શેરબજારમાં ૨૦ ટકા વળતરની લાલચ આપી આચરાયેલા કૌભાંડમાં સાત શખ્સની ધડપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વરતેજ પોલીસ સ્ટેશન હેઠળ ગુનો નોંધાયો હતો
લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૃા. ૩૬.૮૯ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે લીધી
ભાવનગર - ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા શેરબજારમાં રોકાણ પર મહિને ૨૦ ટકા જેટલું અધધ વળતર આપવાની લોભામણી સ્કીમના કૌભાંડમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ને મોટી સફળતા મળી છે. પોલીસે આ કૌભાંડમાં ભાગીદાર અને એજન્ટ તરીકે ગેરકાયદે લાભ મેળવનારા વધુ ૭ શખ્સની ધોરણસર અટકાયત કરી છે.
વરતેજ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા શેરબજારમાં રોકાણ પર ટકા જેટલું અધધ વળતર આપવાની લોભામણી સ્કીમ બતાવી લોકોને છેતરતી ટોળકીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે.પોલીસે વિનોદ ધીરૃભાઇ ઘાંઘવ (ઉ.વ. ૨૬),કુલદિપ ઉર્ફે પવન તળશીભાઇ ધામેચા (ઉ.વ. ૨૧),કેવલ વિજયભાઇ ઘામેચા (ઉ.વ. ૨૫),વિજય ભુપતભાઇ ઉણેચા (ઉ.વ. ૪૦),જગદિશ ઉર્ફે પીન્ટુ દામજીભાઇ ઉણેચા (ઉ.વ. ૩૫),સંજય મનજીભાઇ ઉણેચા (ઉ.વ. ૩૭),દિલીપ મોહનભાઇ ઉણેચા (ઉ.વ. ૩૬)ની પૂછપરછ અને તપાસ દરમિયાન પોલીસે ઠગાઈના નાણાંમાંથી ખરીદવામાં આવેલી કિંમતી ચીજવસ્તુઓ કબ્જે કરી છે. જેમાં રૃ. ૧૭.૬૫ લાખથી વધુ કિંમતના સોનાના ઘરેણાં, મારુતિ એટગા કાર, બે રોયલ એનફિલ્ડ બુલેટ, બે એક્સેસ સ્કૂટર, એસ.પી. ૧૨૫ મોટરસાયકલ તેમજ આઈફોન ૧૭ પ્રો મેક્સ અને સેમસંગ એસ૨૬ અલ્ટ્રા જેવા કિંમતી સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હિસાબો લખેલા મહત્ત્વના ચોપડાઓ સાથે કુલ રૃ. ૩૬,૮૯,૯૮૫ નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.પોલીસની જાહેર જનતાને અપીલ
ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે ફરિયાદકા ગામના સંજય ધામેચા અને યોગેશ ધામેચા પાસે જે લોકોએ નાણાંનું રોકાણ કર્યું હોય અને રકમ પરત ન મળી હોય, તેઓએ જરૃરી આધાર-પુરાવા સાથે કાયદેસરની કાર્યવાહી માટે તુરંત ભાવનગર એલસીબી કચેરીનો સંપર્ક કરવો









