તળાજા ઃ દિવ્ય શક્તિઓની અનુભૂતિ કરાવતું પ્રાચીન ધનેશ્વર મહાદેવ મંદિર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શેત્રુંજી નદીના રમણીય તટે આવેલું ઈશાનમુખનું શિવાલય
રાજવી ઝાંઝરસિંહજી વાળાના રાજ્યમાં મંદિરની સ્થાપના થયેલી, દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની શ્રદ્ધા
તળાજા, - તળાજામાં શેત્રુંજી નદીના રમણીય તટે આવેલું પ્રાચીન ધનેશ્વર મહાદેવનું શિવાલય ભક્તોને દિવ્ય શક્તિઓની અનુભૂતી કરાવે છે. સદીઓ જૂના આ શિવાલય પ્રત્યે શિવભક્તોને અતૂટ શ્રદ્ધા છે.
ધનેશ્વર મહાદેવજીના દર્શન સાથે અહીં કુદરતી સાંનિધ્યનો અદ્ભૂત સંગમ થાય છે. તળાજાની સ્થાપના વખતનું અતિ પ્રાચીન ઈશાન મુખી ધનેશ્વર મહાદેવજીના મંદિરની સ્થાપન રાજવી ઝાંઝરસિંહ વાળાના રાજ્યમાં જૂના રાજમાર્ગ પર કરાઈ હતી. ત્યારબાદ ૧૩ ફૂટ પાણીથી રેતીકાપની અંદર શિવલીંગ ગરકાવ થઈ ગયેલું હોય, આશરે ૮૦૦ વર્ષ પૂર્વે શિવલીંગના દર્શન થતાં કપોળ વણિક અને ભૂદેવે પુનઃસ્થાપિત કર્યું હતું. આ મંદિર દિવ્ય શક્તિઓની અનુભૂતિ કરાવે છે. અહીં દર્શને આવતા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની શ્રદ્ધા છે. વર્ષ ૨૦૦૯માં મંદિરોનો પુનઃજીર્ણોદ્ધાર કરાયો છે. શિવ સરોવર ચેકડેમ તળાજાના લોકોને પાણીની જરૃરિયાત પૂરી પાડે છે. અહીં બગીચો, બાકડાં હોય, પ્રકૃતિનો આનંદ માણવા લોકો પરિવાર સાથે આવે છે. શ્રાવણ માસમાં આ પ્રાચીન મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ છે.




