જેસરના ચિરોડા ગામે મધ્યરાત્રિએ ત્રણ સાવજો શિકાર માટે ગામમાં ઘૂસ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૧૫થી ૨૦ મીનીટ સાવજોના આટાફેરાનો વીડિયો વાયરલ
સાવજો આવ્યા હોવાની અગાઉ જાણ થતા ગ્રામજનો બારી-બારણા બંધ કરી ઘરમાં પુરાયા હતાં
જેસર - જેસર પંથકમાં રાની પશુઓના આંટાફેરા વધી ગયા છે. ગત મોડી રાત્રે અગાઉ જાણ થઇ હોય શિકારની શોધમાં ત્રણ સાવજ ગામમાં આવી ચડયા હતાં. જો કે, ગ્રામજનો સતર્ક રહી બારી-બારણા બંધ રાખ્યા હતા અને ૧૫-૨૦ મીનીટ સુધી ગામમાં આટાફેરા મારી શિકાર નહીં મળતા ચાલ્યા ગયા હતાં. ચિરોડા ગામના આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને ગ્રામજનોએ આ સાવજોને પકડી બીડ વિસ્તારમાં મુકવા માંગણી કરી હતી.
જેસર તાલુકાના ચિરોડા ગામે ગઈકાલે બપોરના ચાર કલાકે જેસર ચિરોડા રોડ વચ્ચે આવેલ હનુમાનજી દાદાના મંદિરની બાજુમાં વાડી વિસ્તારના લોકોએ ધોળા દિવસે ત્રણ સાવજોને જોયા અને તે ત્રણ સાવજો ગામ તરફ પ્રયાણ કરતા હોય જેથી વાડી વિસ્તારમાં લોકો દ્વારા ટેલિફોનિક વાતચીત કરી ત્રણ સાવજો ગામમાં આવે છે જેથી ગામ લોકોને સતર્ક કર્યા હતા જે ત્રણ સાવજો મોડી રાત્રીના એક કલાકે ગામમાં શિકારની શોધમાં પ્રવેશી ગામની શેરીઓમાં લટારો મારી હતી અને ત્રણ સાવજો ગામની શેરીઓમાં ચડતા ગામની શેરીઓમાં રહેલ સ્વાન ભસવા લાગ્યા હતા જેથી ગ્રામજનો જાગી ગયા હતા અને ત્રણ સાવજો ગામની અલગ અલગ શેરીઓમાં ૧૫ થી ૨૦ મિનિટ સુધી ગામમાં લટારો મારી પરંતુ શિકાર માટે તેમને કશું ન મળતા ગામની બહાર નીકળી ગયા હતાં. જે હકીકત ગામના લોકોએ ઘરે લગાવેલ સીસીટીવી કેમેરામાં સાવજો ગામમાં આંટાફેરા મારતા હોય એ કેદ થઈ ગયા હતા. આમ અવાર નવાર ચિરોડા ગામે સાવજો ગામમાં પ્રવેશી જતા હોય છે તો વહેલી તકે જેસર તાલુકા ફોરેસ્ટ વિભાગ દ્વારા સાવજોને પકડી અને બીડ વિસ્તારમાં મૂકવામાં આવે તેવી ચિરોડા ગામના ગ્રામજનોની માંગ છે.




