પાટણા લુણધરા રોડની સાઈડનું ગત વર્ષે ધોવાણ થયુ, સમારકામમાં વિલંબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કામ પ્રગતિ હેઠળ હોવાનો તદ્રન ખોટો જવાબ પાઠવાયો
તંત્ર દ્વારા રોડના ધોવાણના રીપેરીંગ કામ અંગે બે બે વખત ખોટા જવાબો અપાતા રોષ
ભાવનગર - વલ્લભીપુર તાલુકાના પાટણા-લુણધરા રોડની સાઈડનું ધોવાણ થતા તેના રીપેરીંગ અંગે સ્થાનિક આગેવાન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવતા તંત્રવાહકો દ્વારા તેના રીપેરીંગ કામ અંગે બે બે વખત ખોટા જવાબ આપવામાં આવતા ગ્રામજનોમાં તંત્રની કાર્યપધ્ધતિ સામે કચવાટ વ્યાપેલ છે.
પાટણાથી લુણધરાના રોડનું ગત ચોમાસામાં થયેલા ધોવાણનું રીપેરીંગ કામ પૂર્ણ કરવા બાબતે પાટણા ભાલના સામાજિક કાર્યકર દ્વારા ગત તા.૧૫-૧૦-૨૦૨૫ ના રોજ પીજી પોર્ટલમાં રજુઆત કરાતા તેનો તા.૧૧ નવેમ્બર ૨૦૨૫ ના રોજ પાઠવાયેલા પત્રમાં જણાવાયુ હતુ કે, આ રસ્તામાં નાળાનું કામ શરૃ થનાર હતુ.પરંતુ તાજેતરમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયેલ હોય પાણી સુકાઈ ગયા બાદ કામ શરૃ કરાશે તથા મરામત ટૂંક સમયમાં કરાશે.આમ, ગત ચોમાસામાં થયેલા રોડના ધોવાણનું આજદિન સુધી મરામત કરાયુ નથી. ધોવાણ થયેલા રોડના રીપેરીંગનુ કામ પ્રગતિ હેઠળ હોવાનો જવાબ તદ્રન ખોટો પાઠવાયો છે. અત્રે કોઈપણ જાતનું રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યુ નથી. પરિસ્થિતિ એની એ જ છે. જવાબદાર અધિકારીઓ ઓનલાઈન ફરીયાદને દફતરે કરવા તેમજ ઉપરી અધિકારીઓને સારુ દેખાડવા માટે ખોટા જવાબ આપી રહ્યા હોવાથી લોકોમાં આક્રોશ વ્યાપેલ છે. આ બીજુ ચોમાસુ આવી ગયુ હોવા છતા તંત્ર નિંદ્રાધીન છે. જો આ ચોમાસામાં વધારે વરસાદ વરસે તે પહેલા મરામત નહિ કરાશે તો આ રોડનું મોટા પાયે ધોવાણ થશે તેમ સ્થાનિકોએ જણાવ્યુ હતુ.




