Business Plus

ચાર વર્ષ બાદ ઘઉંની નિકાસમાં ભારે તકથી બજારમાં ઉત્સાહ

By GS Team
6 Sep 20263 mins read
TukuTouch Logo
ભારતે 4 વર્ષ પછી ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે, જેનાથી નિકાસકારોને રાહત મળી છે. ચાલુ વર્ષે 1.5 અબજ ડોલરથી વધુનો વિદેશી વેપાર શક્ય બનશે. 2025-26માં 120 મિલિયન ટન રેકોર્ડ ઉત્પાદન સાથે ભારત ઘઉં ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. બાંગ્લાદેશ મુખ્ય બજાર છે. સરકારે 50 લાખ ટન ઘઉં અને 10 લાખ ટન આટાની નિકાસને મંજૂરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચાર વર્ષ બાદ ઘઉંની નિકાસમાં ભારે તકથી બજારમાં ઉત્સાહ

કોમોડિટી કરંટ
લગભગ ચારેક વર્ષો બાદ હવે ઘઉંની નિકાસ ઉપરનો પ્રતિબંધ સંપૂર્ણ પણે ઉઠાવી લેતાં નિકાસકારોએ હાશકારો અનુભવ્યો છે. ઘઉં સાથે સાથે તેની બનાવટો આટો, મેદો, સોજી જેવી વસ્તુઓને પણ નિકાસ માટે લીલી ઝંડી આપતાં આ વર્ષે લગભગ દોઢ અરબ ડોલરથી વધુ કિમતનો ઘઉનો વિદેશી વેપાર શક્ય બને છે. ભારતે વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ૧૨૦ મિલીયન ટનની આસપાસનું રેકોર્ડબ્રેક ઉત્પાદન ઘઉનું કર્યું છે. જેથી આજથી સ્થિતિએ ભારત ઘઉના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ભારતીય ઘઉની નિકાસ માટે સૌથી મજબૂત બજાર પાડોશી દેશ બાંગ્લાદેશ છે. સાથે સાથે મિસ્ત્ર, ઈન્ડોનેશિયા, અલ્જીરિયા, મોરક્કો, ફિલીયીન્સ જેવા દેશોમાં ભારતીય ઘઉંની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન લગભગ ૬.૭ મિલીયન ટન ઘઉની નિકાસ બાંગ્લાદેશમાં કરવામાં આવી હતી. ભારતમાં કુલ ઉત્પાદન પૈકી લગભગ ૫૧ મીલીયન ટન ઘઉનો જથ્થો સરકારી ગોડાઉનોમાં રિઝર્વ છે. જ્યારે ખાનગી વેપારીઓ તથા સ્ટોકિસ્ટો મળીને કુલ સાત થી આઠ મિલીયન ટનનો સ્ટોક હોવાનો અંદાજ છે. દેશમાં સ્થાનિક વપરાશ માટે લગભગ ૧૦૦ થી ૧૧૧ મિલીયન ટન જથ્થાની સામાન્ય જરૂરિયાત છે. એટલે કે દશેક મિલીયન ટન વધારાનો ઘઉ જથ્થો સરપ્લસ રહે તે નિકાસ માટે ઉપલબ્ધ હોવાની પ્રાથમિક ગણતરીને આધારે સરકારે ઘઉની નિકાસ માટે ચાર વર્ષે લીલી ઝંડી આપી છે. વિદેશી વેપાર હરિફાઈમાં પણ આ વર્ષે ભારતીય ઘઉના સરેરાશ લગભગ ૨૬૮ ડોલર પ્રતિ ટન આસપાસ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘઉના ભાવો ૩૦૦ ડોલર પ્રતિ ટન ઉપરાંતના હોવાથી વૈશ્વિક સ્તરે ભારતીય ઘ.ં બજાર સસ્તુ હોવાથી ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. આ સંજોગોમાં સરકારે નિતિમાં બદલાવ કરીને ઘઉની કુલ ૫૦ લાખ ટનનો જથ્થો અને ૧૦ લાખ ટન આટા જેવા ઉત્પાદનોની નિકાસ માટે મંજુરી આપવામાં આવી હોવાના અહેવાલો છે.
બીજી તરફ એગ્રી કોમોડિટી સેક્ટરમાં કૃષિ બજારો તહેવારોની સીઝનને કારણે મોટેભાગે બંધ સ્થિતિમાં રહ્યાં હતા. આ સંદર્ભે કોમોડિટી જાણકાર જયવદનભાઈ ગાંધી વધુમાં જણાવે છે કે મસાલા કોમોડિટીમાં મોટે ભાગે ઘરાકીના અભાવે મંદીનો માહોલ છે. ખાડી દેશોમાં યુધ્ધના ભયને લીધે મુક્તપણે વેપારનો અભાવ છે. જરૂરિયાત મુજબના વેપારો છે. આવન-જાવન ખર્ચ પણ બે થી ત્રણ ગણો વધારો ઉપરાંત સો ટકા જોખમી વેપાર હોવાથી નિકાસ લગભગ ઠપ્પ છે. જો કે હળદર તથા ઈલાયચી જેવી ચીજોમાં પુરવઠા સામે માંગ વધુ હોવાથી બંને ચીજોમાં તેજીનો પવન ચાલી રહ્યો છે. તહેવારોની સીઝનમાં ઈલાયચીની જરૂરિયાત બમણી કરતાં વધતી હોવાથી ભાવો સારી એ ગ્રેડ ક્વોલિટીના પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૪૫૦૦ની પાર થયા છે. ભારતમાં કેરળ તથા અમેરિકા પાસે ગ્વારેમાલા વિસ્તારમાં ઈલાયચીનું મુખ્યત્વે ઉત્પાદન થાય છે. અલનીનોની અસરને કારણે આ વખતે ઉત્પાદનમાં ઘટાડો થતાં બજારની તેજી તરફી જઈ રહી છે. આ વખતે સીઝનમાં વધારેમાં વધારે ૩૫ થી ૪૦ હજાર ટનનું ઉત્પાદન થવાની ગણત્રી છે. જો અલનીનીનો અસર વધુ રહે તો બજાર પાંચ હજારની સપાટી પણ કુદાવે તેવી સંભાવના બજારમાં તેજ છે.
દરમ્યાન આજકાલ હળદર બજારમાં તેજી નોંધપાત્ર રીતે ઉછળી છે. બાંગ્લાદેશ, ચેની, ઓમાન, નાઈઝીરિયા, શ્રીલંકા જેવા દેશોમાંથી ડિમાન્ડ વધુ રહેતાં હળદર વાયદો પ્રતિ ક્વિન્ટલે ૨૦૫૦૦ રૂપિયા સુધી ઉંચા સ્તરે રહ્યાં છે. છેલ્લાં ત્રણેક માસમાં ૨૮ થી ૩૦ ટકાનો ઉછાળો રહ્યો છે. ભાવો વધતાં નફારૂયી વેચવાલીનું પ્રેસર રહેતાં હાજર બજારોમાં હળદરની આવકો વધારો રહ્યો છે. અલનીનોને કારણે દુકાળ પડે તો હળદર બજારમાં તેજી વધુ ઉછળે તેવી શક્યતાઓ બજારમાં ભારે ચર્ચાસ્પદ રહી છે.