Business Plus

કઠોળના વાવેતરમાં હેકટરદીઠ પેદાશ ઘટવાની ભીતી

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
દેશના અનાજ-કઠોળ બજારમાં અલનીનોની અસરથી વરસાદની અનિયમિતતા જોવા મળી છે. ઓગસ્ટના અંત સુધીમાં ખરીફ કઠોળનું વાવેતર આશરે 112 લાખ હેક્ટર્સ થયું છે, જે ગત વર્ષ કરતાં વધુ છે. જોકે, મગના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. કૃષિ નિષ્ણાતોના મતે, હવે હેક્ટરદીઠ ઉત્પાદન પર બજારની નજર છે. 2025-26માં કઠોળની આયાત 35% ઘટી 3.55-3.60 અબજ ડોલર થવાનો અંદાજ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કઠોળના વાવેતરમાં હેકટરદીઠ પેદાશ ઘટવાની ભીતી

દેશના અનાજ- કઠોળ બજારમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. આ વર્ષે ચોમાસા પર અલનીનોની ઈમ્પેક્ટ દેખાઈ છે. આ વર્ષે વરસાદનો આરંભ નબળો રહ્યા પછી જૂનમાં વરસાદ અપેક્ષાથી ઓછો રહ્યા પછી જુલાઈમાં વરસાદ સારો થયો હતો અને ત્યારબાદ ઓગસ્ટમાં ફરી વરસાદની ગતી ધીમી પડી હતી તથા હવે સપ્ટેમ્બરમાં ચોમાસાની ચાલ કેવી આગળ વધે છે તેના પર અનાજ- કઠોળ બજારની નજર રહી છે. દરમિયાન ભારતમાં આ વર્ષે ખરીફ મોસમમાં વિવિધ કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર ઓગસ્ટ અંત સુધીમાં આશરે ૧૧૨ લાખ હેકટર્સ જેટલો નોંધાયો છે. ગયા વર્ષે આ ગાળામાં આ આંકડો ૧૧૦ લાખ હેકટર્સની જેટલો થયો હતો. આ વર્ષે આરંભમાં કઠોળના વાવેતરની ગતી ધીમી રહી હતી પરંતુ ત્યારબાદ વાવેતરની ગતી વધતી જોવા મળી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ખાસ કરીને અંડર, તૂવેર તથા મઠના વાવેતરમાં પાછળથી ગતી વધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આ ગાળામાં દેશમાં મગના વાવેતરમાં ગતી ધીમી જોવા મળી હતી. કૃષી તજજ્ઞાોના જણાવ્યા મુજબ વિવિધ કઠોળના વાવેતરનો વિસ્તાર એકંદરે સંતોષજનક રહ્યો છે પરંતુ વરસાદની અનિયમિતતા વચ્ચે હવે કઠોળમાં હેકટરદીઠ પેદાશ કેટલી મળે છે તેના પર બજારની નજર રહી છે. ઘણા વિસ્તારમાં કઠોળના વાવેતરનો આરંભ વિલંબમાં થયો છે એ જોતા નવી આવકો પણ આ વિસ્તારમાં વિલંબમાં પડવાની શક્યતા બજારના જાણકારો દર્શાવી રહ્યા હતા.
દરમિયાન, ભારતમાં કઠોળની આયાત ૨૦૨૫- ૨૬માં આશરે ૩૫ ટકા ઘટી ૩ અબજ ૫૫થી ૬૦ કરોડ ડોલર જેટલી થઈ હોવાનું તજજ્ઞાોએ જણાવ્યું હતું. ૨૦૨૪- ૨૫ના વર્ષમાં આવી આયાત રેકોર્ડ ૫ અબજ ૪૦થી ૪૫ કરોડ ડોલર થઈ હતી.