Bhavnagar

કાળાનાળાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ ,ઘરેણા ઉઠાવી ગયા

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં કાળાનાળા પાસે સતુભા ગોહિલનો પરિવાર નેપાળ પશુપતિનાથના દર્શને ગયો હતો, ત્યારે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટક્યા હતા. કબાટના લોક તોડી સોના-ચાંદીના દાગીના, 60,000 રોકડા અને મોબાઈલ સહિત કુલ 2,06,200 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નીલમબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાળાનાળાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ ,ઘરેણા ઉઠાવી ગયા

પરિવાર નેપાળ પશુપતિનાથના દર્શને ગયો હતો

સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ મળી  રૃ. ૨.૦૬ લાખની ચોરી

ભાવનગર - ભાવનગરમાં એક ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કાળાનાળા વિસ્તારમાં રહેતો પરિવાર નેપાળ સ્થિત પશુપતિનાથના દર્શને ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઘરના કબાટના લોક તોડી રોકડ ઘરેણા ચોરી કરી નાસી છૂટયા હતા.

કાળાનાળા વિસ્તારમાં આવેલા દાદા સાહેબ દેરાસર પાસે રહેતા સતુભા ગોહિલ પરિવાર સાથે ગત તા. ૦૮ જુલાઈ ૨૦૨૬ થી ૧૦ જુલાઈ ૨૦૨૬ દરમિયાન પોતાનું ઘર બંધ કરીને નેપાળ સ્થિત પશુપતિનાથના દર્શને ગયા હતા.તે દરમિયાન અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી કબાટનું લોક તોડયું હતું. તસ્કરો કબાટમાંથી સોનાની બુટ્ટી, સોનાની લગડી, સોનાનું પેન્ડલ અને સોનાની વીંટીની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત ચાંદીના કડલા, સાંકળ, રુદ્રાક્ષની માળા, છડ્ડા તેમજ તાંબાનો લોટો અને એક રિયલમી કંપનીનો મોબાઈલ પણ ચોરી કરી લીધો હતો.ઘરમાંથી દાગીના અને મોબાઈલ સિવાય આશરે રૃ. ૬૦,૦૦૦ની રોકડ અને પરચુરણ સિક્કા મળી કુલ રૃ. ૨,૦૬,૨૦૦ની મતાની ચોરીની ચોરી કરી નાસી છૂટયા હતા. આ મામલે નીલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.