નેત્યનાહૂ પણ દૂધે ધોયેલા નથી તેમની સામે છેતરપીંડીના આરોપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એક પુસ્તક 'હોસ્ટેજિસ : ૮૪૩ ડેઝ ઓફ અબેન્ડનમેન્ટ' એ નેતાન્યાહૂની વાટ લગાડી દીધી છે. તેમાં પાછી નેતાન્યાહૂની યુએઇ એટલે કે દુબઇ અને અબુધાબીની છ કલાકની ખાનગી મુલાકાતે તેને આગમાં ફેરવી નાખી છે. પત્રકારો શ્લોમી એલ્ડાર અને રૂથ યુવલ દ્વારા આ પુસ્તકમાં એક દાવો કરાયો છે કે ૭ ઓક્ટોબર ૨૦૨૩ના હુમલાના લગભગ ૧૦ દિવસ પહેલા સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન (MBZ) એ બેન્જામિન નેતન્યાહૂને ફોન કર્યો હતો. આશરે ૪૫ મિનિટ ચાલેલી આ વાતચીતમાં તેમણે નેતન્યાહૂને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હમાસના વડા યાહ્યા સિનવાર ઇઝરાયેલ પર એક ખૂબ જ મોટા ભૂકંપ જેવા હુમલાનું આયોજન કરી રહ્યા છે.
પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે આટલી ગંભીર ગુપ્ત માહિતી મળવા છતાં વડાપ્રધાન નેતન્યાહૂએ તેને ગંભીરતાથી લીધી નહોતી. તેમણે ખૂબ જ શાંતિથી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'ઇઝરાયેલ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે'.
સૌથી મોટો આરોપ એ છે કે આ ફોન કોલ પછી નેતન્યાહૂએ ઇઝરાયેલની ટોચની સુરક્ષા એજન્સીઓ જેમ કે શિન બેતના વડા રોનેન બાર કે ઇઝરાયેલી આર્મી (IDF) ના ચીફ ઓફ સ્ટાફ હર્ઝલ હાલેવીને આ ચેતવણી વિશે કોઈ પણ જાણકારી આપી નહોતી. સુરક્ષા પ્રમુખો પણ આ મહત્વપૂર્ણ માહિતીથી તદ્દન અજાણ રહ્યા હતા.
આ પુસ્તકના દાવાઓ 'ધ ગાર્ડિયન' અને ઇઝરાયેલી અખબાર હારેત્ઝ (Haaretz) માં હેડલાઇન્સ બન્યા બાદ વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આ અહેવાલોને 'સંપૂર્ણ જૂઠાણું' ગણાવીને ફગાવી દેવામાં આવ્યા છે. નેતન્યાહૂએ દાવો કર્યો છે કે UAE ના નેતા સાથે આવી કોઈ વાતચીત થઈ જ નહોતી.
પરંતુ ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નેતાન્યાહૂ એ સંયુક્ત આરબ અમીરાત (UAE) ની ગુપ્ત અને અઘોષિત મુલાકાત લીધી હતી. અલ ઝઝીરાના કહેવા મુજબ વડાપ્રધાન નેતન્યાહૂની આ મુલાકાત માત્ર ૬ કલાક ચાલી હતી. તેઓ રવિવારે અબુ ધાબી પહોંચ્યા હતા અને મુલાકાત પૂર્ણ કરીને તે જ દિવસે પરત ઇઝરાયેલ પહોંચી ગયા હતા.
જાહેર કરવા માટે આ મુલાકાત દ્વિપક્ષીય રાજકીય સંબંધો અને સુરક્ષાના હેતુથી તથા ઈરાન સામેના તણાવ અંગે હતી એમ કહેવામાં આવે છે.
