Bhavnagar

લગ્નની સિઝન શરૂ થતાં ટ્રેનોમાં થઈ રહેલી ભીડને પગલે રેલવેનો નિર્ણય, ભાવનગરથી છપરા માટે 18 કોચની વન-વે સ્પેશિયલ ટ્રેન દોડશે

By GS Team
17 Nov 20261 min read
TukuTouch Logo
દિવાળી અને લગ્નની સિઝનને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસથી છપરા માટે વન-વે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. 18 નવેમ્બર, 2026ના રોજ સવારે 10:15 કલાકે ઉપડનારી આ ટ્રેન 20 નવેમ્બર, 2026ના રોજ સવારે 04:30 કલાકે છપરા પહોંચશે. 18 કોચવાળી આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના 17 સ્ટેશનો પર ઉભી રહેશે, જે હજારો મુસાફરોને રાહત આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્નની સિઝન શરૂ થતાં ટ્રેનોમાં થઈ રહેલી ભીડને પગલે રેલવેનો નિર્ણય, ભાવનગરથી છપરા માટે 18 કોચની વન-વે સ્પેશિયલ ટ્રેન દોડશે

Bhavnagar Terminus to Chhapra One way Special Train: દિવાળીના તહેવારો અને લગ્નની સિઝનને પગલે મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસથી છપરા વચ્ચે એક તરફી (વન-વે) સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 18 નવેમ્બર, 2026ના રોજ દોડનારી આ વિશેષ ભાડાની ટ્રેનમાં સ્લીપર અને જનરલ શ્રેણીના કુલ 18 કોચ જોડવામાં આવશે, જેનાથી ઉત્તર ભારત તરફ જતા હજારો મુસાફરોને સીધી રાહત મળશે.

ટ્રેનનો સમય અને સંચાલનની વિગત

  • ટ્રેન નંબર અને રૂટ: 09614 ભાવનગર ટર્મિનસ–છપરા વન-વે સ્પેશિયલ.
  • ઉપડવાનો સમય: 18 નવેમ્બર, 2026 (બુધવાર) ના રોજ સવારે 10:15 કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડશે.
  • પહોંચવાનો સમય: 20 નવેમ્બર, 2026 શુક્રવારના રોજ સવારે 04:30 કલાકે છપરા પહોંચશે.

17 સ્ટેશનો પર રોકાશે આ ટ્રેન

મુસાફરોની સુવિધા માટે આ સ્પેશિયલ ટ્રેનને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન ધોળા, બોટાદ, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, વારાણસી, ઔડિહાર, ગાઝીપુર સિટી અને બલિયા સ્ટેશનો પર રોકાશે.

તહેવારોની સિઝનમાં સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરોને વધુમાં વધુ બેઠક વ્યવસ્થા મળી રહે તે હેતુથી આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ શ્રેણીના કુલ 18 કોચ લગાવવામાં આવ્યા છે. આ ટ્રેનનું સંચાલન વિશેષ ભાડા (Special Fare) સાથે કરવામાં આવશે.