Bhavnagar

જશોનાથ ચોક નજીકથી વિદેશી દારૃ ભરેલી રિક્ષા સાથે બે બુટલેગર ઝબ્બે

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં નિલમબાગ પોલીસે જશોનાથ ચોક પાસેથી CNG રિક્ષામાંથી 384 બોટલ દારૂ અને 12 બિયર ટીન સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 1.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછમાં આ દારૂનો જથ્થો સુરતના વાજીદ નામના ઇસમે મોકલ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે વાજીદને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જશોનાથ ચોક નજીકથી વિદેશી દારૃ ભરેલી રિક્ષા સાથે બે બુટલેગર ઝબ્બે

દારૃ મોકલનાર સુરતના ઇસમની શોધખોળ શરૃ

નિલમબાગ પોલીસે દારૃ, બિયર, રીક્ષા મળી રૃ.૧.૮૧ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

ભાવનગર -  ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદે રીતે ઇંગ્લીશ દારૃની હેરાફેરી કરતા બે શખ્સોને સીએનજી ઓટો રિક્ષા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે સુરતના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીની ટીમ રેઇડમાં હતી. તે દરમિયાન જશોનાથ ચોક વાસણ ઘાટ રોડ પર શંકાસ્પદ જણાતા બજાજ કંપનીની સીએનજી ઓટો રિક્ષા (નંબર, જીજે-૦૪-એયુ-૮૮૯૨) ને રોકીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૃની ૩૮૪ બોટલો (ચપ્ટા) જેની કિંમત રૃ.૫૯,૫૨૦ તથા ૧૨ નંગ બીયર ટીન જેની કિંમત રૃ.૧,૫૦૦ મળી આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી રિક્ષા ચાલક રાહુલ દિનેશભાઇ ગોહીલ (ઉં.વ. ૩૩, રહે. હાદાનગર, ભાવનગર) અને રીજવાનઅલી અમીરઅલી વસાયા (ઉં.વ. ૪૪, રહે. વડવા તલાવડી, ભાવનગર) ની અટકાયત કરી હતી. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતાં તેમણે ખુલાસો કર્યો હતો કે, આ દારૃનો જથ્થો તેમણે સુરતના વાજીદ નામના ઇસમ પાસેથી છૂટક વેચાણ અર્થે મેળવ્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી દારૃ, બીયર, રૃ.૨૦,૦૦૦ ની કિંમતના ૨ મોબાઈલ ફોન અને રૃ.૧,૦૦,૦૦૦ ની કિંમતની ઓટો રિક્ષા મળી કુલ રૃ.૧,૮૧,૦૨૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નિલમબાગ પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, ફરાર સુરતના સપ્લાયર વાજીદને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.