ઉમરાળા તાલુકાના દડવા ગામ પાસે અકસ્માતમાં મહિલાનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાઈને રાખડી બાંધીને પરત આવી રહેલી બહેનને અકસ્માત નડયો
પીકઅપ વાહને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બે બાળકો સહિત અન્ય ત્રણને ઈજા, પોલીસ ફરિયાદ નોંધાઈ
ભાવનગર - ઉમરાળા તાલુકાના દડવા (રાંદલના) ગામ પાસે પીકઅપ વાહને અડફેટે લેતા સર્જાયેવલા અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે બે બાળકો સહિત ત્રણને ઈજા પહોંચી છે. બનાવ અંગે પીકઅપ વાહનના ચાલક સામે ગુનો નોંધાયો છે.
બોટાદ ખાતે રહેતા ભરતભાઈ જીણાભાઈ વાઘેલાના મોટાભાઈ વિપુલભાઈ, તેમના પત્નિ તથા ત્રણેય બાળકો સાથે તેમની રિક્ષા (જીજે-૦૪-એયુ-૩૫૦૬) લઈને ગતરોજ પાલિતાણા તાલુકાના માંડવડા ગામે સાસરિમાં રાખડી બાંધવા માટે ગયા હતા અને રાત્રે સાસરીમાંથી પરત આવતા ધોળા-ગઢડા રોડ પર દડવા (રાંદલના) ગામ પાસે પહોંચતા સામેથી આવી રહેલા બોલેરો પીકઅપ વાહન (જીજે-૩૩-ટી-૧૭૪૩) ના ચાલકે તેમની સાથે અકસ્માત સર્જી વિપુલભાઈ તથા તેમના બાળકોને ઈજા પહોંચાડી હતી અને વિપુલભાઈના પત્નિ સેજલબેનને માથામાં ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી પીકઅપ વાહનનો ચાલક નાસી છૂટયો હતો. આ અંગે ભરતભાઈ જીણાભાઈ વાઘેલાએ ઉમરાળા પોલીસ મથકમાં પીકઅપ વાહન (જીજે-૩૩-ટી-૧૭૪૩) ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા ઉમરાળા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




