Business Plus

35 વર્ષ પહેલાં ભારતને આર્થિક દેવાની નાગચૂડમાંથી મુક્ત કરાવનાર જોડી મનમોહન : નરસિંહરાવ

By GS Team
26 Jul 20267 mins read
TukuTouch Logo
1991માં ભારત આર્થિક સંકટમાં ફસાયું હતું, ત્યારે દેશ પાસે માત્ર 3 અઠવાડિયા ચાલે તેટલું વિદેશી હૂંડિયામણ હતું. વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ અને નાણામંત્રી મનમોહન સિંહે દેશનું 67 ટન સોનું ગીરવે મૂકી આશરે $600 મિલિયન મેળવ્યા. આ સાથે જ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ (LPG)ની નીતિઓ અપનાવી ભારતીય અર્થતંત્રને પાટા પર લાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

35 વર્ષ પહેલાં ભારતને આર્થિક દેવાની નાગચૂડમાંથી મુક્ત કરાવનાર જોડી મનમોહન : નરસિંહરાવ
  • કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
    કોઇ કંપની આર્થિક રીતે નબળી પડે તો કંપનીના ટોચના લોકો સાથે બેસીને પૈસા ક્યાંથી લાવવા અને બેંકના દેવા કેવી રીતે ચૂકવવા વગેરે પર બંધ બારણે ચર્ચા કરતા હોય છે. કંપની આર્થિક રીતે નબળી પડી છે તે વાત બહાર બજારના લોકો સુધી ના પહોંચે તેની ખાસ સૂચના અપાય છે. પરંતુ કંપનીના માલિકો સ્ટાફનો પગાર ચૂકવવાના ધાંધીયા કરે અને કરકસરના પગલાં લે એટલે લોકોને ખ્યાલ આવી જાય કે કંપની દેવામાં ડૂબી છે. આતો કોઇ એક કંપનીની વાત થઇ પરંતુ આપણા દેશની દશા પણ ૧૯૯૦ના દાયકામાં આવી જ હતી. ત્યારે ભારત પાસે માત્ર ત્રણ અઠવાડિયાના પૈસા બચ્યા હતા.
    બોલિવૂડની ફિલ્મો બનાવનારાની નજરમાં આ મુદ્દો કેમ નથી આવ્યો તે આશ્ચર્યની વાત છે. દેવામાં ડૂબેલા ભારત દેશને કેટલાક હોંશિયાર અર્થશાસ્ત્રીઓેએ કેવી રીતે બહાર કાઢયો તે ભારતના આર્થિક દેવાની આ વાત કચકડાની ફિલ્મ પર આવી હોત તો આંદોલન કરી રહેલા યુવાનોને ખ્યાલ આવત કે દેશ સમૃધ્ધિના ટ્રેક પર આસાનીથી નથી આવ્યો. તે માટે બહુ મહેનત કરવી પડી છે. ૨૦૧૪થી મોદી સરકાર આર્થિક પગલા બિન્દાસ્ત બની લેતી હતી કેમકે તેની પાસે બહુમતી હતી. એટલેજ આજે દેશ વિશ્વમાં ચોથા નંબરનું આર્થિક તંત્ર બની ગયો છે. ૨૦૧૬માં ભારતે અપનાવેલા સ્ટાર્ટઅપ પ્રોગ્રામના કારણે અનેક યુવાનોને આગળ વધવાની તક મળી હતી અને પરંપરાગત બિઝનેસને સાઇડમાં રાખીને ઇનોવેટીવ બિઝનેસ જોવા મળ્યા હતા.
    ૧૯૯૧માં આર્થિક સુધારણાના પગલાં લેવાયા ત્યારે દેશ સોનું ગીરવે મુકનાર દેશ તરીકે પંકાયો હતો.
    જૂન ૧૯૯૧ સુધીમાં, વિદેશી હૂંડિયામણનું અનામત ભંડોળ ઘટીને આશરે ૨,૪૦૦ કરોડ થઈ ગયું હતું (આજે ઇં૬૬૬.૯૩૩ અબજ ડોલર છે)-- જે માત્ર ત્રણ અઠવાડિયાની આયાત આવરી લેવા માટે પૂરતું હતું. ફુગાવો ૧૩ ટકાથી ઉપર ચાલી રહ્યો હતો (આજે ૫.૩૨ ટકા) . ઓગસ્ટ ૧૯૯૦ માં ઇરાકે કુવૈત પર આક્રમણ કર્યા પછી તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. ગલ્ફ (અખાતી દેશો) માં કામ કરતા ભારતીય કામદારો તરફથી આવતી રકમ (રેમિટન્સ), જે વિદેશી ચલણનો એક મુખ્ય સ્ત્રોત હતી, તે બંધ થઈ ગઈ. ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ભારતના સાર્વભૌમ દેવા (સોવરેન ડેટ) ને ડાઉનગ્રેડ કરી દીધું, જેના કારણે જ્યારે દેશને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે જ તાજા વ્યાપારી ધિરાણ લેવાના દરવાજા બંધ થઈ ગયા. સ્થિતિ સતત વણસતી હતી.
