ગારિયાધારમાં વીડિયો વાયરલ થયાની દાઝે યુવક ઉપર હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તું શું કામ અમારો વહીવટ કરે છે..?
ત્રણ શખ્સે મોબાઈલને નુકસાન કરી જાનથી મારી નાંખવા ધમકી આપી
ભાવનગર - ગારિયાધારમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાબતે ત્રણ શખ્સે યુવક પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ગારિયાધારના પંચમુખી હનુમાનજી મંદિર સામે રહેતો નાગરાજ ખસીયા નામના શખ્સનો કોઈ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે બાબતની દાઝી નાગરાજ ખસીયા, રાજુ મકવાણા અને જગો (રહે, તમામ ગારિયાધાર)એ ગત તા.૨૭-૯ના રોજ રાત્રિના સમયે વિશાલગિરિ રમેશગિરિ ગોસ્વામી (ઉ.વ.૩૫, રહે, કૈલાસનગર-૧, આશ્રમ પાછળ, ગારિયાધાર) સાથે બોલાચાલી કરી 'તું શું કામ અમારો વહીવટ કરે છે..?' તેમ કહીં ગાળો દઈ ઢીકાપાટું વડે માર માર્યો હતો. તેમજ શખ્સોએ યુવાનનો મોબાઈલ ફોન જમીન પર પછાડી દઈ નુકસાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના અંગે વિશાલગિરિ ગોસ્વામીએ ત્રણેય શખ્સ સામે ગારિયાધાર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.