પરંતુ અંદરખાને એવું ચર્ચાઈ રહ્યું છે કે તાજેતરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ૭ ઓક્ટોબર ૨૦૨૩ ના હમાસના હુમલાના ૧૦ દિવસ પહેલાં UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને નેતન્યાહૂને ફોન પર આ હુમલાની પૂર્વ ચેતવણી આપી હતી.
જો સ્મ્ઢ દ્વારા આ વાતનું ખંડન કરવામાં ના આવે તો ૨૭મી ઓક્ટોબરે ઇઝરાયેલમાં યોજાનારી ચૂંટણીમાં નેતાન્યાહુને જીતવું ભારે પડી શકે છે.
નેતન્યાહૂ પણ કોઈ દૂધે ધોયેલા નથી 'સો ચૂહા માર કે બિલ્લી હજ ચલી' જેવું છે.ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર વિશ્વાસઘાત, છેતરપિંડી અને લાંચ લેવાના મુખ્ય આરોપો છે. તેમની સામે ત્રણ અલગ-અલગ ફોજદારી કેસ ચાલી રહ્યા છે.
મીડિયા ડીલ અને સાકારાત્મક કવરેજ કેસ ૧૦૦૦ અને ૨૦૦૦. તથા ટેલિકોમ કૌભાંડ કેસ ૪૦૦૦ અંતર્ગત નેતન્યાહૂને કુલ ત્રણ મામલે આરોપી ઠેરવવામાં આવ્યા છે. જેમાં પ્રથમ મામલામાં તેમના પર દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની શાઉલ ઈલોવિચ પાસેથી લાંચ લેવાનો આરોપ છે. બીજામાં નેતન્યાહૂ અને તેમના પરિવાર પર ઈઝરાયલી બિઝનેસમેન અને હોલીવુડના દિગ્ગજ અર્નોન મિલચેન પાસેથી ૨૦૦૭ થી ૨૦૧૬માં મોંધી ગિફ્ટો અને અન્ય સવલતો લેવાનો આરોપ છે. જ્યારે ત્રીજા મામલે નેતન્યાહૂ પર આરોપ છે કે, તેમણે યોદિયોથ અહરોનોથ સમાચારપત્રમાં મરજી પોતાની મુજબનું કવરેજ મેળવવા માટે તેમના પ્રકાશક અર્નોન મોજેસ સાથે ડીલ કરી હતી.
એક ચર્ચા મુજબ આરોપ છે કે પોતાના પરના આ કેસ પરથી ધ્યાન હટાવવા માટે નેતન્યાહૂ ને ખબર હોવા છતાં ૭મી ઓક્ટોબર ના હુમલાને રોક્યો નહીં. ૧૨૦૦ ઇઝરાયલીઓ ના મોતના ભોગે યુદ્ધ કરીને પોતાને બચાવવાની વાત આગળ આવી છે.
જે ચૂંટણીમાં તેમને ખૂબ જ નુકશાન કરી શકે છે. આ નુકશાનથી તો જ બચી શકાય, જો UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ એમ કહે કે અમે ૭ ઓક્ટોબરના હુમલાની આવી કોઈ જ માહિતી આપેલ ન હતી. આ વિનંતી કરવા માટે જ નેતન્યાહૂ અબુધાબી પહોંચી ગયેલા એમ કહેવાય છે.
જો કે ઇજિપ્તે પણ આ હુમલાની માહિતી આપેલ હતી એમ કહે છે. ન્યૂયોર્ક ટાઈમ્સ પણ જણાવે છે કે ઇઝરાયલ પાસે માહિતી હતી. આમ પણ મોસાદ એવી ખુફિયા એજન્સી છે કે વિશ્વના કોઈ પણ ખૂણે કંઈ પણ ચહલ પહલ થાય તો તેને ખબર પડી જાય અને પડોશી ગાઝામાંથી હુમલો થવાનો હોય તે મોસાદને ખબર ન હોય એ વાત કોઈના માન્યામાં આવે તેવી નથી !
લેખક ઃ પરેશ કે.ભટ્ટ




