Bhavnagar

ઋતુ સંધિકાળના કારણે રોગચાળો વ્યાપક બન્યો

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગર શહેર-જિલ્લામાં બેવડી ઋતુના કારણે રોગચાળાએ માઝા મૂકી છે. ઘરે-ઘરે તાવ, શરદી, ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ જોવા મળી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોની OPD ભરાઈ રહી છે. ડોકટરોએ યોગ્ય આહાર, પરેજી અને ત્વરિત સારવાર લેવા અપીલ કરી છે, જેથી રોગમુક્ત થઈ શકાય. બાળકો અને વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઋતુ સંધિકાળના કારણે રોગચાળો વ્યાપક બન્યો

ભાવનગર શહેર-જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ

ઘરે ઘરે તાવ, શરદી, ઝાડા ઉલટી, ડેન્ગ્યુ ચિકનગુનિયા, વાયરલ ઇન્ફેક્શન સહિતના દર્દીઓ જોવા મળી રહ્યા છે

ભાવનગર -  ભાવનગરમાં આ વર્ષે મેઘરાજા જોઈએ એવી કમાલ દેખાડી શક્યા નથી પરંતુ કુદરતી ચક્ર મુજબ શહેર અને જિલ્લામાં ચોમાસું રોગચાળા એ માઝા મૂકી છે ઘરે ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે સરકારી થી લઈને ખાનગી હોસ્પિટલોની ઓપીડીઓ ભરચક જોવા મળી રહી છે.

દરેક તુ પ્રમાણે રોગચાળો પ્રસરતો હોય છે જે તે તુનો પ્રભાવ ગમે તેવો હોય પરંતુ તુ અનુરૃપ અન્ય રોગચાળો ન પ્રસરે એવું શક્ય જ નથી બનતું ત્યારે હાલમાં કહેવા ખાતરનું ચોમાસું ચાલી રહ્યું છે પરંતુ ચોમાસામાં જોવા મળતા અલગ અલગ પ્રકારના રોગ ઘરે ઘરે જોવા મળી રહ્યા છે શહેર સાથે ગામડાઓમાં પણ લોકો મોટા પ્રમાણમાં તાવ, શરદી ઉધરસ, ઝાડા ઉલટી, તથા માખી મચ્છર દ્વારા ફેલાતા એટલે કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા સાથે વાયરલ ઇન્ફેક્શન જેવા રોગનો ભોગ વધુને વધુ માત્રામાં લોકો બની રહ્યા છે સામાન્ય રીતે રોગચાળાનો પગરવ માખી મચ્છર જેવા કીટકો દૂષિત પાણી અને હવામાનના કારણે ફેલાતો હોય છે ત્યારે થોડી પરેજી ઉપરાંત સમયસરની સારવાર થતી દર્દી વહેલી તકે રોગમુક્ત બની શકે છે શહેર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પ્રમાણમાં લેવામાં આવી રહ્યા છે એ સાથે લોકોને પણ જણાવવામાં આવ્યું છે કે આરોગ્ય લક્ષી તકેદારીના પગલાંઓ લેવા ઉચિત આહાર સાથે વિશ્રામ અને યોગ્ય પરેજી પાળવા અનુરોધ કર્યો છે દર્દીની હાલત નાજુક હોય તો વિલંબ કર્યા વિના તત્કાલ નજીકના આરોગ્ય કેર સેન્ટર અથવા તો શહેરના સરકારી હોસ્પિટલ માં સારવાર માટે પહોંચી જવા જણાવવામાં આવ્યું છે.

યોગ્ય ખાનપાન સાથે પરેજી પાળવી અનિવાર્ય

શહેરના જાણીતા ફિઝિશ્યન ડો.ઉમગ પટેલ એ વર્તમાન જાહેર જન આરોગ્ય ને લઈને જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસુ પૂર્ણ થવાના સમયે વાઈરલ ઇન્ફેક્શન વ્યાપક પ્રમાણમાં પ્રસરે છે મુખ્યત્વે તાવ,શરદી, ઉધરસ અને કળતરના દર્દીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે લોકોની લાઇફસ્ટાઇલ ને લઈને રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો છે આથી લોકો ફીવર,સંક્રમણનો શીકાર ઝડપથી બને છે બાળકો અને વૃદ્ધો સંક્રમણ નો ભોગ સૌથી વધુ બને છે કોવિડ કાળ પછી લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ છે આથી આવી સ્થિતિમાં સૌથી વધુ જરૃરી સજાગતા અને તત્કાલ સારવાર જરૃરી છે.