    રાજકીય તખ્તા પર ડામાડોળ સ્થિતિ હતી. દેશે બે વર્ષથી ઓછા સમયમાં ત્રણ વડાપ્રધાન જોયા -- વી.પી. સિંહ, ચંદ્રશેખર અને છેલ્લે પી.વી. નરસિમ્હા રાવ - જેના કારણે સ્થિર નિર્ણય લેવાનો અવકાશ ખૂબ ઓછો હતો. દેશનું આર્થિક તંત્ર સુધારણામાં કોઇને રસ નહોતો દરેકને પોતાની સરકાર બચાવવી હતી. સરકાર બચાવવાની લ્હાયમાં આર્થિક તંત્રનું નખ્ખોદ નીકળી ગયું હતું.
    ત્યારે સરકારે નતમસ્તકે દેશનું સોનું ગીરવે મુકવું પડયું હતું. સોનું દેશની બહાર એરલિફ્ટ કર્યું અને બે અલગ-અલગ ઓપરેશનમાં લોન માટે સોનું ગીરવે મૂક્યું હતું. મે ૧૯૯૧ માં, ચંદ્રશેખરની કાર્યવાહક સરકાર હેઠળ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આશરે ઇં૨૦૦ મિલિયન એકત્ર કરવા માટે 'વેચાણ-સાથે-પુનઃખરીદી' ની ગોઠવણ હેઠળ સ્વિટ્ઝર્લેન્ડની યુનિયન બેંકમાં ૨૦ ટન સોનું મોકલ્યું હતું. જાહેર મંચ પર આની જાહેરાત કર્યા વિના આ કામ શાંતિથી કરવામાં આવ્યું હતું, કારણ કે સરકારને ડર હતો કે આ સમાચાર માત્રથી જ બજારોમાં ગભરાટ ફેલાઈ શકે છે. ત્યારબાદ જુલાઈમાં, નરસિંહ રાવે સત્તા સંભાળ્યા પછી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન પાસે આશરે ૪૭ ટન વધુ સોનું ગીરો મૂકીને લગભગ ઇં૪૦૦ મિલિયન એકત્ર કર્યા. બંને ઓપરેશનોને એકસાથે મૂકીએ તો, લગભગ ૬૭ ટન સોનું ખસેડવામાં આવ્યું અને આશરે ઇં૬૦૦ મિલિયન એકત્ર કરવામાં આવ્યા .જે દેશને તેની બાહ્ય ચૂકવણીમાં ડિફોલ્ટ થવાથી બચાવવા માટે પૂરતા હતા.
    જ્યારે આ એરલિફ્ટની લોકોને જાણ થઈ, ત્યારે તેણે રાજકીય વાવાઝોડું ઊભું કર્યું. વિપક્ષી નેતાઓએ સરકાર પર ''દેશનું સોનું ગીરવે મૂકવાનો'' આરોપ લગાવ્યો, આ એક એવો વાક્યપ્રયોગ હતો જે વર્ષો સુધી ચોંટી રહ્યો, કારણ કે ભારતમાં સોનું ઘરગથ્થુ સુરક્ષા અને ગૌરવ સાથે ખૂબ ઊંડાણપૂર્વક જોડાયેલું છે. કોઇ પણ કુટુંબ સોનું ગીરવે ક્યારે મુકે તેની દેશના લોકોને ખબર હતી એટલે જ દેશનું સોનું ગીરવે મુકનારી સરકાર પ્રજામાં થૂ-થૂ થઇ ગઇ હતી.
    પરંતુ ૨૪ જુલાઈ, ૧૯૯૧ ના રોજ, નાણાં પ્રધાન મનમોહન સિંહ કેન્દ્રીય બજેટ સાથે સંસદમાં ઊભા થયા અને એક જ બેઠકમાં ભારતીય અર્થતંત્રનો નકશો બદલી નાખ્યો. આ વાતને આજે ૩૫ વર્ષ થયા છે. દેવામાં ડૂબેલી સરકારને કેવી રીતે બહાર કાઠવામાં આવી તે વાતને રાજકીય ઉથલ પાથલો વચ્ચે દબાવી દેવામાં આવી હતી. ભારતમાં કમનસીબી એ હતી કે આર્થિક તાકાતને મહત્વ આપવાના બદલે રાજકીય તાકાતને મહત્વ આપવામાં આવતું હતું. કેમકે સ્પષ્ટ બહુમતી વાળી સરકાર નહોતી આવતી અને ટેકાવાળી સરકારો મુક્ત રીતે કામ કરી શકતી નહોતી.
