ચોમાસાએ ગતિે પકડતાં કૃષિ વાવેતરમાં વૃદ્ધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં આ વર્ષે આરમ્માં વરસાદ જૂન મહિનામાં અપેક્ષાથી ઓછો રહ્યા પછી જુલાઈમાં વરસાદ સારો તથા વ્યાપક થયો હતો અને ઓગસ્ટમાં પણ વરસાદની આગેકૂચ જળવાઈ રહેતાં વિવિધ રાજ્યોમાં નવા પાક માટે વાવેતરનો વિસ્તાર વધતો જોવા મળ્યો છે. આ વર્ષે દેશમાં ચોમાસા પર અલ-નીનોની અસરની ભીતિ બતાવાતી હતી અને આરંભમાં વરસાદ નબળો રહ્યા પછી વરસાદ જોરદાર થતાં કૃષી ક્ષેત્રમાં અજંપો દૂર થયો છે તથા આશાવાદ વધ્યાના વાવડ મળ્યા હતા. આ વર્ષે શરૂઆતમાં વરસાદ નબળો પડતાં કૃષી વાવેતરની ગતી ધીમી દેખાઈ હતી પરંતુ ત્યારબાદ આવા વાવેતરને ગતી મળ્યાના સમાચાર મળ્યા છે તથા વાવેતરની ડેફીસીટની ટકાવારી ઘટતી જોવા મળી હોવાનું કૃષી બજારોના જાણકારો જણાવી રહ્યા હતા. આની અસર કૃષી બજારોમાં ભાવ પર પણ દેખાઈ છે. તાજેતરમાં રિઝર્વ બેન્કે વ્યાજના દર વધારવાના બદલે જાળવી રાખ્યા છે તથા હવે રિઝર્વ બેન્કની નજર પણ દેશના ચોમાસા પર રહી છે. ચોમાસાની પ્રગતિ સારી રહેશે તો ફુગાવો અંકુશમાં રહેશે એવી ગણતરી રિઝર્વ બેન્કના સૂત્રો દર્શાવી રહ્યા હતા. દરમિયાન, દેશમાં વાવેતરની ડેફીસીટની ટકાવારી ઘટતી રહી તાજેતરમાં બે ટકાના સ્તરે પહોંચી હોવાના સમાચાર મળ્યા હતા. મોસમના વાવેતરના સામાન્ય વિસ્તાર પૈકી હવે આશરે ૯૦ ટકા વિસ્તાર વાવેતર હેઠળ આવી ગયાના નિર્દેશો કૃષી જગતમાંથી મળ્યા હતા. દેશમાં આ મહિનાના અંત સુધીમાં હજી વાવેતરનું કાર્ય ચાલુ રહેવાની શક્યતા છે એ જોતાં આગળ ઉપર વાવેતરમાં વધુ વૃદ્ધી થવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. આ વર્ષે ખરીફ પાકના વાવેતરનો વિસ્તાર ઝડપી ૭૪થી ૭૫ લાખ હેકટર્સ એક જ સપ્તાહમાં વધ્યું હતું તથા ખરીફ પાકના વાવેતરનો કુલ વિસ્તાર વધતો રહી ૧૦૦૦ લાખ હેકટર્સ નજીક પહોંચી ગયાના વાવડ મળ્યા હતા.
દરમિયાન, દેશમાં દર વર્ષે સામાન્ય સંજોગોમાં ખરીફ મોસમમાં વાવેતરનો કુલ વિસ્તાર સરેરાશ ૧૧૦૦ લાખ હેકટર્સ આસપાસ રહેતો હોય છે ખરીફ પાકના વાવેતરના તાજેતરમાં આંકડાઓ મુજબ ડાંગરનો વિસ્તાર ૩૫૦ લાખ હેકટર્સ નજીક પહોંચ્યો છે. જ્યારે કઠોળના વાવેતરનો વિસ્તાર ૧૦૫ લાખ હેકટર્સ નજીક પહોંચ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. વિવિધ જાડા તથા બરછટ ધાન્યોના વાવેતર હેઠળનો વિસ્તાર ૧૮૦ લાખ હેકટર્સની સ પાટી તાજેતરમાં પાર કરી ગયાના સમાચાર પણ મળ્યા હતા. શેરડીના વાવેતરનો વિસ્તાર તાજેતરમાં ૬૦ લાખ હેકટર્સ નજીક પહોંચ્યો છે. આ વર્ષે જૂનમાં દેશવ્યાપી ધોરણે વરસાદની ડેફીસીટ ૩૫ ટકા નોંધાઈ હતી તેની સામે જુલાઈમાં વરસાદની આવી ડેફીસીટ પુરાઈ ગઈ સરપ્લસની સ્થિતી જોવા મળી છે. તથા ઓગસ્ટમાં આવી સરપ્લસની ટકાવારી વધતી દેખાઈ છે. આ વર્ષે ખરીફ પાકમાં વિવિધ કૃષી ચીજોના કુલ ઉત્પાદનનો ટારગેટ સરકારે ૧૭૬૧થી ૧૭૬૨ લાખ ટનનો વિવિધ અનાજો (ફૂડ ગ્રેઈન) માટે નક્કી કર્યો છે તથા વાવેતરનો વિસ્તાર તાજેતરમાં વધતાં સરકારનો આ ટારગેટ હાંસિલ થવાની આશા કૃષી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, તામિલનાડુથી મળતા સમાચાર મુજબ ત્યાં રાજ્ય સ રકારે ડાંગર તથા શેરડીની ખરીદી માટે ખેડૂતોને બોનસ આપવાનું નક્કી કર્યાના સમાચાર મળ્યા હતા તથા ત્યાં હવે સરકાર દ્વારા ડાંગરની ખરીદી સપ્ટેમ્બરથી શરૂ થવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, આ વર્ષે અમેરિકા તથા ઈરાનના યુદ્ધના પગલે વિવિધ ફર્ટીલાઈઝર્સના ભાવ ઉંચા ગયા છે. તથા આના પગલે કૃષી ઉત્પાદનનો ખર્ચ પણ વધ્યો છે. દરમિયાન, વરસાદ સારો થતાં જમીનમાં પાણીનું સ્તર વધ્યું છે. તથા તેના પગલે આગળ ઉપર રવિ પાક માટે પણ આશાવાદ વધ્યો હોવાનું કૃષી તજજ્ઞો જણાવી રહ્યા હતા.









