Business Plus
જીએસટીની તપાસ પૂર્ણ થયા બાદ વેપારીના ધંધાના સ્થળે સીલ ક્યાં સુધી રાખી શકાય?
By GS Team
16 Aug 20266 mins read
જીએસટી કાયદાની કલમ ૬૭(૪) મુજબ જીએસટીના સક્ષમ અધિકારીને કેટલાક સંજોગોમાં વેપારીના ધંધાના સ્થળે કોઇ દરવાજા, કબાટ, બોક્સ, ઇલેક્ટ્રોનિક સાધન અથવા તો સમાન પ્રકારના સ્ટોરેજનો દરવાજો તોડવાનો અથવા તો તેના ઉપર સીલ લગાવવાની સત્તાઓ મળે છે. આ કાયદાની જોગવાઈઓ મુજબ કોઈપણ અધિકારીને એવી સત્તા મળતી નથી કે કોઈ વેપારીના ચાલુ ધંધાના સ્થળને અનિશ્ચિત મુદત સુધી સીલ કરીને મૂકી રાખે અને તપાસ ચાલુ છે તેમ જણાવે. સીલ કરવાની સત્તાઓ જ્યારે તપાસ કરવામાં તકલીફ પડે અથવા વેપારી મળી આવતા ના હોય અથવા ધંધાના સ્થળમાં એન્ટ્રી મેળવવામાં તકલીફ પડતી હોય કે તપાસ અધુરી હોય ત્યારે વાપરીને જરૂર મુજબ વેપારીના ધંધાનો એટલો કે પૂરો ભાગ ત્યારે સીલ કરવાનો થાય.
Summarized by AI; it may make mistakes. Check important info

- GSTનું A to Z - હર્ષ કિશોર

પરંતુ કોઈ વાજબી કારણ વગર લાંબા ગાળા સુધી વેપારીના ધંધાના સ્થળ ઉપર સીલ મારી રાખવું એ કાયદાકીય રીતે યોગ્ય જણાતું નથી. તાજેતરમાં નામદાર ગૌહાટી હાઇકોર્ટ દ્વારા Sri Surendra Sharma vs The State of Assam and 3 others, કેસ ક્ર : WP(C)/3035/2026ના કેસમાં આ મતલબનો એક ખુબ જ મહત્વનો ચુકાદો તારીખ ૧૦.૦૮.૨૦૨૬ ના રોજ આપવામાં આવેલ છે.
રસપ્રદ વિગતોઃ આ કેસના પીટીશનર એક ટેક્સ કન્સલ્ટન્ટ છે અને તેઓ જીએસટી સહિત ઇન્કમટેક્સ અને અન્ય ટેક્સને લગતીની સેવાઓ પોતાના અસીલોને પૂરી પાડે છે. તેઓશ્રીની ફર્મનું નામ મે. શર્મા એન્ડ એસોસિએટસ છે. તારીખ ૧ -૪-૨૦૨૬ ના રોજ આ કન્સલ્ટન્ટની ઓફિસ ખાતે જીએસટીના અધિકારી દ્વારા પોતાના ઉપરી અધિકારીના નિયમાનુસાર અધિકાર પત્ર સાથે ઇન્સ્પેક્શન અને સર્ચની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી. આ કામગીરી દરમિયાન અધિકારી દ્વારા કેટલાક દસ્તાવેજો, ડિજિટલ સિગ્નેચર અને ઇલેક્ટ્રોનિક આઈટમ અને જપ્ત કરવામાં આવેલ અને એક આદેશ પસાર કરવામાં આવેલ.
સીલની કામગીરીઃ નવાઈની વાત એ છે કે જે કેટલાક દસ્તાવેજો અને અન્ય ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ તે પીટીશનરને સાચવવા માટે પરત કરવામાં આવેલ અને જણાવવામાં આવેલ કે અધિકારીની પૂર્વ મંજૂરી વગર આ જપ્ત કરેલ દસ્તાવેજો અને અન્ય ચીજ વસ્તુઓ ખસેડવી નહીં કે તેનો નિકાલ કરવો નહીં. ઉપરાંત બીજો એક આદેશ એવો કરવામાં આવ્યો કે પીટીશનરની ઓફિસમાં રહેલ બે ડેસ્ક ઓફ કોમ્પ્યુટર, ૪૨૬ ફાઈલો, ૬ લેપટોપ, પ્રિન્ટર, બેટરી, ઇન્વર્ટર, એર કન્ડિશનર, રેફ્રિજરેટર પણ અધિકારીની પૂર્વ મંજૂરી વગર વેચવું નહીં કે ખસેડવું નહીં કે તેનો નિકાલ કરવો નહીં. અહીં નોંધવાપાત્ર બાબત એ છે કે આ પીટીશનરનો ધંધો આ તમામ ચીજ વસ્તુઓના વેચાણને લગતો નથી. આ બધું થયા બાદ તપાસ કરનાર અધિકારી દ્વારા એ જ દિવસે પીટીશનરની સમગ્ર ઓફિસને સીલ કરવામાં આવેલ અને એવી રિમાર્ક્સ કરેલ કે, SEALED BY STATE GST DEPARTMENT, ASSAM, ORDER OF PROHIBITION.''.''
