Bhavnagar

મહુવાના બાંભણીયા ગામે બાળકને ફાડી ખાનાર દીપડી આખરે પાંજરે પુરાતા હાશકારો

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના મહુવા નજીક બાંભણિયા ગામે 4 દિવસ પૂર્વે દીપડાના હુમલામાં નિત્ય પ્રકાશભાઈનું મૃત્યુ થયું હતું. વન વિભાગે ટ્રેપ કેમેરા અને મોનિટરીંગ દ્વારા સઘન શોધખોળ કરી. આજે રામપરા સીમ વિસ્તારમાંથી હુમલો કરનાર શંકાસ્પદ માદા દીપડીને પકડી પાડી. આ કાર્યવાહીથી ગ્રામજનોએ રાહત અનુભવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવાના બાંભણીયા ગામે બાળકને ફાડી ખાનાર દીપડી આખરે પાંજરે પુરાતા હાશકારો

ચાર દિવસ પૂર્વે બનેલા બનાવમાં તંત્રને સફળતા

વન વિભાગે વિવિધ રેસ્ક્યુ ટીમો બનાવી સતત ટ્રેપ કેમેરા અને મોનિટરીંગ રાખી રામપરા સીમમાંથી આ દીપડીને પકડી પડાઇ

ભાવનગર -  ચાર દિવસ પૂર્વે મહુવાના બાંભણીયા ગામે શાળાએથી વાડી તરફ જતા નિત્ય પ્રકાશભાઈનું વન્ય પ્રાણી દિપડા દ્વારા મૃત્યુ નિપજ્યું હતું જેમાં સસ્પેક્ટેડ માદા જીવ ૧ને વન વિભાગ દ્વારા બનાવના સ્થળથી ૧.૫૦ દૂર રામપરા સીમ વિસ્તારમાંથી પકડી પાડવામાં સફળતા મળી છે.

મળતી માહિતી અનુસાર બાંભણિયા ગામના રહેવાસી નિત્ય પ્રકાશભાઈ ગોંડલીયાના થોડા દિવસ પહેલા દીપડાના હુમલામાં દુઃખદ મોત થયું હતું. આ ઘટનાથી આખા વિસ્તારમ ડર અને ચિંતા ફેલાઈ ગઈ હતી. ગામલોકોમાં પણ સતત અસુરક્ષાની લાગણી જોવા મળી રહી હતી ઘટના પછી વન વિભાગે દીપડાને પકડવા માટે સતત શોધખોળ અને ટ્રેકિંગ શરૃ કર્યું હતું. જેમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગના મુખ્ય વન રક્ષક શેત્રુંજય વન્ય જીવ વિભાગની સૂચના અને માર્ગદર્શક મુજબ અલગ અલગ ટીમો બનાવીને દસથી વધુ ટ્રેપ રેક ગોઠવી રોજે રોજનું સઘન સ્કેનિગ હાથ ધરી મહુવા રેન્જ સ્ટાફ તથા રાજુલા રેન્જ સ્ટાફ, રેપિડ એકશન ટીમ સાસણ ટ્રેક્ટર ટીમ અને વન વિભાગના તમામ સ્ટાફ દ્વારા સતત વન્ય પ્રાણી દીપડાની અવરજવરને ધ્યાનમાં લઇ ડ્રોન થર્મલ કેમેરા દ્વારા તેમજ ટ્રેપ કેમેરા દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આજુબાજુની લાગુ સીમ વિસ્તારમાં સઘન મિશન હાથ ધરાયું હતું. જ્યારે આજરોજ ઘટના સ્થળથી ૧.૫૦ કિ.મી. દૂર રામપરા સીમ વિસ્તારમાંથી માદા દીપડીને સફળતાપૂર્વક પકડી લેવામાં આવી છે. પાંજરે પુરાયેલી માદા દીપડીને આગળની કાર્યવાહી માટે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગની આ કામગીરીથી સ્થાનિક ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે. વિભાગે લોકોને જંગલી પ્રાણીઓના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જાણ કરવા અપીલ કરી છે. સાથે જ રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને બાળકોનું ખાસ ધ્યાન રાખવા પણ સૂચના આપવામાં આવી છે.