યુનિ. પરીક્ષા વિભાગે બીસીએ સેમ-૬ રીપીટરનું પરિણામ સેમ-ડે જાહેર કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પરીક્ષા વિભાગે વધુ એક સફળતા મેળવી
ડિજિટલ એસેસમેન્ટ, વેરીફીકેશન, કોમ્પ્યુટર સેન્ટર ટેકનિકલ પ્રોસેસ સહિતની બાબતોના સહિયારા પ્રયાસથી પરિણામની ઝડપ સુધારાઇ
ભાવનગર - મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી દ્વારા બીસીએ સેમ-૬ રીપીટરની પરીક્ષાઓ પૂર્ણ થતા જ વિવિધ વિભાગના સંયુક્ત ડિજિટલ પ્રયાસોથી ગણતરીના કલાકોમાં વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં સફળતા મળી હતી અને સેમ-ડે પરિણામ મળવાથી આગળના અભ્યાસ કે નોકરી માટે વિદ્યાર્થીઓને અનુકૂળતા મળી હતી.
મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી દ્વારા બીસીએ (ન્યુ સીબીસીએસ) સેમ-૬ રીપીટરની પરીક્ષાઓ તા.૭-૯ થી ૯-૯ દરમિયાન યોજાઇ હતી. આ પરીક્ષાના પ્રેક્ટીકલ પ્રોજેક્ટ વાઇવા તા.૧૧-૯ના રોજ પૂર્ણ કરવામાં આવ્યા હતાં. પરીક્ષાના મૂલ્યાંકન અને પરિણામ પ્રક્રિયામાં ડિજિટલ એસેસમેન્ટ ટીમ દ્વારા અત્યંત ઓછા સમયમાં ડિજિટલ મૂલ્યાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી પરિણામ સંબંધિત દેટા પરીક્ષા વિભાગને સુપરત કરવામાં આળ્યો હતો. ત્યારબાદ પરીક્ષા વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલા પરિણામની બારીકાઇપૂર્વક ચકાસણી તથા જરૃરી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામનો ડેટા કોમ્પ્યુટર એક્શનને સોંપવામાં આવ્યો હતો અને ટેકનિકલ પ્રોસેસ ત્વરિત રીતે પૂર્ણ કરી, પરિણામને તા.૧૧-૯ના રોજ જ જાહેર કરવામાં આવ્યું હતું. આમ પરીક્ષા પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી સેમ-ડે પરિણામ આપ્યું હતું.




