Bhavnagar

ઋગ્વેદી બ્રાહ્મણોએ તા.૨૬ મીએ અને તૈતરીય ભૂદેવોએ તા.૨૮ મીએ યજ્ઞાોપવિત બદલવી

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં બળેવ પર્વને લઈ જનોઈ બદલવાની તારીખો અંગે સ્પષ્ટતા કરાઈ છે. ઋગ્વેદી બ્રાહ્મણો 26મીએ, જ્યારે શુક્લ યજુર્વેદી, માધ્યાદીની શાખા, વાજસનેથી શાખા અને અથર્વવેદી ભૂદેવો 27મી ઓગસ્ટે સવારે 9:10 પછી જનોઈ બદલશે. તૈતરીય શાખાના ભૂદેવો 28મીએ સવારે 9 વાગ્યા પછી જનોઈ બદલશે. રક્ષાબંધનની ઉજવણી 28મી ઓગસ્ટે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઋગ્વેદી બ્રાહ્મણોએ તા.૨૬ મીએ અને તૈતરીય ભૂદેવોએ તા.૨૮ મીએ યજ્ઞાોપવિત બદલવી

રક્ષાબંધનની તા.૨૮ શુક્રવારે ઉજવણી થશે

યજુર્વેદી બ્રાહ્મણો,ક્ષત્રિય, સાધુ, સંતો, બ્રહ્મચારીઓ અને સન્યાસીઓએ તા.૨૭ મીએ જનોઈ બદલવાની રહેશે

ભાવનગર - બળેવ પર્વ આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યજ્ઞાોપવિત માટે શુભ તારીખ, મુર્હૂત અંગે વિસંગતતા અને મતમતાંતર પ્રવર્તતી રહ્યા છે.ત્યારે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવાયુ છે કે, ઋગ્વેદી બ્રાહ્મણોએ તા. ૨૬ મીએ અને તૈતરીય શાખાના ભૂદેવોએ તા. ૨૮ ને શુક્રવારે સવારે ૯ વાગ્યા બાદ જનોઈ બદલવાની રહેશે.

ઋુગ્વેદી બ્રાહ્મણોએ તા.૨૬ ઓગસ્ટને બુધવારે શ્રવણ નક્ષત્રમાં જનોઈ બદલવાની રહેશે. જયારે જે પણ શુકલ યજુર્વેદી ભૂદેવો માધ્યાદીની શાખા અને વાજસનેથી શાખા છે  અથવા જે અથર્વવેદી ભૂદેવો છે તેઓએ તા.૨૭-૮ ને ગુરૃવારે જનોઈ બદલવાની છે.યજુર્વેદી બ્રાહ્મણોએ મધ્યાહન વ્યાપીની પૂર્ણિમા જનોઈ બદલવા માટે લેવાની હોય છે. આ પૂર્ણિમા તા.૨૭ ને ગુરૃવારે સવારે ૯-૧૦ ૫છી ચાલુ થાય છે એટલે આ સમય પછી જ જનોઈ બદલવાની છે.તા.૨૮ને શુક્રવારે સૂર્યોદય સમયે પૂનમ છે. પણ તે સવારે ૯-૫૦ સુધી જ હોવાથી આ દિવસે ફકત તૈતત્રીય શાખાના ભૂદેવોને જ શુક્રવાર લેવાનો હોય છે તેમ જણાવી  જયોતિષાચાર્ય ડો.દિલીપભાઈ દવેએ વધુમાં જણાવ્યુ હતુ કે, બાકીના યજુર્વેદી બ્રાહ્મણો, ક્ષત્રિયો, સાધુ, સંતો, બ્રહ્મચારીઓ અને સન્યાસીઓએ તા.૨૭ ને ગુરૃવારે સવારે ૯-૧૦ બાદ જનોઈ બદલવાની છે.જયારે રક્ષાબંધનની (ફકત રાખડી બાંધવાની) તા.૨૮ ને શુક્રવારે જ ઉજવણી કરવાની છે.