ધરપકડઃ ત્યારબાદ પીટીશનર સામે ફોજદારી કેસ રજીસ્ટર કરીને તારીખ ૨.૪.૨૦૨૬ ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને સંબંધિત મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ ૮.૪.૨૦૨૬ ના રોજ જામીન મળેલા હતા. પીટીશનરના આશરે ૨૦૦ જેટલા ક્લાઈન્ટ હતા અને તેમની ઓફિસમાં સીલ લાગવાથી ક્લાઈન્ટને અને તેમને ખૂબ તકલીફો થઈ. તેથી તેઓશ્રીએ તારીખ ૨૪.૪.૨૦૨૬ અનેતારીખ ૨૨.૫.૨૦૨૬ ના રોજ સંબંધિત અધિકારીને વિનંતી કરેલ કે અમારા જપ્ત કરેલ મોબાઈલ ફોન અને લેપટોપ મુક્ત કરવામાં આવે તેમ જ અમારી ઓફિસમાં લગાવવામાં આવેલ સીલ ખોલવામાં આવે. જો કે, જીએસટીના અધિકારી તરફથી એવું કરવામાં ન આવતા પીટીશનરે હાઇકોર્ટ પાસે દાદ માંગેલ હતી.
ડીપાર્ટમેન્ટ તરફે રજૂઆતઃ સરકાર તરફથી નામદાર કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી કે પીટીશનર ખોટી વેરા શાખ પાસ ઓન કરવામાં અને ગેરરીતિઓ આચારવામાં સંડોવાયેલ છે અને તેઓશ્રીનું કૃત્ય જીએસટીની કલમ ૧૩૨ (૧) ની પેટા કલમ (મ), (ક), (ૈ) અને (ૈં) મુજબ સજાપાત્ર થાય છે. વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું કે પીટીશનર જીએસટીની રૂપિયા ૬ કરોડ ૬૮ લાખથી વધુની રકમની કરચોરીમાં સંડોવાયેલ છે.
પીટીશનરના એડવોકેટ તરફથી એવી દલીલ કરવામાં આવી કે જીએસટીની કલમ ૬૭(૪) સ્ટેન્ડલોન જોગવાઈ નથી. આ જોગવાઈનો અમલ કલમ ૬૭(૨) આધારિત છે. કોઈપણ પ્રીમાઇસિસને ત્યારે સીલ કરવું જોઈએ કે જ્યારે તેમાં જઈ શકાય તેમ ન હોય, ચકાસણી થઈ શકે તેમ ન હોય, પ્રીમાઇસિસમાં જવામાં કોઈ અડચણ હોય, કોઈ બાધા હોય, અવરોધ હોય ત્યારે. આ કેસમાં તમામ સર્ચની કાર્યવાહી અને કેટલાક દસ્તાવેજો અને વસ્તુઓની જપ્તી થયા બાદ પીટીશનરની ઓફિસને સીલ મારવામાં આવેલ છે.
અધિકારીના સીલને લગતા આદેશ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પીટીશનરની ઓફિસ કલમ ૬૭(૪) ના હેતુઓ સિવાયના હેતુઓ માટે સીલ કરવામાં આવેલ છે. અન્ય શબ્દોમાં કહીએ તો જપ્ત કરેલ દસ્તાવેજો અને અન્ય ચીજ વસ્તુઓ સાચવવા માટે આ સીલ મારવામાં આવેલ છે. વિરોધાભાસી બાબત એ છે કે આ તમામ જપ્ત થયેલ દસ્તાવેજો અને અન્ય ચીજ વસ્તુઓ એક અલગ આદેશથી પીટીશનરને સાચવવા માટે આપવામાં આવે છે. કોઈપણ પ્રીમાઇસીસમાં વહીવટી કારણોસર સીલ મારી ન દેવું જોઈએ અને આ કેસમાં અત્યાર સુધી ચાર મહિના જેવા લાંબાગાળા માટે સીલ મારવામાં આવેલ છે, જે જીએસટી કાયદાની જોગવાઈઓની વિરુદ્ધ જણાય છે અને અતાર્કિક પણ કહી શકાય.
સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નામદાર કોર્ટ દ્વારા સીલ ખોલવાનો હુકમ ન કરવામાં આવે. વધુમાં એમ જણાવવામાં આવ્યું કે જીએસટીની કલમ ૬૭(૭) મુજબ પીટીશનરે નામદાર કોર્ટ પાસે આવવાના બદલે છ મહિના સુધીની રાહ જોવાની જરૂર હતી તેથી તેમને જપ્ત ચીજ વસ્તુઓ પરત મળી શકે તેમ હતી. આના સંદર્ભે પીટીશનરના એડવોકેટ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું કે અમો મુખ્યત્વે જપ્ત કરેલ ચીજ વસ્તુઓ મેળવવા માટે કોર્ટ પાસે આવેલ નથી. પરંતુ કલમ ૬૭(૪) મુજબ લગાવવામાં આવેલ સીલ ખોલવા માંગીએ છીએ.
નામદાર કોર્ટે નોંધ્યું કે જીએસટીની દ્રષ્ટિએ ચકાસણી કરવા માટે એર કન્ડિશનર અથવા રેફ્રિજરેટર કે ઈન્વર્ટર કે પ્રિન્ટર અથવા બેટરીનો શું ઉપયોગ છે કે તેને જપ્ત કરવું પડે, તે બાબત વિચાર માંગી લે છે. અધિકારી દ્વારા જપ્ત દસ્તાવેજો અને અન્ય વસ્તુઓ પીટીશનરને સોંપવામાં આવેલ. આ રીતે કરવામાં આવેલ કાર્યવાહી પરથી અને ચાર મહિનાથી વધુના સમય માટે ઓફિસને સીલ મારેલ છે તેના પરથી એવું લાગે છે કે અધિકારીને આ દસ્તાવેજો ચકાસણી માટે જોઈતા નથી. નામદાર કોર્ટે જણાવ્યું કે કલમ ૬૭(૪) એવા હેતુઓ માટે ન વાપરી શકાય કે કોઈની ઓફિસનો ઉપયોગ જપ્ત કરેલ કેટલાક દસ્તાવેજો, હિસાબો અને અન્ય ચીજ વસ્તુઓને તેમાં સ્ટોર કરવા માટે રાખવામાં આવે.
ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવેલ એફિડેવિટ ઇન રીપ્લાયમાં કોઈ જગ્યાએ એવું જણાવવામાં આવેલ નથી કે પીટીશનર તેમને ઓફિસમાં આવવા દેતા નથી. અધિકારી પક્ષે કરવામાં આવેલ કામગીરી કાયદાની નજરમાં યોગ્ય ઠરતી નથી. જો કે, આ કેસમાં ડિપાર્ટમેન્ટ તરફથી તપાસ પ્રગતિ હેઠળ છે તેની પણ અમે નોંધ લઇએ છીએ અને તેથી તાત્કાલિક ધોરણે પીટીશનરની ઓફિસમાં લગાવવામાં આવેલ ખોલવાનો આદેશ કરીએ છીએ. પીટીશનરની ઓફિસમાં લગાવવામાં આવેલ સીલ ખોલતી વખતે સંબંધિત અધિકારીને વધુ તપાસ અર્થે જરૂર જણાય તો જપ્ત કરેલ હિસાબી સાહિત્ય, દસ્તાવેજ અને અન્ય વસ્તુઓનો કબજો પોતે લઈ શકે છે.
આવા સંજોગોમાં અધિકારીએ નવેસરથી જપ્તીનો આદેશ ઈશ્યુ કરવાનો રહે છે અને જો પીટીશનર દ્વારા જપ્ત સાહિત્યની નકલો માંગવામાં આવે તો તે પણ પૂરી પાડવાની રહેશે. જપ્ત કરેલ અન્ય ચીજ વસ્તુઓ જે જપ્તી પાત્ર નથી અને તપાસમાં ઉપયોગી નથી તે પણ છૂટી કરવાની રહે છે.