સિંધી સમાજ દ્વારા આજથી ચાલીસા વ્રતની ઉજવણીનો પ્રારંભ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અખંડ જયોત અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે
૪૦ દિવસ સુધી વ્રતધારીઓએ આકરા નિયમો પાળશે, અંતિમ દિવસે દરિયામાં મટકી પ્રવહન કરીને પુર્ણાહુતિ કરાશે
ભાવનગર - સમસ્ત સિંધી સમાજના અનન્ય શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર ભગવાન ઝુલેલાલના ચાલીસા વ્રતનો આવતીકાલ તા.૯ ઓગસ્ટને રવિવારથી પ્રારંભ થશે. આ વ્રત દરમિયાન ૪૦ દિવસ સુધી લોકો આકરા નિયમો પાળીને વ્રત કરશે અને છેલ્લા દિવસે દરિયામાં મટકી પ્રવહન કરીને વ્રતની પુર્ણાહુતિ કરવામાં આવશે.
સિંધી સમાજ આયોજિત આ ચાલીસાના દિવસોમાં શહેરના ઝુલેલાલ મંદિર, સિન્ધુનગર, રસાલા કેમ્પ, સંત પ્રભારામ આશ્રમ અને રૃપમ ચોક ખાતેના મંદિરોમાં ચાલીસાની વિશેષ પૂજા, સત્સંગ, ભજન-કિર્તન અને આરતી સહિતના વિશિષ્ટ આયોજનો પણ કરવામાં આવેલ છે. આ ૪૦ દિવસ દરમિયાન વ્રતધારીઓએ તળેલુ નહિ માત્ર બાફેલુ ખાવાનું, દૂધ અને સફેદ વસ્તુનુું સેવન નહિ કરવાનું, બહેનોએ બ્યુટીપાર્લરની તમામ પ્રક્રિયાનો ત્યાગ કરવાનો, બ્રહ્મચર્ય પાળવાનું સહિતના આકરા નિયમો પાળવાના રહેશે. આ વેળા અખંડ જયોત, ભહેરાણા સાહેબની શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. જે અંગેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ ધર્મોત્સવને લઈને સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.









