ટોચની ઇકોમર્સ કંપનીઓ અમેઝોન V/S વોલમાર્ટ ભારતમાં ક્વિક કોમર્સ ક્ષેત્ર ઘમરોળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્વિક કોમર્સ મોડલ નોંધપાત્ર રીતે વિકસિત થયું છે, જે મૂળભૂત કરિયાણાથી આગળ વધીને ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા અને પ્રીમિયમ D2C પ્રોડક્ટ્સ જેવી ઉચ્ચ નફાવાળી બિન-ગ્રોસરી શ્રેણીઓમાં વિસ્તરી રહ્યું છે
- બ્લિનકીટ દરરોજ ૩ મિલિયન (૩૦ લાખ) ઓર્ડર પૂરા કરી રહ્યું હતું અને સ્વિગી ૧.૨૫ મિલિયન (૧૨.૫ લાખ) ઓર્ડર કરી રહ્યું હતું
- બેંગલુરુમાં, ફ્લિપકાર્ટની ઓફરિંગ હવે વિકસતી શહેરી પસંદગીઓને પહોંચી વળવા માટે પ્લાન કરે છે.જ્યારે નાના શહેરોમાં ધ્યાન મુખ્ય અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ પર જ રહેતું હોવાનું જણાય છે.
- ક્વિક કોમર્સે ભારતમાં ખરીદી કરવાની પ્રાચીન પધ્ધતિને દુર હડસેલીને ટૂંક સમયમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. જેની પાછળ ડિજીટલ ટેકનોલોજીની તેમજ સ્માર્ટફોનના વધતા વપરાશની પ્રશંસા કરવી જોઇએ લોકો પણ કશુંક નવું ઝંખતા હોય છે તેમને પણ ક્વિક કોમર્સે સંતોષ્યા છે
- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
ભારતમાં લોકો હવે ક્વિક કોમર્સ પર શિફ્ટ થઇ રહ્યા હોય એમ લાગે છે. ક્વિક કોમર્સ ક્ષેત્રે તીવ્ર સ્પર્ધા શરૂ થવા પાછળનું મુખ્ય કારણ ગ્રોસરીમાં ડિલીવરી કરતી વિશ્વની બે જાયન્ટ કંપનીઓ વોલમાર્ટ અને એમેઝોન ભારતનું માર્કેટ સર કરવા મેદાનમાં ઉતરી છે. ભારતમાં ક્વિક કોમર્સનો બિઝનેસ ૩.૬૫ અબજ ડોલરનો છે અને ૨૦૩૦ સુધીમાં તે ૧૦ અબજ ડોલર પર પહોંચવાની સંભાવના છે. વૈશ્વિક પ્લેટફોર્મ પર વૉલમાર્ટ અને એમેઝોન વચ્ચેની ગળા કાપ હરિફાઇ બહુ જાણીતી છે. ફ્લિપકાર્ટ અને એમેઝોને ભારતમાં 'ક્વિક કોમર્સ' પર દાવ અજમાવવનો શરૂ કરતાં જ ૧૦ મિનિટમાં ડિલીવરી કરવાની સ્પર્ધા વધુ ઉગ્ર બની છે. એમેઝોનના સીઇઓ એન્ટી જેસીએ ભારતમાં મુલાકાત લઇને ઇકોમર્સ ક્ષેત્રે નવા રોકાણ ની જાહેરાત કરી ત્યારથી ક્વિક કોમર્સ ક્ષેત્ર ભડકે બળી રહ્યું છે. વોલમાર્ટ ભારતમાં ગ્રાહકો વધારી રહ્યું છે તે જાણીને તેનું કટ્ટર સ્પર્ધક એમોઝોન પણ સ્પર્ધા કરવા કૂદી પડયું છે.
ઓનલાઇન કરીયાણું મંગાવનારને ત્વરીત ચીજો મળી રહેવાની છે અને સ્પર્ધાના કારણે ભાવો પણ બજાર કરતાં સસ્તાં જોવા મળશે. મહત્વનું એ પણ છે કે ક્વિક કોમર્સ મોડલ નોંધપાત્ર રીતે વિકસિત થયું છે, જે મૂળભૂત ગ્રોસરી (કરિયાણા) થી આગળ વધીને ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા અને પ્રીમિયમ ઘ૨ભ પ્રોડક્ટ્સ જેવી ઉચ્ચ નફાવાળી (રૈયર-સચયિૈહ) બિન-ગ્રોસરી શ્રેણીઓમાં વિસ્તરી રહ્યું છે.
