દેશમાં રૂની આયાત વધતાં નવી મોસમ પૂર્વે સિલ્લક સ્ટોક રેકોર્ડ રહેવાની શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઊભી બજારે - દિલીપ શાહ
દેશમાં રૂ બજાર તથા ટેક્સટાઈલ અને યાર્ન બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. રૂના ભાવ તાજેતરમાં બજારમાં ઉંચા જતા દેખાયા છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં ભાવ વધારાતા જોવા મળ્યા છે તથા તેની અસર પણ બજાર પર દેખાઈ છે. વિશ્વ બજારમાં પણ ભાવ ઉંચા ગયાના વાવડ મળ્યા હતા. કોટન કોર્પોરેશન દ્વારા તાજેતરમાં રૂના ભાવ ખાંડી દીઠ રૂ.૭૦૦ જેટલા વધારવામાં આવ્યા હતા તથા સીસીઆઈ દ્વારા રૂના ભાવમાં ખાંડીદીઠ રૂ.૭૦૦ જેટલા વધારવામાં આવ્યા હતા તથા સીસીઆઈ દ્વારા રૂના ભાવમાં ખાંડીદીઠ આશરે રૂ.૧૪૦૦નીવૃદ્ધી બે સપ્તાહમાં કરવામાં આવી હોવાનું કોટન બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રૂની માગ તાજેતરમાં વધતી દેખાઈ છે. રૂની એક ખાંડીમાં આશરે ૩૫૬ કિલો રૂ આવે છે એવું કોટન કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું. રૂની માગ તાજેતરમાં વધતી દેખાઈ છે. રૂની એક ખાંડીમાં આશરે ૩૫૬ કિલો રૂ આવે છે એવું કોટન કોર્પોરેેશનના સૂત્રોએ જણાવ્યું હતું. રૂનો સ્ટોક પણ ઘટયો હોવાનુું આ સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં આ વર્ષે રૂની નવી મોસમ વિલંબથી શરૂ થવાની શક્યતા બજારમાં ચર્ચાતી સંભળાઈ છે.તથા તેની ઈમ્પેકટ પણ બજાર ભાવ પર દેખાઈ હતી. દરમિયાન, આ વર્ષે દેશમાં આરંંભમાં વરસાદની ગતી ધીમી રહ્ય પછી વરસાદ વ્યાપક બનતાં કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર વધતો જોવા મળ્યો છે તથા દેશવ્યાપી ધોરણે આવા વાવેતર હેઠળનો વિસ્તાર વધતો જોવા મળ્યો છે. દેશ વ્યાપી ધોરણે આવા વાવેતર હેઠળનો વિસ્તાર વધતો રહી ૧૦૬થી ૧૦૭ લાખ હેકટર્સ નજીક પહોંચી ગયાનું કૃષી બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ગુજરાતમાં રૂના વાવેતર હેઠળનો વિસ્તાર વધી તાજેતરમાં ૨૧ લાખ હેકટર્સ નજીક પહોંચ્યો હોવાના વાવડ મળ્યા હતા. દક્ષિણમાં તેલંગણામાં આવા વાવેતરનો આંકડો તાજેતરમાં ૧૯ લાખ હેકટર્સ ઉપર ગયો છે. જ્યારે મધ્ય-પ્રદેશમાં આંકડો છ લાખ હેકટર્સ નજીક પહોંચ્યો છે. તથા આંધ્ર પ્રદેશમાં આ આંકડો ચાર લાખ હેકટર્સ નજીક પહોંચ્યાના વાવડ મળ્યા હતા. મહારાષ્ટ્રમાં કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર વધી તાજેતરમાં ૩૮ લાખ હેકટર્સ નજીક નોંધાયો હોવાના વાવડ બજારમાંથી મળ્યા હતા.
કર્ણાટકમાં કપાસના વાવેતર હેઠળનો વિસ્તાર વધી તાજેતરમાં સાત લાખ હેકટર્સ નજીક તથા રાજસ્થાનમાં છ લાખ હેકટર્સ નજીક પહોંચ્યાના વાવડ મળ્યા હતા. ઓરિસ્સામાં કપાસના વાવેતર હેઠળનો ત્રણ લાખ હેકટર્સ તરફ વધતો જોવા મળ્યો છે. આ વર્ષે વરસાદની ગતી શરૂઆતમાં ધીમી રહેતાં કપાસના વાવેતરની ગતી પણ શરૂઆતમાં ધીમી રહી છે તથા તેના પગલે બજારમાં કપાસની નવી આવકોમાં વિલંબ થવાની શકયતા પણ રૂ બજારમાં ચર્ચાતી થઈ છે. આની અસર પણ રૂ બજાર પર તથા તેના પગલે યાર્ન બજાર તથા ટેક્સટાઈલ બજાર અને ઉદ્યોગ પર દેખાઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વરસાદના વિલંબના પગલે કપાસના વાવેતરમાં પણ વિલંબ થતા હવે નવી મોસમના આરંભમાં પણ વિલંબ જોવા મળી રહ્યો છે.
દરમિયાન, રૂના બજાર ભાવ તાજેતરમાં વધી ખાંડીના રૂ.૬૭૫૦૦થી ૬૮૫૦૦૯ આસપાસ જોવા મળ્યા હતા. સીસીઆઈના ભાવની સરખામણીએ બજાર ભાવ ઉંચા રહ્યા હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. ભારતમાં આ વર્ષે દરિયાપારથી રૂની આયાત પણ વધી છે તથા તેના પગલે નવી મોસમના આરંભમાં આગળ ઉપર દેશમાં રૂનો સિલ્લક સ્ટોક વધી આશરે ૯૩થી ૯૪ લાખ ગાંસડી નોંધાવાની શક્યતા કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના સૂત્રો દર્શાવી રહ્યા હતા. ભારતની ઘણી ટેક્સટાઈલ મિલો ઓસ્ટ્રેલિયાના કોટનને પસંદ કરતા જોવા મળ્યા છે. ભારત સરકારે દેશમાં આયાત થતા કોટન પરની ઈમ્પોર્ટ ડયુટી જે અગાઉ ૧૧ ટકા હતી તે દૂર કરવામાં આવ્યા પછી દેશમાં દરિયાપરથી રૂની ઈમ્પોર્ટ વધતી જોવા મળી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ભારતમાં ઓસ્ટ્રેલિયાથી રૂની આયાત વધી આ વર્ષે છેલ્લાં પાંચ વર્ષની ટોચે પહોંચી છે. દેશમાં ૨૦૨૫-૨૬માં દરિયાપારથી રૂની ઈમ્પોર્ટ વધી ૧૦ લાખ ટનને આંબી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. બ્રાઝીલ તથા ઓસ્ટ્રેલિયાથી આવી આયાત વધી છે. ઉપરાંત અમેરિકાથી પણ આવી આયાત વધી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.




