Bhavnagar

ભાવનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, ખોટું લોહી ચડાવતા પ્રસૂતાનું મોત

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા ગીતાબહેન સોલંકીને A નેગેટિવને બદલે B નેગેટિવ બ્લડ ચડાવતા તેમનું મોત થયું હતું. પોલીસે સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો, પરંતુ સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે તેને ફગાવી દીધો છે. કોર્ટે તબીબો અને સ્ટાફની ગંભીર બેદરકારી માની SC/ST સેલને ગુનો નોંધી, જવાબદારો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનો કડક આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, ખોટું લોહી ચડાવતા પ્રસૂતાનું મોત

અદાલતે પોલીસને ગુનો નોંધવા કર્યો હુકમ

પોલીસના સમરી રિપોર્ટને ફગાવી સ્પે.એટ્રોસિટી કોર્ટે જવાબદારો વિરૃદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો

ભાવનગર - ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીના કારણે એક ગર્ભવતી મહિલાનું મોત નિપજતાં ચકચાર મચી ગઈ છે. પ્રસૂતા મહિલાને એ નેગેટિવને બદલે બી નેગેટિવ બ્લડ ચડાવી દેતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો. કોર્ટે રિપોર્ટ ફગાવી તબીબો અને સ્ટાફની ગંભીર બેદરકારી માનીને એસ.સી.એસ.ટી. સેલને ગુનો નોંધી જવાબદારો વિરૃદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનો કડક હુકમ કર્યો છે.

ગારિયાધારના નાની વાવડી ગામના ગીતાબહેન સોલંકીને પ્રસૂતિ અર્થે અહીં દાખલ કરાયા હતા. સરકારી મમતા કાર્ડ મુજબ તેમનું બ્લડ ગૃપ એ નેગેટિવધ હતું. જો કે, પ્રસૂતિ બાદ મેડિકલ સ્ટાફે કેસ પેપર્સમાં ચેકચાક કરી બી નેગેટિવધ ગૃપનું લોહી મંગાવ્યું હતું. સિવિલની બ્લડ બેંકે પણ કોઈ ચકાસણી વિના આ લોહી આપતા, ખોટું લોહી ચડાવવાના કારણે ગંભીર રિએક્શન આવતા એક અઠવાડિયાની રીબામણી બાદ ગીતાબહેનનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે નિલમબાગ પોલીસે યોગ્ય તપાસ ન કરતાં મૃતકના ભાઈ મુકેશભાઈ મિયાત્રાએ એડવોકેટ જિજ્ઞોશ કે. મહેતા અને શિશિર એમ. ત્રિવેદી મારફત અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શરૃઆતમાં તબીબી સ્ટાફને બચાવવા 'ગુનો બનતો નથી' તેવો સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો. પરંતુ સ્પે.(એટ્રોસિટી) જજ જે. જી. દામોદ્રાએ કેસની ગંભીરતા અને મેડિકલ તથ્યોને ધ્યાને રાખી આ રિપોર્ટ ફગાવ્યો છે. અદાલતે પ્રાથમિક દ્રષ્ટિએ જ તબીબો અને સ્ટાફની ગંભીર બેદરકારી માનીને એસ.સી.એસ.ટી. સેલને ગુનો નોંધી જવાબદારો વિરૃદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનો કડક હુકમ કર્યો છે.