Business Plus

ભારત-ચીન વચ્ચે ચોખાના વેપારમાં દરારથી નિકાસ કારોબાર ઠપ

By GS Team
16 Aug 20263 mins read
TukuTouch Logo
જરાતમાં ખરીફ સીઝનમાં સરેરાશ ૪૦થી ૪૨ ટકા વરસાદ થવાને લીધે લગભગ ૮૦ ટકા વાવેતર સંપન્ન થયું છે. જેમાં કપાસ તથા દાળોનું વાવેતર અગ્રેસર છે. જે પૈકી કપાસનું વાવેતર લગભગ સવા લાખ હેક્ટરના ઉછાળા સાથે ૨૦થી ૨૧ લાખ હેકટરની આસપાસ તથા મગફળીનું વાવેતર વીસેક લાખ હેકટર થયું છે. જ્યારે દાળોનું સવાત્રણેક લાખ હેક્ટરમાં વાવેતર થયું હોવાના અહેવાલો છે. જેમાં તુવેરનું સૌથી વધુ સવા બે લાખ હેકટરમાં થયું હોવાના અનુમાન છે. હાલમાં ચાલી રહેલા લો પ્રેસરના કારણે થયેલા વરસાદથી ખેતીને ફાયદો થયો હોવાની વ્યાપક ચર્ચા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-ચીન વચ્ચે ચોખાના વેપારમાં દરારથી નિકાસ કારોબાર ઠપ
  • કોમોડિટી કરંટ
    ગુજરાતમાં ખરીફ સીઝનમાં સરેરાશ ૪૦થી ૪૨ ટકા વરસાદ થવાને લીધે લગભગ ૮૦ ટકા વાવેતર સંપન્ન થયું છે. જેમાં કપાસ તથા દાળોનું વાવેતર અગ્રેસર છે. જે પૈકી કપાસનું વાવેતર લગભગ સવા લાખ હેક્ટરના ઉછાળા સાથે ૨૦થી ૨૧ લાખ હેકટરની આસપાસ તથા મગફળીનું વાવેતર વીસેક લાખ હેકટર થયું છે. જ્યારે દાળોનું સવાત્રણેક લાખ હેક્ટરમાં વાવેતર થયું હોવાના અહેવાલો છે. જેમાં તુવેરનું સૌથી વધુ સવા બે લાખ હેકટરમાં થયું હોવાના અનુમાન છે. હાલમાં ચાલી રહેલા લો પ્રેસરના કારણે થયેલા વરસાદથી ખેતીને ફાયદો થયો હોવાની વ્યાપક ચર્ચા છે.
    દરમ્યાન ગયા અઠવાડિયે ભારત-ચીન વચ્ચેના ચોખાના વેપારમાં ચીનના ભારતીય નિકાસકારો પરત્વે થયેલા ઇરાદાપૂર્વકના દુર્વ્યવહારને કારણે સમગ્ર મામલો ફરીવાર ગરમાયો છે. જેમાં ચીનના ભારત સાથેના વેપારમાં દુઃખે પેટમાં અને કુટે માથુ તેવી સ્થિતિ હોવાનું જણાઈ રહ્યું છે. ચીન ખુલ્લેઆમ દાદાગીરી કરી ભારતને વિશ્વમાં બદનામ કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ બની રહ્યું છે. ભારત તથા ચીન વચ્ચે થોડાક વર્ષો અગાઉ લગભગ ૨૦૦ મિલીયન ડોલરનો ચોખાનો વેપાર હતો. જે આજે બંધ થવાની અણી ઉપર આવી ગયો છે. ભારતીય ચોખાની નિકાસ ઉપર સ્ઈઁ (મિનીમ એક્સપોર્ટ પ્રાઈઝ), નિર્યાત પ્રતિબંધ, તથા ટેકિનકલ ભુલો શોધવાની નિતિને કારણે બંને દેશો વચ્ચેનો ચોખાનો કારોબાર તુટી રહ્યો છે.
