તળાજાના દિહોર-લાકડિયા રોડ પરથી દેશી તમંચા સાથે બે શખ્સની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દિહોર અને પીથલપુરના શખ્સો નેફામાં તમંચો લઈને ઉભા હતા
ભાવનગર એલસીબીની ટીમે ૧૦ હજારનો મુદ્દામાલ કબજે લઈ બન્નેને તળાજા પોલીસને હવાલે કર્યા
ભાવનગર - તળાજા તાલુકાના દિહોર-લાકડિયા રોડ પર દેશી તમંચા લઈને ઉભેલા બે શખ્સને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઈ તળાજા પોલીસને હવાલે કર્યા હતા.
ભાવનગર એલસીબીની ટીમ તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે લાકડિયાથી દિહોર જવાના રસ્તા પર બે શખ્સે હથિયાર લઈને ઉભા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચના સ્ટાફે દોડી જઈ દિલીપ ઉર્ફે સુખો બાલાભાઈ મકવાણા (રહે, દિહોર, તા.તળાજા) અને દીપક ઉર્ફે દીપ ભૂપતભાઈ લાધવા (રહે, ઝાંઝમેર રોડ, પીથલપુર, તા.તળાજા) નામના શખ્સોની અટક કરી અંગ જડતી કરતા દેશી બનાવટના બે તમંચા મળી આવ્યા હતા. જેથી એલસીબીએ રૃા.૧૦,૦૦૦ની કિંમતના બન્ને તમંચા કબજે લઈ બન્ને શખ્સ સામે તળાજા પોલીસમાં આર્મ્સ એક્ટની કલમ ૨૫ (૧-બી), (એ), ૨૯, જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.




