Business Plus

૨૦૨૬માં વિશ્વનો સૂચિત આર્થિક વૃદ્ધિ દર નબળો રહેવાની વકી

By GS Team
16 Aug 20263 mins read
TukuTouch Logo
૧૯૫ રાષ્ટ્રો ધરાવતુ જગત કટોકટીને આરે છે. જગતના રાષ્ટ્રો એકબીજા સાથે લડી રહ્યા છે અને ઘણા એકબીજાની સરહદો ખૂંચવી લેવા માગે છે. જગતનું મીલીટરી બજેટ ઉત્તરોત્તર વધતું જાય છે. જગતમા પશ્ચિમ યુરોપના દેશો સૌથી શાણા છે. તેઓએ વસાહતવાદ (કોલોનીઆલીઝમ) છોડવો પડયો છે કારણ કે તેમની વસાહત (કોલોનીઝ)માં રહેતા લોકોએ તેમની સામે પ્રચંડ આંદોલન કર્યા અને તે આંદોલનો સફળ થયા જેમા ભારત ૧૯૪૭મા આઝાદ થયું. આ વસાહતો હજી આર્થિક સમૃદ્ધી ઊભી કરવામા પશ્ચિમ જગતના દેશો કરતાં ઊણી સાબીત થઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૨૦૨૬માં વિશ્વનો સૂચિત આર્થિક વૃદ્ધિ દર નબળો રહેવાની વકી

અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

૧૯૫ રાષ્ટ્રો ધરાવતુ જગત કટોકટીને આરે છે. જગતના રાષ્ટ્રો એકબીજા સાથે લડી રહ્યા છે અને ઘણા એકબીજાની સરહદો ખૂંચવી લેવા માગે છે. જગતનું મીલીટરી બજેટ ઉત્તરોત્તર વધતું જાય છે. જગતમા પશ્ચિમ યુરોપના દેશો સૌથી શાણા છે. તેઓએ વસાહતવાદ (કોલોનીઆલીઝમ) છોડવો પડયો છે કારણ કે તેમની વસાહત (કોલોનીઝ)માં રહેતા લોકોએ તેમની સામે પ્રચંડ આંદોલન કર્યા અને તે આંદોલનો સફળ થયા જેમા ભારત ૧૯૪૭મા આઝાદ થયું. આ વસાહતો હજી આર્થિક સમૃદ્ધી ઊભી કરવામા પશ્ચિમ જગતના દેશો કરતાં ઊણી સાબીત થઇ છે.
વળી જગતની વસતી ઇ.સ. ૧૯૦૦મા માત્ર ૧૬૦ કરોડ હતી જે હવે ૨૦૨૬મા તે ૮૩૦ કરોડ પર પહોંચી ગઇ છે. તેમા એક સારી બાબત એ બની છે કે ૧૯૬૦ના દાયકામા જગતની વસતી વધારાનો દર વાર્ષીક ૨ ટકા હતો તે હવે વાર્ષીક .૮૩ ટકા પર પહોંચી ગયો છે. પરંતુ અત્યારના જગતમા સૌથી નિરાશાજનક વાત એ છે કે જગતના દેશો વચ્ચે આર્થિક અસમાનતા વધતી જાય છે. ક્યાં અમેરીકાની સરાસરી માથાદીઠ આવક ૯૦,૦૦૦ ડોલર્સથી પણ વધારે અને ક્યાં ભારતની આવક માત્ર એક હજાર ડોલર્સથી પણ ઓછી.
૨૦૨૬મા જગતનો સૂચિત આર્થિક વૃદ્ધિદર નબળો રહેશે. ભારતમા ૨૦૨૬મા ફા.વ. (એપ્રીલના ૨૦૨૬થી માર્ચ ૩૧ ૨૦૨૭) દરમિયાન ભારતનો આર્થિક વૃદ્ધિદર ૬.૪ ટકા કે ૬.૬ ટકા રહેશે જે સન્માનીય વૃદ્ધિ દર ગણી શકાય જ્યારે અન્ય ઘણા દેશોનો આર્થિક વૃદ્ધિદર કેલેન્ડર વર્ષ (૧લી જાન્યુઆરી ૨૦૨૬થી ૩૧મી ડીસેમ્બર ૨૦૨૬) દરમિયાન ઘણો નીચો રહેશે. ૨૦૨૬ના કેલેન્ડર વર્ષ દરમિયાન અમેરિકાનો અંદાજીત વૃદ્ધિ દર માત્ર ૨.૧ થી ૨.૩ ટકા રહેશે (અલબત્ત તેનો જીડીપીનો બેઝ પ્રચંડ મોટો હોવાથી આટલો નીચો વૃદ્ધિ દર પણ તેની જીડીપીમા પ્રચંડ વધારો કરશે) ૨૦૨૬ના કેલેન્ડર વર્ષમા બ્રાઝીલનો અંદાજીત વૃદ્ધિ દર ૧.૯ ટકા, સાઉદી અરેબીયાનો ૩.૧ ટકા,જર્મની અને જાપાનનો માત્ર .૯ ટકા (પૂરો એક ટકો પણ નહી), અને યુ.કે.નો તે માત્ર .૮ ટકા રહેશે.
ભારતમા ફુગાવાનો દર અપેક્ષિત દર માત્ર ૨.૧ ટકા રહેશે. જગતમા રશિયન સામ્યવાદી સત્તાના ૧૯૯૧મા વળતાપાણી થયા અને સામ્યવાદી અર્થકારણ સારૂ કે મૂડીવાદી અર્થકારણ સારૂ તે ચર્ચાનો અંત આવ્યો.
એક આઈડીઓલોજી તરીકે સામ્યવાદ અને કોર્પોરેટ મૂડીવાદ બન્ને ડીસક્રેડીટ થઇ ચૂક્યા છે. પરંતુ મૂડીવાદે પોતાનું સ્વરૂપ કાંઈક અંશે બદલ્યું છે અને પશ્ચિમ યુરોપના ઘણા રાષ્ટ્રો કલ્યાણરાજ્યો બની ગયા જેમણે પ્રજાજનોને ફ્રોમ ક્રેડલ ટુ ગ્રેવ (ઘોડિયાથી કબર સુધીની) સેવાઓ પૂરી પાડી જ્યારે સામ્યવાદ બદલાયો નથી. અત્યારે પણ જગતના દરેક સામ્યવાદી દેશના ક્રૂર તાનાશાહો રાજ કરે છે જ્યારે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, સ્વીત્ઝર્લેન્ડ, ડેન્માર્ક, નોર્વે, સ્વીડન, હોલેન્ડ, યુ.કે. જેવા દેશોએ લોકશાહીને સાચવીને કલ્યાણરાજ્યો ઉભા કર્યા છે. પરંતુ કલ્યાણ રાજ્યોમા આર્થિક અસમાનતા ભારોભાર છે અને વધતી જાય છે.
જગતના સામ્યવાદી દેશો તેઓના નેતાઓ 'ટાઈમલેસ' સત્તા પર ચઢી બેઠા છે. વળી ભારતમા બહુ આયામી ગરીબી હેઠળ જીવતા લોકોની સંખ્યા જે ૨૦૦૫-૨૦૦૬મા ૫૫.૩ ટકા હતી તે ૨૦૨૨-૨૦૨૩ના ફાયનાન્સીઅલ વર્ષમા ઘટીને ૧૧.૮ ટકા થઇ ગઈ છે. ૨૦૨૫ના ફાયનાન્સીયલ વર્ષમા પ્રાથમીક, સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશની ટકાવારી અનુક્રમે ૯૦.૯ ટકા, ૯૦.૩ ટકા અને ૭૮.૭ ટકા પર પહોંચી ગઇ છે જે દર્શાવે છે કે શાળાઓમાંથી વિદ્યાર્થીઓના ડ્રોપ-આઉટની સંખ્યા ઘટી રહી છે. તે ઉપરાંત ભારતમા બહુ આયામી ગરીબોની ટકાવારી જે ૨૦૦૫-૨૦૦૬મા ૫૫.૩ ટકા હતી તે ૨૦૨૨-૨૦૨૩મા ઘટીને ૧૧.૨૮ ટકા થઇ ગઈ છે.