ભાવનગર પોલીસ બેડામાં ખળભળાટ, મહુવા પીએસઆઈ પરમાર સસ્પેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જલ્લા પોલીસ વડાની મોટી કાર્યવાહી
દારૃના બુટલેગર સાથે હપ્તાની ઉઘરાણી કરતી ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી
ભાવનગર - ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. પરમારને ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં પીએસઆઈ પી.એમ. પરમાર મહુવાના લાલા' નામના દેશી દારૃના બુટલેગર પાસે હપ્તાના નાણાંની ઉઘરાણી કરતા સાંભળવા મળ્યા હતા. ઓડિયોમાં તેઓ બુટલેગરને સ્પષ્ટ ધમકી આપતા કહે છે કે, આપવાના છે કે નહીં, હા અગર ના... મને કામગીરી કરવી ફાવે છે, ભીખ માંગવી ગમતી નથી.આ ચકચારજનક ઓડિયો વાઇરલ થતાં જ ભાવનગર પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ મામલે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસના અંતે કાયદો અને વ્યવસ્થાની છબી ખરડવા બદલ એસ.પી. નિતેશ પાંડેયે પીએસઆઈ પરમાર સામે કડક કાનૂની અને શિસ્તભંગના પગલાં ભરી તેમને તુરંત સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.