    ૨૦૧૪થી મોદી સરકાર આર્થિક પગલા બિન્દાસ્ત બની લેતી હતી કેમકે તેની પાસે બહુમતી હતી. એટલેજ આજે દેશ વિશ્વમાં ચોથા નંબરનું આર્થિક તંત્ર બની ગયો છે. ૧૯૯૧માં આર્થિક સુધારણાના પગલાં લેવાયા ત્યારે દેશ સોનું ગીરવે મુકનાર દેશ તરીકે પંકાયો હતો.
    તે અઠવાડિયામાં બે તબક્કામાં રૂપિયાનું અતિમૂલ્યન (ડીવેલ્યુએશન) કરવામાં આવ્યું હતું .૧ જુલાઈના રોજ લગભગ ૯ ટકા અને બે દિવસ પછી બીજું ૧૧ ટકા -- જે એક જ અઠવાડિયામાં લગભગ ૨૦ ટકા ચલણના અવમૂલ્યનના રાજકીય આંચકાને હળવો કરવા માટે લેવાયેલું એક વિચારપૂર્વકનું બે-તબક્કાનું પગલું હતું. ૨૪ જુલાઈએ જાહેર કરવામાં આવેલી નવી ઔદ્યોગિક નીતિએ ૧૮ ઉદ્યોગો સિવાયના તમામ ઉદ્યોગો માટે લાયસન્સની જરૂરિયાતો નાબૂદ કરી -- એક યાદી જે પાછળથી વધુ ઘટીને માત્ર છ રહી ગઈ -- જેણે દાયકાઓથી 'લાઇસન્સ રાજ' તરીકે ઓળખાતી વ્યવસ્થાનો અસરકારક રીતે અંત આણ્યો. મહત્તમ આયાત ટેરિફ (જકાત), જે કેટલાક કિસ્સાઓમાં ૩૦૦ ટકાને વટાવી ગયો હતો, તેને દાયકાના અંત સુધીમાં આશરે ૩૦ ટકા સુધી નીચે લાવવાના માર્ગ પર સેટ કરવામાં આવ્યો. મંજૂરીઓને ઝડપી બનાવવા માટે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (ખૈંઁમ્) ની રચના કરવામાં આવી હતી.
    કહે છેકે ભારતને લોન આપવા ઇન્ટનેશનલ મોનેટરી ફંડ(ૈંસ્ખ) નાણા ધીરવા તૈયાર નહોતી અને આર્થિક ઉદારીકરણના પગલાં લેવા પર ભાર મુકતી હતી.
    ભારતીય અર્થતંત્ર બદલાઈ ગયું (રાતોરાત નહીં પરંતુ સતત). જોકે, ૩૫ વર્ષ પછી પણ એક પ્રશ્ન હજુ પણ ટકેલો છે. શું ભારતે આ પસંદ કર્યું હતું? અથવા આઈએમએફ (ૈંસ્ખ) એ તેની પર આ મજબૂરી લાદી હતી? મોટાભાગના લોકો માટે, જવાબ એ વાત પર નિર્ભર કરે છે કે પોતે ક્યા રાજકીય પક્ષની તરફેણ કરે છે.
    ત્યારે ભારતના સત્તાધીશો વૈશ્વિક સ્તરે ધીરાણ કરનારા આગળ ''મજબૂર'' હોવાના પુરાવા મજબૂત છે. બચાવ ભંડોળ શરતો સાથે આવ્યું હતું. રાજકોષીય ખાધ ઘટાડવી, ચલણનું અવમૂલ્યન કરવું, વેપાર ખુલ્લો કરવો. ભારતને ઝીણી વિગતો (ફાઇન પ્રિન્ટ) પસંદ કરવાની છૂટ નહોતી મળતી. તેણે સહી કરી કારણ કે ટેબલ પર અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
    ૩૫ વર્ષ જૂની વાતનો ટૂંકો જવાબ આપવો હોય તો ઃ મજબૂરીએ સમય નક્કી કર્યો, અને દ્રઢ નિશ્ચયે માર્ગ પસંદ કર્યો.
  • ન્ઁય્ લિબરાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન
    આર્થિક ઉદારીકરણની નિતી તૈયાર કરાઇ ત્યારે ત્રણ પાયા પર મદાર રખાયો હતો જે ન્ઁય્ તરીકે આળખાય છે એટલેકે લિબરાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. અહીં તે ત્રણેયની સમજ અપાઇ છે.
    ૧. ઉદારીકરણ (સરકારી નિયંત્રણોમાં ઘટાડો)
    આ પગલાંનો મુખ્ય હેતુ 'લાયસન્સ રાજ' નાબૂદ કરવાનો હતો- જે એક એવી જટિલ સરકારી પ્રક્રિયા હતી જે ખાનગી ઉદ્યોગોના વિકાસને રુંધતી હતી.
