Business Plus

અર્થકારણ અને રાજકારણની દ્રષ્ટિએ નક્સલવાદ નિષ્ફળ

By GS Team
28 Jun 20263 mins read
TukuTouch Logo
ભારતમાં નક્સલવાદનો ઇતિહાસ 1967માં પશ્ચિમ બંગાળના નક્સલવાડી વિસ્તારથી શરૂ થયો. ભૂતકાળમાં ચાર રાજ્યોમાં ફેલાયેલ નક્સલવાદ, જે હાલ છત્તીસગઢ અને તેના પડોશી રાજ્યોમાં સક્રિય છે, તે લોકશાહીનો દુશ્મન છે. આ ઉગ્રવાદી સંગઠન સામાજિક ન્યાયના નામે હિંસક પ્રવૃત્તિઓ કરે છે, જેનો મુખ્ય હેતુ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા સત્તા હડપવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અર્થકારણ અને રાજકારણની દ્રષ્ટિએ નક્સલવાદ નિષ્ફળ
  • અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
  • ભૂતકાળમાં નક્સલવાદ ભારતના ચાર રાજ્યોમાં ફેલાયેલો જોવા મળતો હતો

નક્સલવાદ : એકસ્ટ્રીમ લેફ્ટ ભારત લોકશાહી દેશ છે જેમાં બીનલોકશાહી અને હિંસક રાજકીય પ્રવૃત્તીઓ કે પક્ષોને કોઇ સ્થાન નથી. ધર્મ આધારીત રાજકારણ કે અર્થકારણ લાંબે ગાળે સમાજનું ધુ્રવીકરણ કરે છે અને લોકશાહીને નબળી કરે છે પરંતુ લોકશાહી યુનિવર્સલ મતદાન પ્રથાને વરેલી હોવાથી લોકશાહી સેલ્ફ કરેક્ટીંગ છે જેથી લોકશાહી આત્યંતીક (એકસ્ટ્રીમ) બની જાય તે શક્યતા ઓછી છે જ્યારે બીનલોકશાહી ડાબેરી સરકારો 'સેલ્ફ કરેકટીંગ' બની શક્તી નથી. જુઓ તો ખરા કે રશિયાવાળા પુટીન, ચીનમા શી જિંપિંગ અને ઉત્તર કોરિયાના કીમ જોંગ તેમના દેશમાં જીવનભરની સત્તા પર ચઢી બેઠા છે અને તેમની સત્તાને પડકારનારા અદ્રશ્ય થઇ ગયા છે. ભારતમા નક્સલવાદી પ્રવૃત્તીઓને આપણે ફાર લેફ્ટ એટલે કે આત્યંતિક ડાબેરી ગણી શકીએ જ્યારે ભારતમા ડાબેરી રાજકીય પક્ષો (સીપીઆઈ અને સીપીએમ) લોકશાહી અંગે ભારતમા સામ્યવાદ લાવવા માગતા હોવાથી જેમને લેફ્ટ એટલે કે ડાબેરી ગણી શકાય.
લોકશાહીનો દુશ્મન નક્સલવાદ : ક્રૂર અને હિંસક રાજકીય પ્રવૃત્તીઓને માઓવાદ, નક્સલવાદ, બીલ્ડર્સ ઓફ રેડ કોરીડોર કે રેડીકલ ચેઇન્જ એજન્ટ જેવા ફેન્સી નામો આપવાથી તેઓને કોઈપણ જાતની લેજીટીમસી મળી જતી નથી. ભૂતકાળમા નક્સલવાદ ભારતના ચાર રાજ્યોમા પ્રસર્યો હતો. અત્યારે પણ જે કોઈ નક્સલવાદ બચી ગયો છે તેનું મુખ્ય કેન્દ્ર છત્તીસગઢ છે જ્યાંથી તે તેની પડોશના ચાર રાજ્યોમા (આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા અને ઝારખંડ) ફેલાઈ ગયો હતો. નક્સલવાદીઓ આર્મ્ડ રીવોલ્યુશનમા માને છે. નક્સલવાદીઓ સામાજીક ન્યાય (સોશીયલ જસ્ટીસ) માટે લડે છે તે 'મીથ' તેઓએ જ ઊભુ કરેલું છે. નક્સલવાદને લોકશાહી રાજકારણમાં જરા પણ વિશ્વાસ નથી. લેફ્ટ વિચારસરણીના નમે તો લૂંટારૂઓની ટોળકી બની ગયો હતો અને હજી તેમ છે.
નક્સલવાદ : નક્સલવાદની શરૂઆત પશ્ચિમ બંગાળના નકસલવાદી વિસ્તારમાં ૧૯૬૭માં થઇ તેની શરૂઆત હિંસક અને લડાયક (મીલીટન્ટ) હતી. તે પછી પશ્ચિમ બંગાળના માર્ક્સવાદી ચિંતક ચારૂ મજમુદાર, જંગલ સાંથાલ અનેકનું સન્યાલે કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયા (માર્કસીસ્ટ - લેનીનીસ્ટ) ની ૧૯૬૯મા સ્થાપના કરી જેનો હેતુ ભારતમા સશસ્ત્રક્રાંતિ (આર્મ્ડ રીવોલ્યુશન)નો હતો. ઇ.સ. ૧૯૭૨મા ચારૂ મજમુદાર અવસાન પામ્યા તે પછી છેક ૨૦૦૪મા કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયા (માઓવાદી)ની સ્થાપના થઇ આ પક્ષ પીપલ્સ વોર ગુ્રપ અને માઓવાદી કોમ્યુનીસ્ટના મીશ્રણમાંથી ઊભો થયો તો તેણે હિંસક રેડ કોરીડોરની રચના કરી. નક્સલવાદને આત્યંતિક ડાબેરી (એક્સ્ટ્રીમ લેફ્ટી) વિચારસરણી ગણી શકાય જેને પાર્લામેન્ટરી લોકશાહી સાથે કોઈ લેવા દેવા નથી.
૧૯૧૭મા રશિયામા કોમ્યુનીસ્ટ રીવોલ્યુશન થયુ તેને કામદારો (ઇન્ડસ્ટ્રીયલ લેબર)ની ક્રાંતિ ગણવામા આવે છે. જ્યારે નક્સલવાદી મુવમેન્ટ જમીનદારો સામે જમીનવિહોણા ખેડૂતોની હતી. તે ભૂમિહીન કિસાનોની મુવમેન્ટ હતી જેણે જમીનનદારોને 'ક્લાસ એનીમીઝ' ગણ્યા જ્યારે રશીયન રીવોલ્યુશનમા મૂડીવાદીઓને કલાસ એનીમીઝ ગણવામાં આવ્યા હતા. ઇસ. ૧૯૮૦મા આંધ્રમા કોન્ડાપલ્લી સીતારામને પીપલ્સ વોર ગુ્રપની રચના કરી અને તેનો ધરીરૂપ વિચાર માઓની થીયરી હતી જેને આધારે જમીન વિહોણા લોકોએ જમીનદારોની જમીન હિંસક રીતે પડાવી લેવાનું એલાન હતું. નક્સલવાદીઓ તેમના વિસ્તારમાં જે ખાણો આવેલી હતી તેના ખંડણીખોર બની ગયા. ૨૦૧૦ના એપ્રીલમૉ એક ગમખ્વાર બનાવ બન્યો જેમા નક્સલવાદીઓએ છત્તીસગઢમા સીઆરપીએફ જવાનો પર હુમલો કરી સીઆરપીએફના ૭૬ જવાનોને મારી નાખ્યા. ૨૦૦૪થી ૨૦૧૪ની સરકાર નક્સલવાદને નાબૂદ કરવામા નિષ્ફળ ગઈ. કોઈપણ હિંસક સંસ્થાને રૂપાળુ નામ આપવાથી તે નિર્દોષ બની જતી નથી.