Bhavnagar

જમીન વિવાદમાં વીરડી ગામના વૃદ્ધની હત્યા કરનાર ત્રણ શખ્સ ઝબ્બે

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે જમીન વિવાદે એક વૃદ્ધની હત્યા થઈ છે. આણંદભાઈ કંટારીયા પર તેમના જ કુટુંબીજનો રમેશ, ચિરાગ અને મહેશે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓ થતાં ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. ગારીયાધાર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી, તેમને આજે કોર્ટમાં રજૂ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જમીન વિવાદમાં વીરડી ગામના વૃદ્ધની હત્યા કરનાર ત્રણ શખ્સ ઝબ્બે

ત્રણેય હત્યારાને કોર્ટમાં રજૂ કરશે

ગારીયાધારના વીરડી ગામે લોખંડના પાઇપના ફટકા મારી અધમૂઆ કર્યા, સારવાર દરમિયાન દમ તોડયો

ભાવનગર -  ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે ખેતીની જમીન અને મકાન સંબંધિત જૂના વિવાદે ઉગ્ર સ્વરૃપ ધારણ કરતાં એક વૃદ્ધની લોખંડના પાઇપ વડે હુમલો કરી ક્ર હત્યા કરવામાં આવી હતી.ગારીયાધાર પોલીસે ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વીરડી ગામે રહેતા આણંદભાઈ પુંજાભાઈ કંટારીયા પોતાના ઘરે હાજર હતા, ત્યારે સવારના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે તેમના જ કુટુમ્બીજનો રમેશ બધાભાઈ કંટારીયા, ચિરાગ રમેશભાઈ કંટારીયા અને મહેશ પ્રવીણભાઈ કંટારીયા લોખંડના પાઇપ સાથે ત્યાં ધસી આવ્યા હતા. ત્રણેયએ જૂની દાઝ રાખી આણંદભાઈ પર અચાનક હુમલો કરી દીધો હતો અને લોખંડના પાઇપ વડે હાથ, પગ તથા કપાળના ભાગે મરણતોલ ઇજાઓ પહોંચાડી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ સ્થળ પરથી ભાગી છૂટયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા આણંદભાઈને તાત્કાલિક ગારીયાધાર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીઆ બનાવ અંગે મૃતકના પુત્ર યોગેશભાઈ આણંદભાઈ કંટારીયા (રહે. હાલ સુરત) ની ફરિયાદના આધારે ગારીયાધાર પોલીસે ત્રણેય આરોપીઓ સામે બી.એન.એસ. ની કલમ ૧૦૩(૧), ૫૪ તથા જી.પી.એ. એક્ટ ૧૩૫ મુજબ હત્યાનો ગુનો નોંધાયો હતો.ગારીયાધાર પોલીસે ત્રણેય હત્યારાની ધરપકડ કરી લીધી છે.અને આજે કોર્ટમાં રજૂ કરવાના હોવાનું પોલીસે જણાવ્યું છે.