  • ઔદ્યોગિક લાયસન્સની નાબૂદી ઃ સુરક્ષા, વ્યૂહાત્મક અને પર્યાવરણીય મહત્વ ધરાવતા અમુક જ ઉદ્યોગોને બાદ કરતાં તમામ ક્ષેત્રો માટે લાયસન્સ મેળવવાની નીતિ સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી.
  • ભાવ નિયંત્રણમાંથી મુક્તિ (ભાવ સંતુલન) ઃ સરકારી પરવાનગીઓને બદલે હવે વ્યવસાયોને બજારની માંગ મુજબ ઉત્પાદન ક્ષમતા નક્કી કરવા અને વિસ્તરણ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી.
  • નાણાકીય ક્ષેત્રમાં સુધારા ઃ વ્યાજ દરો પરનું નિયંત્રણ હટાવાયું અને બેંકો માટે 'કેશ રિઝર્વ રેશિયો' (ભઇઇ) તેમજ 'સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો' (જીન્ઇ) ઘટાડવામાં આવ્યા. આ સાથે જ ખાનગી બેંકોને બેંકિંગ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી મળી.
    ૨. ખાનગીકરણ (ખાનગી ક્ષેત્રની ભૂમિકામાં વધારો)
    આ આર્થિક સુધારાઓએ ઘણા ક્ષેત્રોમાં સરકારના એકાધિકારને ઘટાડયો અને સ્પર્ધાત્મકતા તેમજ કાર્યક્ષમતા વધારવા માટે ખાનગી અને વિદેશી મુડીરોકાણને સક્રિયપણે આમંત્રિત કર્યું.
  • જાહેર ક્ષેત્રનું અનામત હટાવવુ ઃ રાજ્ય સંચાલિત એકાધિકાર ધરાવતા ક્ષેત્રો (જેમ કે ટેલિકોમ, નાગરિક વિમાન/એવિએશન અને વીજળી ઉત્પાદન) ખાનગી સાહસો માટે ખુલ્લા મુકાયા.
  • દૂર-રોકાણ (ઘૈજૈહપીજાસીહા) ઃ સરકારે 'જાહેર ક્ષેત્રના સાહસો' (ઁજીેંજ) માંથી પોતાના શેર વેચવાની અને સરકારી હિસ્સેદારી ઘટાડવાની શરૂઆત કરી.
  • સ્ઇ્ઁ એક્ટમાં સુધારો ઃ 'મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રાક્ટિસિસ' (સ્ઇ્ઁ) એક્ટને હળવો કરવામાં આવ્યો, જેથી મોટા ઉદ્યોગો લાલફીતાશાહી (રેડ ટેપિઝમ) વગર વિસ્તરણ, વિલીનીકરણ (સ્ીયિી) અને અધિગ્રહણ (છબૂેૈિી) કરી શકે.
    ૩. વૈશ્વિકીકરણ (વિશ્વ અર્થતંત્ર સાથે જોડાણ)
    આ નીતિઓ ભારતીય ઉદ્યોગોને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવા અને 'પ્રત્યક્ષ વિદેશી રોકાણ' (ખઘૈં) આકર્ષવા માટે બનાવવામાં આવી હતી.
  • વિદેશી રોકાણ ઃ સરકારે ઘણા ઉદ્યોગોમાં ૫૧ ટકા સુધીના વિદેશી રોકાણ (ખઘૈં) માટે સ્વચાલિત (ઓટોમેટિક) મંજૂરી આપી, જેનાથી દેશમાં આધુનિક ટેકનોલોજી અને મૂડીનો પ્રવાહ શરૂ થયો.
  • વેપાર ઉદારીકરણ ઃ આયાત પરના જથ્થાત્મક નિયંત્રણો (ઊેચહૌાચૌપી િીજાિૈર્બૌહજ) મોટા ભાગે હટાવી લેવાયા અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય વિદેશી ચલણો સામે રૂપિયાનું ૧૮ ટકા સુધી અવમૂલ્યન (ઘીપચનેર્ચૌહ) કરવામાં આવ્યું.
  • ટેરિફમાં ઘટાડો ઃ ભારતીય બજારને વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે મહત્તમ આયાત જકાત (ૈંર્સૅિા ાચિૈકકજ) માં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો.
    પરિણામ ઃ આ સુધારાઓએ વિદેશી હૂંડિયામણના ભંડારમાં જંગી વધારો કરીને દેશના અર્થતંત્રને સફળતાપૂર્વક સ્થિર કર્યું અને આગામી દાયકાઓના ઝડપી જીડીપી (ય્ઘઁ) વિકાસનો મજબૂત પાયો નાખ્યો.