Business Plus

ભારત તથા ઈરાન વચ્ચે વેપાર વ્યવહાર વધુ રુંધાવાની બતાવાતી શક્યતા!

By GS Team
30 Aug 20263 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઈરાન સામે નવા આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા છે. ઈરાન સાથે વેપાર કરતા દેશો સામે પણ લાલ આંખ કરતા, ભારતમાંથી ઈરાન તરફ ચોખા, ચા અને ફાર્મા ઉત્પાદનોની નિકાસ કરતા વેપારીઓમાં ચિંતા વધી છે. 2018-19માં $17 બિલિયનથી વધુનો દ્વિપક્ષીય વેપાર 2025-26માં $1.60 બિલિયન થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત તથા ઈરાન વચ્ચે વેપાર વ્યવહાર વધુ રુંધાવાની બતાવાતી શક્યતા!

દેશમાં અનાજ બજારમાં તથા વિશેષરૂપ ઘઉં તથા ચોખા બજારમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. ૨૦૨૬ના વર્તમાન વર્ષમાં આરંભમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની વિવિધ દેશો માટે છાશવારો બદલાતી ટેરીફ નિતીના પગલે વિવિધ બજારોમાં અજંપો વધ્યો હતો અને ત્યાર પછી ઈરાન તથા અમેરિકા વચ્ચે યુધ્ધ શરૂ થતા તથા રશિયા અને યુક્રેન વચ્ચે પણ ઘર્ષણ ફરી વધતાં બજારોના ખેલાડીઓમાં મુંઝવણ એકધારી જળવાઈ રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઈરાન સામે વિવિધ આર્થિક પ્રતિબંધો જાહેર કરતા બજારોમાં અજંપો ફરી વધ્યાના વાવડ મળ્યા હતા. ઈરાન ઉપર આર્થિક અંકુશો ઉપરાંત ઈરાન સાથે વેપાર કરતા દેશો સામે પણ ટ્રમ્પે નારાજગી બતાવી લાલ આંખ કરતા ભારતથી ઈરાન તરફ ચોખાની નિકાસ કરતા નિકાસકારોમાં તાજેતરમાં ચિંતાની લાગણી સર્જાઈ હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું હતું. અમેરિકાએ ઈરાન સામે હવે મિલીટરી એકશનના બદલે આર્થિક અંકૂશો મારફત દબાણ લાવવાનો વ્યુહ અપનાવતાં બાસમતી ચોખા તથા ફાર્માસ્યુટીકલ ઉત્પાદનોના વેપાર પર અસર પડવાની શક્યતા બતાવાઈ રહી છે. જે દેશો ઈરાનથી ક્રૂડતેલની ઈમ્પોર્ટ કરે છે તે દેશો પર અમેરિકા તવાઈ લાવશે એવી ચેતવણી ટ્રમ્પ ઉચ્ચારી છે. આના પગલે ક્રૂડતેલ બજારમાં પણ વૈશ્વિક સ્તરે સિનારીયો ફરી બદલવાઈ જવાની નિતી પણ બજારોમાં જાણકારો બતાવી રહ્યા હતા. ભારતથી ઈરાન તરફ ચોખા ઉપરાંત ચા તથા ફાર્મા ઉત્પાદનોની નિકાસ કરાતી હોય છે અને ઈરાન તથા અમેરિકા વચ્ચે સંબંધો વણસતાં આવા નિકાસ વેપાર પર ઈમ્પેક્ટ પડતી જોવા મળી છે. જોકે અમેરિકા તથા ઈરાન વચ્ચે સંબંધો છેક૨૦૧૯થી વણસતા જોવા મળ્યા હતા તથા ત્યાર પછીના ગાળામાં ભારત તથા ઈરાન વચ્ચે થતા વેપાર વ્યવહાર પર ૨૦૨૦ના વર્ષથી જ અસર પડવાની શરૂઆત થઈ ગઈ હતી એવું ભારતના નિકાસકારોએ જણાવ્યું હતું. ભારત તથા ઈરાન વચ્ચે ઉભયપક્ષી વેપાર ૨૦૧૮- ૧૯ના વર્ષમાં ૧૭ અબજ ડોલરથી વધુ નોંધાયા પછી અમેરિકાના અંકુશો શરૂ થતા ૨૦૧૯- ૨૦ના વર્ષમાં આવા વેપારનો આંકડો ૭૧થી ૭૨ ટકા ઘટી પાંચ અબજ ડોલરની સપાટીની અંદર ઉતરી ગયો હતો તથા ત્યાર પછીના વર્ષોમાં આ આંકડો સતત ઘટતો રહી તાજેતરમાં ૨૦૨૫- ૨૬ના વર્ષમાં ૧.૬૦થી ૧.૬૫ અબજ ડોલરના મથાળે ઉતરી જતાં ઈરાન- ભારત વચ્ચે વેપારમાં નવા તળીયાઓ દેખાતા રહ્યા હતા. હવે અમેરિકાએ ઈરાન પર આર્થિક અંકુશો વધુ કડક બનાવ્યા છે ત્યારે વેપારનાઆ આંકડાઓ શું હજી વધુ નીચા ઊતરશે? એવો પ્રશ્ન વિશ્વબજારના જાણકારોમાં પુછાતો થયો છે! ૨૦૨૦-૨૧માં આ આંકડો ૨.૧૦ અબજ ડોલર થયા પછી ૨૦૨૧- ૨૨માં આ આંકડો વધુ ઘટી ૧.૯૧ અબજ ડોલર થયો હતો. જોકે ત્યાર બાદ ૨૦૨૨- ૨૩માં અંકુશો હળવો થતા આ વેપાર ફરી વધી ૨.૩૩ અબજ ડોલર થયો હતો. જોકે ત્યાર પછી ૨૦૨૩- ૨૪માં આ વેપાર ફરી ઘટી ૧.૮૫ અબજ ડોલર નોંધાયો હતો. જે ૨૦૨૪- ૨૫તથા ૨૦૨૫- ૨૬માં વધુ ઘટાડા પર જોવા મળ્યો હતો. ભારત તથા ઈરાન વચ્ચેનો વેપાર વ્યવહાર મોટાભાગે દુબઈ પોર્ટે થઈને થતો હોય છે. ૨૦૨ના પ્રથમ છ મહિનામાં ભારતથી ઈરાન તરફ બાસમતી ચોખાની નિકાસ આશરે ૩૮૩૦ લાખ ડોલર જેટલી થઈ હતી જે હવે વર્ષના ઉત્તરાર્ધમાં ઘટવાની શક્યતા વિશ્વબજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ૨૦૨૬ના પ્રથમ છ મહિનાના ગાળામાં ભારતમાં ઈરાન ખાતેથી આશરે ૭૦૭૦ લાખ ડોલરના ક્રૂડ ઓઈળની ઈમ્પોર્ટ થઈ હતી જેના પર હવે નેગેટીવ ઈમ્પેક્ટ સર્જાવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.