Bhavnagar

ભાવનગરમાં કારમાં આવેલા બે શખ્સે છરીની અણીએ લૂંટ ચલાવી

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં આખલોલ જકાતનાકા પાસે મધરાત્રે 2 મિત્રો મોબાઈલમાં રીલ્સ જોતા હતા. તે દરમિયાન કારમાં આવેલા નાનુ ચુડાસમા નામના શખ્સે તેના મિત્ર સાથે મળીને પરપ્રાંતિય યુવાન નિલેશ ઉદકેને છરી બતાવી ધમકાવી, લાફા મારી રૂ.2,350 રોકડની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ ધમકી આપી ફરાર થઈ ગયા હતા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં કારમાં આવેલા બે શખ્સે છરીની અણીએ લૂંટ ચલાવી

પરપ્રાંતિય યુવાન અને તેના મિત્રને લાફા ઝીંક્યાં

બે મિત્રો મધરાત્રે બહાર રોડ ઉપર બેસીને મોબાઈલમાં રિલ્સ જોતા હતા, લૂંટારા ફરાર

ભાવનગર -  શહેરના આખલોલજકાતનાકા વિસ્તારમાં મધરાત્રે કારમાં આવેલા બે શખ્સે છરીની અણીએ લૂંટ ચલાવી બે મિત્રને મારી નાંખવાની ધમકી આપી હતી.

મુળ એમ.પી.ના અને હાલ આખલોલજકાતનાકા, ટોયેટા શો-રૃમવાળા ખાંચામાં, મામાદેવના ઓટલા પાસે, રાજભાના મકાનમાં ભાડેથી રહેતો મજૂર યુવાન નિલેશભાઈ મનોહરી ઉદકે (ઉ.વ.૧૯) અને તેનો મિત્ર ઋષભ ઉર્ફે રાહુલ કિશનભાઈ મધરાત્રિના ૧૨-૩૦ કલાકના અસરામાં મામાદેવના ઓટલા પાસે બેસી મોબાઈલમાં રિલ્સ જોતા હતા. આ સમયે એક સ્વિફ્ટ કાર નં.જીજે.૦૪.એફએફ.૩૦૧૪માં બે શખ્સે આવી નિલેશભાઈનો કોલર પકડી ગાળો દઈ એક શખ્સે પ્રથમ મોબાઈલ આંચકી લીધા બાદ લાફા ઝીંકી 'મને ઓળખે છે, હું નાનું ચુડાસમા, અહીંનો ડોન છું' તેમ કહી કેડમાંથી છરી કાઢી ખિસ્સામાંથી રૃા.૨,૩૫૦ની રોકડની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ બન્ને શખ્સે ઋષણ ઉર્ફે રાહુલ કિશનભાઈ ખિસ્સા પણ તપાસ્યા હતા. જો કે, રૃપિયા ન હોય, તેમને બે લાફા ઝીંકી અહીં રહેવું હોય તો નાનુ ચુડાસમા ડોનના હુકમનું પાલન કરવું પડશે, નહીંતર જીવતા નહીં રહેવા દઉં તેમ કહી ધમકી આપી બન્ને લૂંટારા કાર લઈ નાસી ગયા હતા.

બનાવ અંગે મજૂર યુવાન નિલેશભાઈએ નાનુ ચુડાસમા અને એક અજાણ્યા શખ્સ સામે બોરતળાવ પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.