Bhavnagar

કોળીયાક પાસે કારમાંથી ૩.૨૮ લાખના ઇંગ્લીશ દારૃના જથ્થા સાથે બે ઝડપાયા

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના ઘોઘા પોલીસે લાખણકા ગામ નજીકથી બાતમીના આધારે ઇકો કારમાંથી 58 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે 28,400 રૂપિયાનો દારૂ અને 3 લાખની કાર સહિત કુલ 3.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. કારચાલક વિક્રમ ડાભી, રમેશ સોલંકી અને મુખ્ય સૂત્રધાર મેઘરાજ કુંચાલા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોળીયાક પાસે કારમાંથી ૩.૨૮ લાખના ઇંગ્લીશ દારૃના જથ્થા સાથે બે ઝડપાયા

દારૃ સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર સહિત ૩ સામે ગુનો દાખલ

પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ઇકો કારમાંથી ૫૮ બોટલ દારૃ જપ્ત કર્યો

ભાવનગર - ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે લાખણકા ગામના પેટ્રોલ પંપ નજીકથી બાતમીના આધારે એક સફેદ કલરની ઇકો કારને આંતરીને દારૃનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે રૃ. ૨૮,૪૦૦ની કિંમતની ૫૮ બોટલ વિદેશી દારૃ તથા રૃ. ૩ લાખની કિંમતની ઇકો કાર મળીને કુલ રૃ. ૩.૨૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઘોઘા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન લાખણકા પેટ્રોલ પંપ પાસે ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇકો કાર (નંબર જીજે-૨૩-બીડી-૨૫૫૩) માં દારૃનો જથ્થો લવાઈ રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી કાર રોકાવી તપાસ કરતા કારની પાછળની સીટ નીચે પ્લાસ્ટિકના થેલામાંથી રાજસ્થાન પાસિંગની અલગ-અલગ બ્રાન્ડની દારૃની બોટલો મળી આવી હતી.પોલીસે કાર ચાલક વિક્રમ ફાફાભાઈ ડાભી (રહે. મીઠીવીરડી, તા. તળાજા)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે આ જથ્થો કોળીયાક ગામના રમેશ ઉર્ફે પોપટ ધરમશીભાઇ સોલંકી પાસેથી મેળવ્યો હોવાનું ખુલાસો કર્યો હતો. પોલીસે રમેશ સોલંકીની અટકાયત કરતાં તેણે આ દારૃનો જથ્થો ભાવનગરના મેઘરાજ કુંચાલાએ પૂરો પાડયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગ્રીન લેબલ વ્હિસ્કી (૧૧ બોટલ) અને ઓફિસર ચોઇસ ક્વાર્ટર (૪૭ નંગ) કુલ કિંમત રૃ. ૨૮,૪૦૦ તથા ઇકો કાર રૃ. ૩,૦૦,૦૦૦ મળી કુલ રૃ.૩,૨૮,૪૦૦ ના મુદામાલ સાથે વિક્રમ ડાભી અને રમેશ સોલંકી જ્યારે પોલીસે મેઘરાજ કુંચાલા સહિત ત્રણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.