વરતેજની કંપનીમાં પાન-માવા બાબતે ડ્રાઇવર પર સિક્યોરિટી ગાર્ડનો હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બન્ને સિક્યોરિટી ગાર્ડ વિરૃધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
ભાવનગર - વરતેજ સ્થિત મધુસિલિકા કંપનીના મટીરીયલ ગેટ પાસે પાન-માવો મુકવા બાબતે થયેલી તકરારમાં ડ્રાઇવર પર સિક્યોરિટી ગાર્ડે લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગરના અને હાલ વરતેજમાં ભાડે રહી ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર તરીકે કામ કરતા પ્રભાતદાન ગઢવી નાવા-ધોવા માટે કંપનીના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ગેટ પર ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ કૃણાલસિંહે તેમને અટકાવી પાન-માવો કાઢીને અંદર જવા જણાવ્યું હતું. ડ્રાઇવરે પોતાનો માવો અને મોબાઈલ ઓફિસ પાસે મૂકી દેવા છતાં કૃણાલસિંહ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપવા લાગ્યા હતા.ડ્રાઇવરે ગાળો બોલવાની ના પાડતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ વેળાએ અન્ય એક સિક્યોરિટી ગાર્ડે લાકડીનો ધોકો આપતા કૃણાલસિંહે ડ્રાઇવરને સાથળના ભાગે લાકડી મારી ઢોર માર માર્યો હતો અને હવે પછી આવશે તો જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી. વરતેજ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