વૉલમાર્ટની ફ્લિપકાર્ટ અને એમેઝોન ભારતમાં તેમના ક્વિક કોમર્સ વિસ્તરણને વેગ આપી રહ્યા છે જ્યારે અને સ્થાનિક કંપનીઓ સ્વિગી, બ્લિનકીટ ઝોમેટો વગેરે સાથે સ્પર્ધા કરવા માટે નાના શહેરોને લક્ષ્ય બનાવી રહ્યા છે. આ ઝડપી ડિલિવરી સેક્ટર, જે મિનિટોમાં સામાન પહોંચાડવાનું વચન આપે છે, તે ખરીદીની આદતોને બદલી રહ્યું છે. ભારતમાં બ્લિનકીટ અને સ્વિગી સ્ટોર્સની સંખ્યામાં મોખરે છે માટે આજે તે લોકપ્રિય છે. ફ્લિપકાર્ટ (વોલમાર્ટ) અને એમેઝોન તેમના ડોર્ક ,સ્ટોર્સની સંખ્યામાં વધારો કરવા મોટું રોકાણ કરવા તૈયાર થયા છે. જેમાં ફ્લિપકાર્ટ નાના શહેરોમાં સ્કીમ વગરે મુકીને ગ્રાહકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને એમેઝોન તેની અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરીનો ૩૦૦ શહેરોમાં વિસ્તાર કરી રહ્યું છે.
૩૦૦ સ્ટોર્સની સંખ્યા બહુ નાની છે. તેના જોરે ક્વિક કોમર્સ ક્ષેત્ર સાથે સ્પર્ધામાં ઉતરી શકાય એમ નથી એ જાણી ગયેલું એમેઝોન વધુ રોકાણ કરવા તૈયાર થયું હતું. કેટલાક મહિના પહેલાં બ્લિનકીટ સામે એમેઝોને બાંયો ચઢાવી હતી અને પોતાની પાસે ક્વિક કોમર્સના વધારે ગ્રાહકો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આ દાવેા ફ્લોપ સાબિત થયો હતે કેમકે બ્લિનકીટ પાસે એમેઝોન કરતાં બમણા કરતાં વધુ સ્ટોર્સ હતા.
ટૂંકમાં બ્લિનકીટની સામે એમેઝોન અને વોલમાર્ટ બંને હાંફી ગયા હતા.વોલમાર્ટે ભારતના ગ્રાહકો હસ્તગત કરવા ફ્લિપકાર્ટ સાથે પાર્ટનરશીપ કરીને ભારતના ગ્રાહકોમાં પોતાનું નામ ગાજતું કરી દીધું હતું. પરંતુ મોટા શહેરોમાં તેના સ્ટોર્સની સંખ્યા નબળી રહી હતી.
વૉલમાર્ટની ફ્લિપકાર્ટ અને એમેઝોનના પ્લાન અનુસાર તેઓ ભારતમાં નાના શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમના 'ક્વિક કોમર્સ' વ્યવસાયના વિસ્તરણને ઝડપી બનાવી રહ્યા છે. ક્વિક કોમર્સે ભારતમાં ખરીદી કરવાની પ્રાચીન પધ્ધતિને દુર હડસેલીને ટૂંક સમયમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. જેની પાછળ ડિજીટલ ટેકનોલોજીની તેમજ સ્માર્ટફોનના વધતા વપરાશની પ્રશંસા કરવી જોઇએ લોકો પણ કશુંક નવું ઝંખતા હોય છે તેમને પણ ક્વિક કોમર્સ સંતોષ્યા છે.
ફ્લિપકાર્ટ અને એમેઝોન આ ક્ષેત્રમાં મોડા પ્રવેશેલા ખેલાડીઓ છે જે ભારતમાં ખૂબ જ ઝડપથી વિકસ્યું છે અને જ્યાં કંપનીઓ આઇફોન (ૈઁર્રહીજ) થી લઈને દૂધ સુધીની દરેક વસ્તુ પડોશના વેરહાઉસમાંથી ૧૦ થી ૩૦ મિનિટની અંદર ઘરે બેઠા ડિલિવરી કરી રહી છે . હકીકત તો એ છે કે આ એક એવી ઘટના જેણે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ખરીદીની પેટર્નને બદલી નાખી છે.
