Bhavnagar

અલંગ શીપબ્રેકિંગ યાર્ડના ગોડાઉનમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયા

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં અલંગ શીપબ્રેકિંગ યાર્ડના 'નક્ષરાજ એન્ટરપ્રાઇઝ' ગોડાઉનમાંથી થયેલી ₹1,56,000ની તાંબા-પિત્તળના ભંગારની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે રાજુ ઉર્ફે બાંગલો ડાભી (ઉં.વ. 39)ને ₹78,600ના 131 કિલો ભંગાર સાથે લાખણકા ગામેથી ઝડપી પાડ્યો છે. અન્ય 2 આરોપીઓને પકડવા તજવીજ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલંગ શીપબ્રેકિંગ યાર્ડના ગોડાઉનમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયા

રૃ.૭૮ હજારનો તાંબા-પિતળનો ભંગાર રિકવર, પોલીસે ગુનાનો ભેદ ઉકેલી શખ્સની અટકાયત કરી

ભાવનગર -  અલંગ શીપબ્રેકિંગ યાર્ડમાં પ્લોટ નંબર ૧૮ સામે આવેલ 'નક્ષરાજ એન્ટરપ્રાઇઝ'ના ગોડાઉનમાંથી ગત ૧૪-૧૫ જુલાઈ દરમિયાન અજાણ્યા તસ્કરો રૃ.૧,૫૬,૦૦૦ ની કિંમતનો ૨૬૦ કિલો તાંબા-પિતળનો ભંગાર ચોરી ગયા હતા. આ અંગે ૧૦ ઓગસ્ટના રોજ અલંગ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.ચોરી કરનાર તસ્કરને ઝડપી લીધો હતો.

અલંગ પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સેલની મદદથી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કોન્સ્ટેબલ હારીતસિંહ સરવૈયા અને ઘનશ્યામસિંહ ગોહિલને ખાનગી બાતમી મળી હતી કે ચોરીનો ભંગાર લાખણકા ગામના રાજુ ઉર્ફે બાંગલો ડાભીની ખોલીમાં છુપાવવામાં આવ્યો છે.પોલીસે દરોડો પાડી ૧૩૧ કિલો તાંબા-પિતળનો ભંગાર (કિંમત રૃ.૭૮,૬૦૦) જપ્ત કરી રાજુ ડાભી (ઉં.વ.૩૯)ની અટકાયત કરી છે. જ્યારે આ ચોરીમાં સંકળાયેલા અન્ય આકાશકુમાર સરોજ અને ભોલા રાજભરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.