Bhavnagar

વલ્લભીપુર નજીક ગંભીર અકસ્માત, હાઇવે પર ઉભેલા આઇશર સાથે બાઇક અથડાતાં બે યુવકના મોત

By GS Team
13 Oct 20261 min read
TukuTouch Logo
વલ્લભીપુર નજીક પાટણા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાળંગપુરથી દર્શન કરી પરત ફરતા તળાજાના મથાવડા ગામના કિરણભાઈ સોલંકી અને અરુણભાઈ બારૈયાનું આઇશર ટ્રક સાથે બાઈક ભટકાતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વલ્લભીપુર પોલીસે આઇશર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલ્લભીપુર નજીક ગંભીર અકસ્માત, હાઇવે પર ઉભેલા આઇશર સાથે બાઇક અથડાતાં બે યુવકના મોત

વલ્લભીપુર પોલીસમાં આઇશર ચાલક સામે ગુનો દાખલ

સાળંગપુર દર્શન કરી પરત ફરી રહેલા મથાવડા ગામના મિત્રોને પાટણા ગામ પાસે કાળ ભેટયો

ભાવનગર -  ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ નજીક હાઇવે રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. રોડ પર ઉભા રાખવામાં આવેલા આઇશર ટ્રક સાથે મોટરસાઇકલ ભટકાતાં તળાજા તાલુકાના મથાવડા ગામના બે યુવાનોના ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યા છે.

મળતી માહિતી મુજબ, મથાવડા ગામના કિરણભાઈ અમ્તભાઈ સોલંકી અને અરુણભાઈ શિવાભાઇ બારૈયા પોતાના ટીવીએસ રાઇડર મોટરસાઇકલ (જીજે-૦૪-ઈએસ-૬૭૫૧) પર ચોટીલા અને સાળંગપુર દર્શન કરવા ગયા હતા. ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બપોરના સમયે દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે પાટણા ગામથી આગળ હાઇવે પર આગળ જઈ રહેલ આઇશર વાહન (જીજે-૨૨-યુ-૨૧૫૨) ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી રોડ વચ્ચે અચાનક ઉભું રાખી દીધું હતું.પાછળથી આવી રહેલી મોટરસાઇકલ આઇશર સાથે ધડાકાભેર અથડાતાં બાઇક ચાલક કિરણભાઈ અને પાછળ બેઠેલા અરુણભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મૃતક કિરણભાઈના ભાઈ વિક્રમભાઈ સોલંકીની ફરિયાદના આધારે વલ્લભીપુર પોલીસે આઇશર વાહનના અજાણ્યા ચાલક સામે બી.એન.એસ અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.