    વર્ષ ૨૦૨૩માં સ્થાનિક સ્તરે ચોખાની મોંઘવારી કંટ્રોલ કરવા માટે ભારતે નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ તથા બાસમતી ચોખાની સફેદ ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ તથા બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિટને ૯૫૦ ડોલરનો મીનીમમ ભાવ નક્કી કરીને સ્ઈઁ જાહેર કરી છે. ભારતે લાદેલી સ્ઈઁ ના કારણે ચીન માટે ભારતીય ચોખાનો કારોબાર ૧૦૦થી ૧૫૦ ડોલર જેટલો મોઘો થઇ જતાં ચીને ભારતીય ચોખાના માલો સામે ટેકનીકલો કારણો ઉભા કરી શિપમેન્ટ રદ કરવાની સાથે ભારતીય નિકાસકારો સામે પ્રતિબંધ લાદવાની રમતો શરૂ કરી છે.
    આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુ માહિતી આપતાં જણાવે છે કે તાજેતરમાં જિનેટિકલી મોડિફાઇડ ચોખાનો જથ્થો હોવાનું દર્શાવી ચીનના કસ્ટમ વિભાગે ભારતીય નિકાસકારોના કન્સાઇન્મેન્ટ રિજેક્ટ કરી તેઓના રજીસ્ટ્રેશન પણ રદ કરી દેતાં મામલો ફરી એકવાર ગરમાયો છે. આ અગાઉ ચાલુ વર્ષની શરૂઆતમાં પણ ત્રણેક નિકાસકારોના રજીસ્ટ્રેશન રદ કર્યા હતા. જેમાં છત્તીસગઢ, કર્ણાટક તથા આંધ્ર પ્રદેશના નિકાસકારોને ભારે આર્થિક નુકશાન થયું હોવાના અહેવાલો છે. આજદિન સુધી લગભગ સિત્તર જેટલા ભારતીય નિકાસકારોનાં શીપમેન્ટ જી.એમ. હોવાનું જણાવી ચીને નકારી કાઢ્યા છે. ભારતના પોર્ટ ઉપર શિપમેન્ટ શરૂ થાય તે પહેલાં ચીનની એજન્સી દ્વારા ચોખાના સેમ્પલની સંપૂર્ણ ચકાસણી કરી એપ્રુવલ્સ આપ્યા બાદ શિપમેન્ટ ચીનના પોર્ટ ઉપર પહોંચે ત્યારે ચોખાનો માલ જી.એમ. હોવાનું જણાવી રિજેક્ટ કરાતાં ભારતને આર્થિક નુકશાન તથા બદનામ કરવાનું કાવત્રુ ચીન કરી રહ્યું હોવાની આશંકા પ્રબળ બની છે. આ સંદર્ભે સરકાર સમક્ષ રજૂઆતો થતાં સમગ્ર મામલો ઉ્ર્ં સમક્ષ પહોંચે તેવી સ્થિતિ છે. ઉપરોક્ત હરકતોથી ભારત સરકાર સ્ઈઁ તથા પ્રતિબંધોની નિતી હળવી અથવા રદ કરે તેવી મન્છા ચીન ધરાવી રહ્યું હોય તેવી પ્રતિતિ થઇ રહી છે.
    ચીનને ભારતીય ચોખા સસ્તા ભાવે નહિ મળતાં હવે વિયેતનામ, થાઈલેન્ડ, પાકિસ્તાન, મ્યાનમાર જેવા દેશો પાસેથી મોઘા ભાવે ચોખા ખરીદ કરવા પડે તેમ છે. જેની અસર ચીનની પોલ્ટ્રી ફીડ તથા ફુડ પ્રોસેસીંગ કંપનીઓ ઉપર પડે તેમ છે. ચીનની ઉપરોક્ત હરકતો સંદર્ભે ભારતે પણ ચીનથી આયાત થતી ચાઈનીઝ એગ્રો પ્રોડક્ટની ચકાસણી સખત કરી છે. સાથે સાથે ઉ્ર્ં સમક્ષ મામલો ઉઠાવવાની તૈયારી કરી હોવાની ચર્ચા છે. ભારતીય ચોખાની ચીન સાથે નિકાસ ઠપ્પ થતાં હવે ચોખાની નિકાસ માટે મિડલ ઇસ્ટ, અમેરિકા તથા યુરોપના દેશો ઉપર નિર્ભર રહેવું પડે તેમ છે.