બજારની વાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અપગ્રેડે 200 મિલિયન ડોલરમાં અનએકેડેમી ખરીદી
રોની સ્ક્રૂવાલાના નેતૃત્વ હેઠળ ચાલતી અપગ્રેડે એડ ટેક કંપની
અનએકેડેમીને માત્ર ૨૦૦ મિલિયન ડોલરમાં ખરીદી છે. માત્ર એટલા માટે કહ્યું છે કે એક તબક્કે અનએકેડેમીની વેલ્યુએશન ૩.૪૪ અબજ આંકવામાં આવી હતી. અનએકેડેમીના કો ફાઉન્ડર ગૌરવ મુંજાલે ગયા અઠવાડીયે કહ્યું હતું કે બે કંપનીઓ વચ્ચેનું ડીલીંગ શરૂ થઇ ગયું છે. અનએકેડેમીનું વેલ્યૂએશન કોવીડ બાદ ઘટવા લાગ્યું હતું. UPSC, JEE, NEET and GATE જેવા હાયર એેજ્યુકેશનમાં જેવા કાર્સ તે ચલાવતી હતી. હવે જ્યારે અપગ્રેડ પાસે અનએકેડેમી આવી ગઇ છે ત્યારે ઓનલાઇન એજ્યુકેશન ક્ષેત્રે તે વધુ સારૂં કામ કરશે.
યુપીઆઇ કન્ફર્મેશન માટે સાઉન્ડ બોક્સ
યુપીઆઇ પેમેન્ટ કરતી વખતે સાઉન્ડ આવે છે કે પેમેન્ટ કરેલી રકમ મળી છે. ટોન ટેગ નામની બેંગલુરૂ સ્થિત કંપની સાઉન્ડ બોક્સને બેંકની મીની બ્રાન્ચ બનાવવાનો આઇડયા કરી રહી છે. સામાન્ય રીતે પેમેન્ટ કરીયે એટલે વેપારી સાઉન્ડ બોક્સ પરના વોઇસ મેસેજની રાહ જુવે છે. જો સાઉન્ડ બોક્સ કોઇ જવાબ ના આપે તો વેપારી પોતાના મોબાઈલમાં પેમેન્ટ આવ્યું છેકે નહીં તે ચેક કરી લે છે. નવું સાઉન્ડ બોક્સ આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ આધારીત હશે. નવું સાઉન્ડ બોક્સ પેમેન્ટ કરનારને કહેશે કે ખોટું શું થયું છે.અટવાયેલા પેમેન્ટ માટે બેંકમાં જવાનું નહીં રહે. ગયા જુલાઇ માસમાં ટોન ટેગ કંપનીએ નામનું ડિવાઇસ બજારમાં મુક્યું છે જેમાં બે ડિવાઇસ એકબીજા સાથે વાતચીત કરી શકશે.દેશના ૭૦ મિલિયન એમએસએમઇને તે ટાર્ગેટ કરશે.
રીલાયન્સનું બોમ્બે ક્રિમરી
રીલાયન્સ વધુ એક ક્ષેત્રે પ્રવેશી રહ્યું છે. નવું ક્ષેત્રે આઇસક્રીમનું છે. બોમ્બે ક્રિમરી નામની બ્રાન્ડનો કોન ૧૦ રૂપિયાથી શરૂ થશે. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીની એફએમસીજી બ્રાન્ચના આઇસક્રીમ બજારમાં જોવા મળશે. શરૂઆતમાં તે પશ્ચિમ ભારતને ટાર્ગેટ કરશે. કંપનીએ જાહેર કર્યું છે કે પોતે વૈેશ્વિકસ્તરની ક્વોલિટી પરવડે તેવી કિંમતે આપશે. રીલાયન્સ પાસે એફએમસીજીનું નેટવર્ક તૈયાર છે જે તેને સપ્લાય ચેનમાં ઉપયોગી બની રહેશે.આઇસક્રીમ ક્ષેત્રે અનેક બ્રાન્ડ જોવા મળે છે. રીલાયન્સે આઇસક્રીમ ક્ષેત્રે વર્ષોથી જામેલી બ્રાન્ડ સાથે તેમજ દરેક શહેરની સ્થાનિક બ્રાન્ડ સાથે પણ ટકરાવવાનું રહેશે.
વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડ તરીકે ..અમુલ
અમુલ બ્રાન્ડ ૨૦૨૬માં વિશ્વની સૌથી મજબૂત બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. જે ભારત તથા ગુજરાત માટે ગૌરવની વાત છે.જે આર્થિક ક્ષમતાની દ્રષ્ટીએ ચીનની બ્રાન્ડ રૂૈનૈ ડેરી ક્ષેત્રે વિશ્વમાં સૌથી વધુ વેલ્યૂ ધરાવતી બ્રાન્ડ છે. અન્ય ગ્લોબલ બ્રાન્ડમાં વિનામિલ્ક (વિયેટનામ), વેલિયો(ફિનલેન્ડ) વગેરેનો સમાવેશ થાય છે. ડેરી ક્ષેત્રે વિશ્વની સ્ટ્રોંગ બ્રાન્ડ બનેલી અમુલ સાથે સ્પર્ધામાં વિશ્વની અન્ય બ્રાન્ડ પણ હતી. બ્રાન્ડ ફિનાન્સમાં બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. ૧૦૦ બાન્ડમાંથી ૯૩ તો કોઓપરેટીવ ડેરી સાથે સંકળાયેલી હતી. અમુલને ૯૩ પોઇન્ટ વિયેટનામની વિનામિલ્કને ૮૯.૬ જ્યારે ફિનલેન્ડની વેલિયો બ્રાન્ડને ૮૮.૩ અને ચીનની યેલી બ્રાન્ડને ૮૫ પોઇન્ટ મળ્યા હતા.
એપલના નવા CEO હેલો બોલ્યા અને..
એેપલના સીઇઓ ટીમ કૂક પહેલી સપ્ટેમ્બરે નિવૃત્ત થતા તેમની જગ્યાએ આવેલા નવા સીઇઓ જ્હોન ટર્નસે હવાલો સંભાળતાંજ ઠ પર હેલો કહેતાંજ ૨.૬ મિલિયન લોકો તેમની સાથે જોડાયા હતા. ટોચના લોકોએ પણ તેમને વેલકમ કર્યા હતા. ટેસ્લાના ઇલોન મસ્કે વેલકમ લખ્યું હતું તો વ્હાઇટ હાઉસના છૈં એડવાઇઝર શ્રીરામકૃષ્ણને પણ તેમને આવકાર્યા હતા. જ્હોન ટર્નસ ૫૦ વર્ષના છે અને ૨૫ વર્ષથી તે એપલ સાથે જોડાયેલા છે. ૨૦૦૧માં તો કંપનીના પ્રોડકટ ડિઝાઇન ટીમમાં હતા અને ૨૦૧૩માં તે હાર્ડવેર એન્જીન્યરીંગ ડિપાર્ટમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ હતા. એપલના સીઇઓનો પગાર અંદાજે ૭૫ મિલિયન ડોલર હોય છે.
બાબા રામદેવ આઇટી બિઝનેસમાં આવશે?
પતાંજલિ ફેમ યેાગ ગુરૂ બાબા રામદેવ હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે પણ આવી રહ્યા હોવાના અહેવાલો છે. રોલ્ટા ફર્સટ નામની કંપની ૨૦૨૬માં વિદેશી દેવું નહીં ચૂકવી શકવાના કારણે ડિફોલ્ટરની યાદીમાં છે. યુનિયન બેંકે કંપનીને એનસીએલટીમાં લઇ જતાં પતાંજલિ આયુર્વેદે તે ખરીદવામાં રસ બતાવ્યો છે.બાબા રામદેવે ૮૩૦ કરોડ રોકડાની ઓફર કરી છે.પૂણે સ્થિત કંપનીએ કરેલી સૈાથી ઉંચી ઓફર કર્યા બાદ પતાંજલિએ પોતાની ઓફર મુકી છે. યુનિયન બેંકના કંપની પાસે ૭,૧૦૦ કરોડ રૂપિયા માંગે છે. કહે છેકે ઓફર કરનારાની નજર રોલ્ટાની મુંબઇ ખાતેની રીયલ એસ્ટેટ પર નજર છે.