એક ડેટા અનુસાર, બ્લિનકીટ પાસે ભારતમાં ૨,૨૦૦ થી વધુ સ્ટોર્સ છે, અને સ્વિગીના ઇન્સ્ટામાર્ટ પાસે ૧,૧૦૦ થી વધુ છે, ત્યારે એમેઝોન પાસે લગભગ ૩૦૦થી ૫૦૦ સ્ટોર્સ છે. ક્વિક ડિલીવરીની લડાઇમાં જેની પાસે વધુ સ્ટોર્સ હોય તે ઝડપી ડિલીવરી કરી શકે છે.
ફ્લિપકાર્ટે જણાવ્યું કે તેના સ્ટોર્સની સંખ્યા ૧,૦૦૦ ને આંબી ગઈ છે, પરંતુ તે આગામી મહિનાઓમાં તેને વધારીને ૧,૫૦૦ કરવાની યોજના ધરાવે છે.
ફ્લિપકાર્ટ નાના નગરો અને શહેરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે તેના ૧૩૦થી વધુ શહેરોના નેટવર્કનો ૭૦% હિસ્સો ધરાવે છે, તેમ ફ્લિપકાર્ટના વહિવટકારો જણાવી રહ્યા છે.
નાના શહેરોમાં લોકો પહેલાં મહિનાની ખરીદી એક સાથે કરતા હતા પરંતુ હવે અઠવાડીયાની ખરીદી ક્વિક કોમર્સ પર કરીને સસ્તા ભાવનો અને સ્કીમનો લાભ ઉઠાવે છે. એક નિવેદનમાં, એમેઝોને જણાવ્યું હતું કે તે તેની અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરી સેવા 'નાઉ' (ર્શુ) નો હાલના ૧૫ થી વધુ શહેરોથી વધારીને ૩૦૦ ભારતીય શહેરોમાં વિસ્તાર કરી રહ્યું છે.
સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ઈ-કોમર્સ એ ભારતમાં ખરીદીનું લોકપ્રિય માધ્યમ છે અને ક્વિક કોમર્સ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. જો કે, ભારત સરકારે જાન્યુઆરીમાં રાઇડર્સ (ડિલિવરી બોય્ઝ)ની સુરક્ષાની ચિંતાઓને કારણે કંપનીઓને તેમની ગ્રોસરી ડિલિવરીને '૧૦-મિનિટ' ની સેવા તરીકે પ્રમોટ કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
ફ્લિપકાર્ટના આંકડા અનુસાર નિવેદનમાં જણાવ્યું છે કે પાછલા એક વર્ષમાં તેના ઓર્ડરમાં પાંચ ગણો વધારો થયો છે, જેમાં નાના નગરો અને શહેરોમાં ૪૨ ગણું વધુ વેચાણ નોંધાયું છે.
બેંગલુરુમાં, ફ્લિપકાર્ટની ઓફરિંગ હવે વિકસતી શહેરી પસંદગીઓને પહોંચી વળવા માટે પ્લાન કરે છે.જ્યારે નાના શહેરોમાં ધ્યાન મુખ્ય અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ પર જ રહેતું હોવાનું જણાય છે. બ્લિનકીટ દરરોજ ૩ મિલિયન (૩૦ લાખ) ઓર્ડર પૂરા કરી રહ્યું હતું અને સ્વિગી ૧.૨૫ મિલિયન (૧૨.૫ લાખ) ઓર્ડર કરી રહ્યું હતું. ફ્લિપકાર્ટ દરરોજ ૮૨૦,૦૦૦ ઓર્ડર સાથે પાછળ છે, જ્યારે એમેઝોન નાઉ દરરોજ ૪૭૦,૦૦૦ ઓર્ડર મેળવે છે. આ ડેટામાં સતત ફેરફાર પણ જોવા મળે છે.
એમેઝોન ૨૦૩૦ સુધીમાં ઇં૩૫ બિલિયનના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે જે AI ડેટા સેન્ટર્સ તેમજ ઈ-કોમર્સ માટે ફાળવવામાં આવી છે. તેનો ૨૦૩૦ સુધીમાં ભારતીય વિક્રેતાઓ દ્વારા સંચિત નિકાસને ઇં૮૦ બિલિયન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક પણ છે.




