Breaking News Bi Kerek Suku Bunga 50 Bps Jadi 525 News | Gujarat Samachar
BRICSથી દૂર રહ્યા બાદ બાંગ્લાદેશ અકળાયું, કહ્યું- ‘દર વખતે ભારત વિશે જ ન વિચારી શકીએ’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bangladesh Foreign Minister Remark On India BRICS: BRICS સંમેલનમાં આમંત્રણ પ્રોટોકોલને લઈને ઊભા થયેલા વિવાદ બાદ હવે બાંગ્લાદેશ પોતાની અકળામણ ઠાલવી રહ્યું છે. બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી હુમાયૂં કબીરે જણાવ્યું છે કે, દેશ હવે ભારત સાથેના પોતાના સંબંધોને શેખ હસીનાના શાસનકાળ જેવા જાળવી રાખવા માંગતો નથી. તેમણે તીખા અવાજે કહ્યું કે, 'અમે સવારના નાસ્તા, બપોરના લંચ અને રાતના ડિનર વખતે દર વખતે માત્ર ભારત વિશે જ ન વિચારી શકીએ. અમારે આ માનસિકતાથી આગળ વધવું પડશે.'
BRICSમાં ગેરહાજરી અને ભારત સાથેના સંબંધો પર નિવેદન
ઢાકામાં પત્રકારો સાથે વાતચીતમાં વિદેશ રાજ્ય મંત્રી હુમાયૂં કબીરે જણાવ્યું કે, બાંગ્લાદેશ ભારત સાથેના પોતાના રાજદ્વારી સંબંધોને નવા દ્રષ્ટિકોણથી વ્યાખ્યાયિત કરવા માંગે છે અને છેલ્લા 15 વર્ષના પરંપરાગત ઢાંચાથી આગળ વધવા માંગે છે. જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું વડાપ્રધાન તારિક રહેમાન સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે, ત્યારે કબીરે અકળાઈને કહ્યું કે, 'તમારો સવાલ જ યોગ્ય નથી. ભારત પ્રત્યેના તમારા મોહમાંથી બહાર નીકળો. ભારત માત્ર એક પાડોશી દેશ છે, જેની સાથે અમે સારા દ્વિપક્ષીય સંબંધો ઈચ્છીએ છીએ.'
તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન તારિક રહેમાન 21 સપ્ટેમ્બરે યુએન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા ઢાકાથી રવાના થશે અને કોઈ બહુપક્ષીય કાર્યક્રમના ભાગરૂપે હાજરી આપવાને બદલે તેઓ સ્વતંત્ર દ્વિપક્ષીય પ્રવાસોને વધુ પ્રાધાન્ય આપશે.
કરારોની સમીક્ષા અને શેખ હસીનાનું પ્રત્યાર્પણ
બાંગ્લાદેશના ચીફ વ્હિપ દ્વારા ભારત સાથે થયેલા 101 કરારોની પુનઃતપાસ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કબીરે કહ્યું કે, આ કરારોની સંસદીય પ્રક્રિયા દ્વારા તપાસ અને સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે જ બાંગ્લાદેશ શેખ હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો પણ સતત ઉઠાવી રહ્યું છે.
આમંત્રણ અંગે શું હતો વિવાદ?
BRICS સમિટ 2026 માં બાંગ્લાદેશની ગેરહાજરીનું મુખ્ય કારણ આમંત્રણનો પ્રોટોકોલ હતો.
ભારતનો પક્ષ: ભારતે સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનને BRICS આઉટરીચ સેશન માટે BIMSTEC ના વર્તમાન અધ્યક્ષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સિવાય તેમને અલગથી દ્વિપક્ષીય ભારત યાત્રાનું પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશનો પક્ષ: ઢાકાએ આ પ્રોટોકોલ સામે વાંધો ઉઠાવતાં કહ્યું કે, નિમંત્રણ સીધું દેશના વડાપ્રધાન તરીકે ન હોવાથી તારિક રહેમાન માટે આ સમિટમાં હાજરી આપવી યોગ્ય ન હતી.




