Bhavnagar

જૂની અદાવતમાં યુવાન પર છરીથી ત્રણ શખ્સનો પ્રાણઘાતક હુમલો, હાલત નાજુક

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં કાયદો વ્યવસ્થા કથળી છે. ખલાસી સોસાયટી પાસે બાઇક પર આવેલા 3 લુખ્ખા શખ્સોએ ઉમંગ ચૌહાણ નામના યુવક પર છરીથી જીવલેણ હુમલો કર્યો. પૂર્વ સગાઈ મુદ્દે બોલાચાલી બાદ કરણ બારૈયા અને તેના 2 સાગરીતોએ ઉમંગના પેટમાં છરી હુલાવી આંતરડા બહાર કાઢી નાખ્યા. ગંભીર રીતે ઘવાયેલા ઉમંગને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂની અદાવતમાં યુવાન પર છરીથી ત્રણ શખ્સનો પ્રાણઘાતક હુમલો, હાલત નાજુક

ભાવનગરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી

ખલાસી સોસાયટી પાસે બાઇક પર આવેલા ત્રણ લુખ્ખાએ યુવકના પેટમાં છરી હુલાવી આંતરડા બહાર કાઢી નાંખ્યા

ભાવનગર -  સંસ્કારી નગરી ભાવનગરમાં હાલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન કથળી ગઈ હોય તેવું ચિંતાજનક ચિત્ર ઉપસી રહ્યું છે. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખલાસી સોસાયટી પાસે જાહેર રોડ પર ત્રણ શખ્સોએ એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરી તેને લોહીલુહાણ કરી દેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, ખલાસી સોસાયટીમાં રહેતા ઉમંગ સતીષભાઈ ચૌહાણ નામના યુવકની સગાઈ અગાઉ જલ્પાબેન નામની યુવતી સાથે થઈ હતી, જે ત્રણેક મહિના પહેલા તૂટી ગઈ હતી. ત્યારબાદ જલ્પાબેનના લગ્ન કરણ હરેશભાઈ બારૈયા સાથે થયા હતા. કરણ બારૈયા પોતાના બે સાગરીતો ત્વિક ઉર્ફે બાબા અને સમીર ઉર્ફે એકાવન સાથે બે મોટરસાઇકલ પર આવી ઉમંગ સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો. 'તારી સગાઈ તૂટી ગઈ હોવા છતાં મારી પત્નીને કેમ ફોન કરે છે?' તેમ કહી બોલાચાલી કર્યા બાદ ત્વિક અને સમીરે ઉમંગને પકડી રાખ્યો હતો અને કરણે છરીનો ઘા ઉમંગના પેટમાં ઝીંકી દીધો હતો. હુમલો એટલો ભયાનક હતો કે યુવકના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા. બૂમાબૂમ થતા ત્રણેય શખ્સ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઉમંગને સર ટી. હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ ખસેડાયો છે. ઘટના અંગે માતા હિનાબેનની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે બીએનએસની કલમ ૧૧૮(૨), ૧૧૫(૨), ૩૫૧(૩) તથા જી.પી.એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી ત્રણેય શખસને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.