Bhavnagar

જૂનો કેસ પાછો ખેંચવા મામલે યુવક પર તલવાર અને છરી વડે જાનલેવા હુમલા

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના ખેડૂતવાસમાં 2 વર્ષ જૂની અદાવતમાં લોહિયાળ ખેલ ખેલાયો. ખેડૂતવાસ પાટા પાસે 21 વર્ષીય વિવેક સોલંકી પર બે સગા ભાઈઓ આકાશ ઉર્ફે ઢોગો અને કિશન ઉર્ફે કાનાએ તલવાર-છરી વડે હુમલો કર્યો. પિતાએ કરેલા પોલીસ કેસનું વેર રાખી, જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયા. ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનો કેસ પાછો ખેંચવા મામલે યુવક પર તલવાર અને છરી વડે જાનલેવા હુમલા

ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો ે

ખેડૂતવાસમાં બે વર્ષ જૂની અદાવતમાં લોહિયાળ ખેલ,બે ભાઈઓ સામે ગુનો દાખલ

ભાવનગર -  ભાવનગરના ખેડૂતવાસ પાટા પાસે અગાઉની પોલીસ ફરિયાદનું વેર રાખીને બે સગા ભાઈઓએ એક ૨૧ વર્ષીય યુવક પર તલવાર અને છરી વડે પ્રાણઘાતક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ઘોઘારોડ પોલીસ મથકમાં બંને આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ખેડૂતવાસમાં રહેતો અને મજૂરી કામ કરતો વિવેક મુકેશભાઈ સોલંકી (ઉં.વ. ૨૧) ૨૭ ઓગસ્ટના રોજ સવારે સાડા દસેક વાગ્યે હાઈકોર્ટ રોડ તરફ જઈ રહ્યો હતો. તે વખતે ખેડૂતવાસ પાટા પાસે ઉભેલા આકાશ ઉર્ફે ઢોગો બુધાભાઈ બારૈયા અને તેના ભાઈ કિશન ઉર્ફે કાનો બુધાભાઈ બારૈયાએ તેને બોલાવ્યો હતો. આ બંને ભાઈઓએ વિવેકને કહ્યું કે, તારા પિતાએ બે વર્ષ પહેલાં અમારી સામે પોલીસ કેસ કરેલ છે તે પાછો ખેંચી લે. વિવેકે હું કંઈ ન કરી શકું તેમ કહેતા જ બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા.ઝઘડા દરમિયાન કિશને કમરમાંથી છરી કાઢી વિવેકની આંગળી પર ઘા માર્યો હતો. જ્યારે આકાશે તલવાર વડે ડાબા હાથે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.હુમલા બાદ બંને ભાઈઓ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વિવેકના મિત્રો તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર-ટી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, આ અંગે વિવેક સોલંકીની ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે આકાશ ઉર્ફે ઢોગો અને કિશન ઉર્ફે કાના સામે બી.એન.એસ. અને જી.પી.એ. ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.