૧૧૮ ગામો ધરાવતા તળાજા તાલુકાના સરકારી દવાખાનામાં ગાયનેક તબીબની ઘટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તાજેતરમાં આયુષ ડોક્ટરને મુકી વ્યવસ્થા જળવાઇ
ગર્ભવતી મહિલા, પ્રસુતિ માટે આવતી માતાઓ અને અન્ય દર્દીઓને પારાવાર મુશ્કેલી
તળાજા - તળાજાની સરકારી હોસ્પિટલમાં ગાયનેક તબીબની જગ્યા ખાલી રહેતા તાલુકાની ગર્ભવતી મહિલાઓ, પ્રસુતિ માટે આવતી માતાઓ તથા અન્ય સ્ત્રી રોગના દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઉચ્ચસ્તરીય રજૂઆત થવા પામી છે.
રાજ્યના આરોગ્ય વિભાગે એક સમયે તળાજાની સરકારી હોસ્પિટલમાં થયેલ પ્રસુતિની નોંધ લઇને અહીની હોસ્પિટલના તે સમયના સુપ્રિટેન્ડન્ટ ડો.અગ્રાવતને એવોર્ડ આપીને બિરદાવવામાં આવ્યા હતાં. આજે સ્થિતિ ઉલટી છે. જિલ્લાનું આરોગ્ય તંત્ર અને અહીના રાજકીય આગેવાનો જાણતા હોવા છતાંય છેલ્લા કેટલાક સમયથી ઇન્ચાર્જ તબીબથી ગાડુ ગબડાવવામાં આવે છે. હોસ્પિટલમાં તાળુ ન મારવું પડે તે માટે ચાર દિવસ પહેલા આયુષ ડોક્ટરને મુકીને હંકારવામાં આવ્યું હતું. ત્યારે તળાજાના ભાજપના સક્રિય કાર્યકર્તા હરિઓમ ભીલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ તળાજા તાલુકાની કુલ વસ્તી ૩,૨૫,૬૬૭ છે અને તાલુકામાં ૧૧૮ ગામો આવેલા છે. દરિયા કાંઠાના આ વિસ્તારોમાં માછીમાર પરિવારો, ખેડૂત પરિવારો, મજુર વર્ગ તથા આર્થિક રીતે નબળા પરિવારોની સંખ્યા વધુ છે, જેઓ મુખ્યત્વે સરકારી હોસ્પિટલ પર નિર્ભર છે ત્યારે તબીબોની આ ખાલી જગ્યા સત્વરે પુરવા માંગ ઉઠી છે.




